Sensex

વિગતવાર સમાચાર

ઓશિએનિક સ્કૂલનું બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ

જામનગર-દ્વારકા ધોરીમાર્ગ પર ઝાખરના પાટિયા પાસે આવેલી

જામનગર તા. ૧૮: જામનગર-દ્વારકા હાઈ-વે પર ઝાખરના પાટિયા પાસે આવેલ ઓશિએનિક સ્કૂલે બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં ધો. ૧૦ નું ગુજરાતી માધ્યમમાં ૯૩.૮૩ ટકા અને અંગ્રેજી માધ્યમમાં ૧૦૦ ટકા તથા ધો. ૧ર કોમર્સ (ગુજરાતી માધ્યમ) માં ૯ર.૮૩ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.

શાળાના સંચાલક રાજદીપભાઈ ચુડાસમાએ 'નોબત'ના પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, શાળાના ટ્રસ્ટી રણજીતસિંહ ચુડાસમા છે. અમારી શાળા છેલ્લા ૮ વર્ષથી કાર્યરત છે. શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. સ્કૂલમાં વિકલી તથા મંથલી ટેસ્ટ યોજવામાં આવે છે. શૈક્ષણિક કાર્યમાં પ્રોજેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સીસી ટીવી દ્વારા વિદ્યાર્થીઓ પર સતત દેખરેખ રાખવામાં આવે છે. સ્કૂલમાં લાઈબ્રેરીની પણ સુવિધા છે.

જ્યોતિબા જાડેજાનું સી.એ. બનવાનું સ્વપ્ન

જ્યોતિબા જાડેજાએ ધો. ૧ર ની પરીક્ષામાં ૮૬.ર૬ ટકા સાથે ૯પ.ર૯ પી.આર. પ્રાપ્ત કરીને જાડેજા પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. પિતા કમલેશસિંહ જાડેજા ખેતી કામ કરે છે અને માતા ગૃહિણી છે. બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે જ્યોતિબા દરરોજ નિયમિત અભ્યાસ કરતી હતી. જ્યોતિબા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માગે છે.

મારે બીબીએ કરવું છેઃ દિગ્વિજયસિંહ

દિગ્વિજયસિંહ જાડેજાએ દરરોજ ૬ કલાક અભ્યાસ કરીને ધો. ૧ર ની પરીક્ષામાં ૭૬.૧૩ ટકા પ્રાપ્ત કર્યા છે. પિતા નિર્મળસિંહ જાડેજા ખેતી સાથે સંકળાયેલા છે અને માતા નૈનાબા ગૃહિણી છે. દિગ્વિજયસિંહ બીબીએમાં પ્રવેશ મેળવવા માગે છે.

મારે સાયન્સ રાખવું છેઃ અક્ષરાજસિંહ

જાડેજા અક્ષરાજસિંહએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૮પ ટકા સાથે ૯૧.પ૦ પી.આર. મેળવ્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે અક્ષરાજસિંહ દરરોજ ૩ થી ૪ કલાક અભ્યાસ કરતો હતો. પિતા દિલીપસિંહ ખેતીકામ કરે છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર અક્ષરાજસિંહ સાયન્સ (ગ્રુપ-બી) રાખવા માગે છે.

જાનવીબા જાડેજાની પોલીસ બનવાની તમન્ના

જાનવીબા જાડેજાએ દરરોજ નિયમિત રીતે ૩ થી ૪ કલાક અભ્યાસ કરીને ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૧.૩૩ ટકા સાથે ૮૬.૯૪ પી.આર. મેળવ્યા છે. પિતા ધર્મેન્દ્રસિંહ ડ્રાઈવર છે. જાનવીબા પોલીસ બનીને દેશ સેવા કરવા માગે છે

ક્રિપાલસિંહને વિજ્ઞાન પ્રવાહમાં જોડાવું છે

ક્રિપાલસિંહ જાડેજાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૮૦ ટકા પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે ક્રિપાલસિંહ દરરોજ ૩ થી ૪ કલાક વાચન કરતો હતો. પિતા ધર્મેન્દ્રસિંહ ખેતીકામ કરે છે. ક્રિકેટમાં રૂચિ ધરાવનાર ક્રિપાલસિંહ વિજ્ઞાન પ્રવાહમાં જોડાવા માગે છે.

નિખીલની બેન્કીંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં રૂચી

નિખીલ મહેતાએ ધો. ૧ર ની પરીક્ષામાં ૭પ ટકા પ્રાપ્ત કર્યા છે. પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે નિખીલ દરરોજ ૪ થી પ કલાક અભ્યાસ કરતો હતો. લેખનમાં રૂચિ ધરાવનાર નિખીલ બેન્કીંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગે છે.

જાડેજા તારાબાની સી.એ. બનવાની મહેચ્છા

જાડેજા તારાબાએ ધો. ૧૦ ની પરીક્ષામાં ૬૯.૬૬ ટકા પ્રાપ્ત કર્યા છે. તારાબા આગળ અભ્યાસ કરીને સી.એ. બનવા માગે છે.

ભાવિકાબાનું સેનામાં જોડાઈને દેશ સેવા કરવાનું સ્વપ્ન

વાઘેલા ભાવિકાબાએ દરરોજ નિયમિતરીતે ૩ થી ૪ કલાક વાચન કરીને ધો. ૧૦ ની પરીક્ષામાં ૬૪.૮૩ ટકા પ્રાપ્ત કર્યા છે. ભાવિકા સેનામાં જોડાઈને દેશ સેવા કરવા માગે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial