ઊંચા ગુણો સાથે ગણિત-વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ ઝળક્યા
જામનગરની એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલ છેલ્લા એક દાયકાથી શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરવામાં સફળ રહી છે. દર વર્ષે સ્કૂલનું બોર્ડનું ઝળહળતું પરિણામ આવે છે. જે પરંપરા આ વર્ષે પણ ગુજરાત બોર્ડનાં ધો. ૧૦ નાં પરિણામમાં યથાવત રહી છે. સ્કૂલનાં પ્રિન્સીપાલ ડો. પૂજા શર્મા, એકેડેમી કો-ઓર્ડીનેટર બીજોલી રોય તથા ટીચર સુનિલ જોશીએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લઇ શૈક્ષણિક સિદ્ધિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.
સપના પંજવાણીનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય
સપના પંજવાણીએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૫% ગુણ અને ૯૯.૪૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા હરીશભાઇ બિઝનેસમેન છે તથા માતા જયવંતીબેન ગૃહિણી છે. કોરીયન ડ્રામા અને કોરીયન મ્યુઝીકનો શોખ ધરાવતી સપનાએ નિયમિત અભ્યાસ અને પરીક્ષા વખતે રોજીંદા ૭ કલાકનાં અધ્યયનને પ્રતાપે ઊંચુ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી તેણી પ્રિન્સીપાલ ડો. પૂજા શર્મા, સુરેન્દ્ર સર, હેતલ મેમ, સુમન મેમ વગેરે ગુરૂજનોનાં માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. સપનાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું છે.
અમરીતકુમાર સિંગને ડોક્ટર બનવાની મહેચ્છા
ધો. ૧૦ માં ૯૦.૬૭% ગુણ તથા ૯૬.૯૯ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર અમરીતકુમાર સિંગનાં પિતા અનીલકુમાર જોબ કરે છે જ્યારે માતા અર્ચના સિંગ ગૃહિણી છે. કોડીંગ શીખવાનો શોખ ધરાવતા અમરીતે સતત રિવિઝનનાં બળે ધાર્યું પરિણામ મેળવ્યું છે. તે પ્રિન્સીપાલ ડો. પૂજા શર્મા સહિતનાં ગુરૂજનોનો ખાસ આભાર માને છે. અમરીતનું લક્ષ્ય વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવાનું છે.
ભાગ્યશ્રી મકવાણાને તબીબ તરીકે કારકિર્દી ઘડવાની ઇચ્છા
સ્કૂલની વિદ્યાર્થિની ભાગ્યશ્રી મકવાણાએ ધો. ૧૦ માં ૮૮.૮૩% ગુણ સાથે ૯૫.૩૯ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા નરેશભાઇ ફેક્ટરીમાં સેવારત છે જ્યારે માતા મુક્તાબેન હાઉસવાઇફ છે. ભાગ્યશ્રી વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી ડોક્ટર બનાવનું ધ્યેય ધરાવે છે.
સાનિયા મોલિકને પણ ડોક્ટર બનવાની મહેચ્છા
ધો. ૧૦ માં ૯૪% ગુણ સાથે ૯૮.૯૯ પી.આર. અને એવન ગ્રેડ મેળવનાર સાનિયા મોલિક પાઠ્યપુસ્તક આધારીત અભ્યાસને મહત્ત્વ આપી સફળ થયાનું જણાવી હેતલ મેમનો આભાર માને છે. તેણીનાં પિતા મોજુમલ મેકેનિક છે અને માતા સેરીના ગૃહિણી છે. સાનિયાએ ઝળહળતું પરિણામ મેળવી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે એમ કહી શકાય છે. સાનિયાને ડોક્ટર બનાવની મહેચ્છા છે.
ચિરાગ ગોજીયાનું સી.એ. બનવાનું લક્ષ્ય
ધો.૧૦ માં ૮૫.૬૭% ગુણ સાથે ૯૨.૨૨ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવી ગોજીયા પરિવારનું ગૌરવ વધારનાર ચિરાગ પોતાની સફળતા માટે નિયમિત ૪ કલાકનાં વાચન અને ગુરૂજનોનાં સચોટ માર્ગદર્શનને જવાબદાર ગણાવે છે. ચિરાગના પિતા વિરાભાઇ ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા વૈશાલીબેન ગૃહિણી છે. ક્રિકેટનો શોખ ધરાવતો ચિરાગ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
સાનિયા ભોન્ડેકરની ડોક્ટર બનવાની અભિલાષા
સાનિયા ભોન્ડેકરે ધો.૧૦ માં ૮૭.૧૭% ગુણ સાથે ૯૩.૭૯ પી.આર. અને એટુ ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા દિનેશભાઇ જોબ કરે છે જ્યારે માતા દિપ્તીબેન હાઉસવાઇફ છે. નૃત્ય અને ગાયનનો શોખ ધરાવતી સાનિયા મોડેલ પેપર લખવાનાં મહાવરાને સફળતામાં ઉપયોગી ગણાવે છે. સાનિયા સાયન્સમાં હાયર એજ્યુકેશન લઇ ડોક્ટર બનવાનો નિર્ધાર ધરાવે છે.
ખુશી રાઠોડને પણ તબીબ બનાવાની ઇચ્છા
ખુશી રાઠોડે ધો. ૧૦ માં ૮૨.૩૩% ગુણ સાથે ૮૮.૨૬ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવી સફળ કારકિર્દી તરફ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા કરનીસિંગ જોબ કરે છે જ્યારે માતા અનીતાબેન હાઉસવાઇફ છે. નૃત્યનો શોખ ધરાવતી ખુશી નિયમિત અભ્યાસ અને વાચનથી ઇચ્છીત સફળતા મેળવી હોવાનું જણાવી ડોક્ટર બનવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રશાંત ચૌહાણનું એન્જિનિયર બનવાનું લક્ષ્ય
ધો. ૧૦ માં ૮૭% ગુણ સાથે ૯૩.૬૩ પી.આર. મેળવનાર પ્રશાંત ચોહાણે એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પ્રશાંતનાં પિતા રામુભાઇ જોબ કરે છે જ્યારે માતા રાનોબેન હાઉસવાઇફ છે. વાચનનો શોખ ધરાવતા પ્રશાંતે સ્કૂલનાં અભ્યાસ ઉપરાંત પાઠ્યપુસ્તક આધારીત સ્વઅધ્યયનને આધારે સચોટ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી એન્જિનિયર બનવાની પ્રતિબદ્ધતા અભિવ્યક્ત કરી હતી.
રિતીક ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ
ધો. ૧૦ માં ૮૪.૬૭% ગુણ સાથે ૯૧.૧૩ પી.આર. તથા એટુ ગ્રેડ મેળવનાર રિતીક ચૌહાણ વહેલી સવારનાં વાચનને ઉપકારક ગણાવે છે. રિતીકનાં પિતા દેવેન્દ્રસિંગ જોબ કરે છે જ્યારે માતા અલ્પનાદેવી હાઉસવાઇફ છે. ક્રિકેટનો શોખ ધરાવતો રિતીક કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial