Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આગઝરતી ગરમી, અગ્નિકાંડો અને ઉતરતી જળસપાટી... તકલીફોના ત્રિકોણ સામે લોકચેતના કયારે જાગશે ?

ધોમધખતા ઉનાળામાં થયેલા અગ્નિકાંડોએ રાજકીયક્ષેત્રે પણ તાપમાન વધારી દીધુ છે અને ગુજરાત સરકારે ૬ જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા પછી ઉચ્ચ અધિકારીઓની બદલી કરીને હાઈકોર્ટમાં કાંઈક નક્કર બચાવ થઈ શકે, તેવી કાર્યવાહી કરી છે, અને ત્રણેક આરોપીઓને પકડી લઈને અદાલતમાંથી રિમાન્ડ પણ મેળવ્યા છે, બીજી તરફ કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓએ આ ઘાતકી દુર્ઘટનાના થોડા કલાકોમાં જ સ્થળ પર ધસી જઈને જનાક્રોશમાં સુર પુરાવ્યો છે. દિલ્હીમાં પણ કેજરીવાલે 'ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે' તેવી 'સરકારછાપ' દંભી ખાતરીઓ આપી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે નિંભર તંત્રો અને નિર્લજ નેતાઓની આ સાઠગાંઠ તથા ભ્રષ્ટાચારની માયાજાળ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને સાર્વત્રિક તથા ઉચ્ચકક્ષા સુધી ફેલાયેલી જ રહેશે ? શું 'પાર્ટી વિથ ધ ડિફરન્સ'નો દાવો કરતું ભાજપ અને કટ્ટર ઈમાનદારીનો દાવો કરતી આમ આદમી પાર્ટીએ પણ સડેલી સિસ્ટમનો વારસો જાળવ્યો છે ? એક સમયે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર અનેક પ્રકારના આક્ષેપોની રાજનીતિ કરીને સત્તા પર આવ્યા પછી વર્તમાન કેન્દ્ર-રાજ્ય સરકારોના શાસકોએ તેમનામાં પ્રચંડ વિશ્વાસ મૂકનાર લોકોનો નિર્દોષ વિશ્વાસઘાત કર્યો હોય તેવું નથી લાગતું? હવે આ પ્રકારની પૂર્વ આયોજીત અને નફફટ લાપરવાહી દેશમાં કોઈપણ રાજ્યમાં નહીં જ રખાય, તેની કોઈ 'ગેરંટી' ખરી?

દિલ્હી અને ગુજરાતના આ અગ્નિકાંડના ઉહાપોહ ઉપરાંત દેશમાં એક બીજી સળગતી સમસ્યા પણ સળવળી રહી છે અને તેના તરફ હજુ કોઈનું બહુ ધ્યાન ગયુ નથી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોથી લઈને ગ્લોબલ કક્ષા સુધી વોટર સ્કેરસિટીની વિકટ સ્થિતિ ચિંતાજનક હોવાનો રિપોર્ટ એક સ્ટડી પછી પ્રસ્તૂત થયો છે, જેની ચર્ચા પણ ટોક ઓફ ધ નેશન બની છે.

નેધરલેન્ડની યુટ્રેકટ યુનિવર્સિટીના સંશોધનો દરમિયાન કરાયેલા સ્ટડીના તારણો તથા ચેતવણીઓને સમાવી લેતો આ રિપોર્ટ 'નેચર કલાયમેન્ટ ચેઈન્જ'ના માધ્યમથી પ્રકાશમાં આવ્યો છે.

માનવજીવન તથા જીવસૃષ્ટિ જ નહીં, પરંતુ નેચરલ સાઈકલ અને સમગ્ર ઈકો સિસ્ટમ પર ખતરો ઝળુંબી રહ્યો હોવાની આલબેલ પ્રકારનો આ રિપોર્ટ પૃથ્વીના પેટાળમાં ઘટી રહેલી અને પૃથ્વીની ઈકો સિસ્ટમને ખોરવી રહેલી તથા પ્રદુષિત થઈ રહેલી જળસપાટી સામે લાલબત્તી ધરે છે.

આ સ્ટડી એવું સૂચવે છે કે વધી રહેલી વસ્તી અને વિકાસની દોટ પછી જરૃરી પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા માટે વિશ્વ સમુદાયે બિનજરૃરી રીતે થતો પાણીનો વપરાશ ઘટાડવા, વેડફાટ અટકાવવા અને જળપ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જરૃર છે, અન્યથા આગામી વર્ષોમાં પૃથ્વીનો કેટલોક હિસ્સો સ્વચ્છ જળથી વંચિત થઈ જશે અને ગંભીર સ્થિતિ ઊભી થશે, જે વિસ્ફોટક હશે.

આ રિપોર્ટ મુજબ ગ્લોબલ સાઉથ કન્ટ્રીઝમાં ભયંકર વોટર સ્કેરસિટીનો ખતરો ઝળુંબી રહ્યો છે અને તેમાં પણ આફ્રિકા, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો અને એશિયા તથા ઓશિનિયાના કેટલાક દેશોમાં જ સ્વચ્છ જળ જ દુર્લભ થઈ જશે, તેવી ચેતવણી પણ અપાઈ છે.

વસ્તી વિસ્ફોટ, જળવાયુ પરિવર્તન અને જળપ્રદુષણના કારણે ખતરનાક વોટર સ્કેરસિટી (પાણીની તીવ્ર તંગી) સામે અંગૂલી નિર્દેષ કરતો આ રિપોર્ટ ભારત સરકારે પણ લક્ષ્યમાં લેવા જેવો છે, ખરું કે નહીં ?

આઝાદીના અમૃતકાળ સમયે છેલ્લા ૭પ વર્ષમાં ભારત સહિત દુનિયામાં ભૂગર્ભ જળ સપાટી જો પપ ટકા જેવી ઘટી ગઈ હોય, તો તેમાંથી ઊભી થનારી વોટર સ્કેરસિટી પણ વૈશ્વિક વિવાદો વધારશે અને તેમાંથી ઊભી થનારી વિસ્ફોટક પરિસ્થિતિ અકલ્પનિય હશે, તેવો સંકેત આપતો આ રિપોર્ટ દુનિયાને સમયસર જાગૃત થઈને સ્વચ્છ પાણીના સંરક્ષણ, ભૂગર્ભ જળસપાટીમાં વૃદ્ધિ અને જળપ્રદુષણ તથા વપરાશ ઘટાડવાની દિશામાં સહિયારા તથા નક્કર કદમ ઉઠાવવાનો સંકેત આપે છે... જાગો... સરકારો... જાગો...

ગુજરાતમાં અત્યારે પણ પ્રાકૃતિક જળ ઉપલબ્ધિની દૃષ્ટિએ સ્થિતિ કાંઈ બહુ સારી નથી અને બળબળતા ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી ઘણાં સ્થળે ઊભી થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો અત્યારથી જ પીવાના સ્વચ્છ પાણી માટે વલખાં મારી રહ્યા છે.

અત્યારથી જ રાજ્યના ૧૦ જિલ્લાઓમાં સેંકડો ટેન્કર દોડાવીને પીવાનું પાણી પુરૃં પાડવામાં આવી રહ્યું હોય તો હજુ ચોમાસું બેસે અને સારો વરસાદ થાય. ત્યાં સુધીનો કપરોકાળ કેવી રીતે પસાર થશે, તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી. એવા અહેવાલો આવ્યા કે રાજ્યના ગીરસોમનાથ અને બનાસકાંઠા સહિત દસ જિલ્લાઓમાં પીવાના પાણીની સ્કેરસિટી ઊભી થઈ છે અને ફરીથી ત્યાં 'ટેન્કરરાજ'નો રાજ્યાભિષેક થયો છે!

ટેન્કર્સ દ્વારા પાણી પુરૃં પાડવામાં આવી રહ્યું છે. તેમાં હાલારના બન્ને જિલ્લાના કેટલાક વિસ્તારો પણ સામેલ છે. સરકાર ટેન્કર દ્વારા પણ પાણી પૂરૃં પાડી રહી છે, તે સારી વાત છે, પણ આવી સ્થિતિ ઊભી જ કેવી રીતે થઈ અને નર્મદા યોજના તથા સરદાર સરોવર ડેમ ન હોત તો ગુજરાતનું શું થાત? તેનો વિચાર કરીને જળપ્રદુષણ ખતમ કરવા અને જળવપરાશમાં કરકસર કરવાની દિશામાં માત્ર સરકારે જ નહીં, પણ આપણે સૌએ સાથે મળીને તાકીદના પગલાં લેવા જોઈએ, તેમ નથી લાગતું ? શું આ માટે સરકારને ઢંઢોળવી પડશે ?

જામનગર શહેરને પાણી પુરૃં પાડતા લોકલ સોર્સ અને નર્મદાના નીરના કારણે પાણી પુરવઠામાં કાપકૂપ નહીં થાય, તેવું જણાવાય છે અને જુલાઈ સુધી નગરને વર્તમાન વ્યવસ્થા મુજબ જ પાણી પુરવઠો મળતો જ રહે તેટલી પૂરેપૂરી વ્યવસ્થા કરાઈ છે, તેવા દાવાઓ થાય છે, પરંતુ આગ લાગીને બધું બળીને ખાખ થઈ ગયા પછી અવશેષો શોધવા નીકળતી આપણી સડેલી સિસ્ટમ, નિંભર નેતાગીરી અને ગુલામીકાળની માનસિકતામાં જીવતી રૈયતના આ ત્રિકોણીયા સંગમનો ભરોસો થાય તેમ નથી. આગ ઝરતી ગરમી, અગ્નિકાંડો અને ઉતરતી ભૂગર્ભ જળસપાટીના મુદ્દે હવે ક્રાન્તિકારી લોક ચેતનાની જરૃર છે, તેમ નથી લાગતું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial