વિદ્યાર્થીઓએ સ્કૂલનું નામ ઉજ્જવળ કર્યું
જામનગરની શ્રી જ્ઞાનગંગા સ્કૂલનું ધો. ૧૦ નું ૯૪% પરિણામ આવ્યું છે. શહેરમાં ૪ શાખા ધરાવતી અને ૩ દાયકાથી શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠા મેળવનાર સ્કૂલનાં ૮ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે જ્યારે ૪૨ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ મેળવ્યો છે અને ૩૨ વિદ્યાર્થીએ બીટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સ્કૂલનાં ગુરૂજનોએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ વાર્તાલાપ કર્યો હતો.
તુષાર મઘોડીયાએ ધો. ૧૦ માં ૯૨% ગુણ અને ૯૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
યશ સોલંકીએ ધો. ૧૦ માં ૯૧.૧૭% ગુણ સાથે ૯૭.૨૭ પી.આર. મેળવી સોલંકી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
રાધિકા સિતાપરાએ ધો. ૧૦ માં ૯૦.૮૩% ગુણ સાથે ૯૭.૦૨ પી.આર. તથા એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીને આઇ.એ.એસ.ઓફિસર બનવું છે.
મિત ધરાવીએ ૯૩% ગુણ સાથે ૯૮.૪૬ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ડોક્ટર બનવાનાં સફરમાં મકકમ આગેકૂચ કરી છે.
આશિષ ચાંદ્રા એ ધો. ૧૦ માં ૯૫.૩૩% ગુણ તથા ૯૯.૫૩ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
પલક સમીતભાઇએ ધો. ૧૦ માં ૯૫.૩૩% ગુણ સાથે ૯૯.૫૩ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
હેત પટોડીયાએ ૮૬% ગુણ સાથે ૯૨.૫૮ પી.આર. અને એટુ ગ્રેડ મેળવ્યો છે.
વિશ્વદિપસિંહ ગોહિલે ૮૧.૩૩% ગુણ તથા ૮૬.૯૧ પી.આર. મેળવ્યા છે.
દર્શીલ ચોવટીયાએ ધો. ૧૦ માં ૮૭.૧૬% ગુણ તથા ૯૩.૭૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
પ્રિયાંશુ અઘેડાએ ૮૬.૬૬% ગુણ સાથે ૯૩.૨૮ પી.આર. મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.
દેવ નંદાએ ધો. ૧૦ માં ૮૯% ગુણ તથા ૯૫.૯૬ પી.આર. સાથે ધાર્યું પરિણામ મેળવ્યું છે.
અંકિત મિશ્રાએ ધો. ૧૦ માં ૮૯.૩૩% ગુણ સાથે એટુ ગ્રેડ મેળવી મિશ્રા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
નેવિલ કેતનભાઇએ ધો. ૧૦ માં ૮૯.૧૬% ગુણ સાથે ૯૫.૧૬ પી.આર. મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.
અનિલ ભરતભાઇએ ધો. ૧૦ માં ૮૩% ગુણ સાથે ૮૯.૫૫ પી.આર. મેળવ્યા છે.
ગૂંજન દિપેશભાઇએ ધો.૧૦ ની પરીક્ષામાં ૮૨.૧૬% ગુણ તથા ૮૮.૦૫ પી.આર. મેળવ્યા છે.
હર્ષ વિશરોલીયાએ ધો. ૧૦ માં ૮૮.૮૩% ગુણ તથા ૯૫.૩૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
અમીષા ગર્ગ એ ૯૦.૬૧% ગુણ તથા ૯૬.૫૧ પી.આર. સાથે બોર્ડમાં ધાર્યું પરિણામ મેળવ્યું છે.
ધ્રુવ હરેશભાઇએ ધો. ૧૦ માં ૮૩.૮૩% ગુણ અને ૯૦.૧૫ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
નિખિલ ભારદ્વાજે ધો. ૧૦ માં ૭૨.૬૧ % ગુણ સાથે ઉચ્ચ અભ્યાસમાં વધુ પરીશ્રમ કરવાનો સંકલ્પ જણાવ્યો હતો.
વસોયા ફેન્સીએ ધો. ૧૦ માં ૮૮% ગુણ તથા ૯૫.૩૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
જાનવી નસીત એ ધો. ૧૦ માં ૮૫% ગુણ તથા ૯૧.૮૬ પી.આર. મેળવી એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
યશ્વી રમેશભાઇએ ધો. ૧૦ માં ૮૧.૧૭% ગુણ તથા ૮૬.૭૨ પી.આર. મેળવી ઝળહળતું પ્રદર્શન કર્યુ છે.
આર્યા ભાડજાએ ધો. ૧૦ માં ૮૭% ગુણ તથા ૯૪.૨૯ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવ્યો છે.
હિમાક્ષી જાટીયાએ ધો. ૧૦ માં ૮૪.૮૩% ગુણ સાથે ૯૧.૩૩ પી.આર. મેળવી એટુ ગ્રેડ મેળવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial