સહી દિશા મેં દૌડના સિખાતે હૈ, ઝમીં સે આંસમા છૂના સીખાતે હૈ...:
જામનગરની ક્રિષ્ના સ્કૂલનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું તથા સામાન્ય પ્રવાહનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ વિદ્યાર્થીએ એવન ગ્રેડ તથા ૪ વિદ્યાર્થીએ ૯૯ પ્લસ પી.આર.મેળવ્યા છે. તેમજ ૧૬ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પી.આર. સાથે ઉચા ગુણ મેળવ્યા છે. જ્યારે ધો. ૧૨ કોમર્સમાં ૧૦ વિદ્યાર્થીએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
નોબત સાથેની વાતચીતમાં સ્કૂલ સંચાલકોએ તેમની બોર્ડમાં ઝળહળતા પરિણામની પરંપરા પાછળ સ્કૂલનું સવારે ૮:૩૦ થી સાંજે ૭ સુધીનું ફુલ-ડે શિક્ષણ તથા ધો. ૧૧ અને ૧૨ બે વર્ષ દરમ્યાન કુલ ૫૦૦ થી વધુ ટેસ્ટ વડે વિદ્યાર્થીને પરીક્ષા માટે પરફેક્ટ બનાવી દેવાની સચોટ પદ્ધતિ જવાબદાર હોવાનું જણાવી સ્કૂલમાં જ રીડીંગ ની વ્યવસ્થા તથા નીટ, જેઇઇ અને ગુજકેટની તૈયારીઓ પણ કરાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
સોનેરા ચાકીનો ડોક્ટર બનવાનો સંકલ્પ
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૭૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમ મેળવનાર સોનેરા ચાકીએ પોતાની સફળતા માટે સ્કૂલમાં જ નિયમિત સવાર થી સાંજ સુધીનાં અભ્યાસને જવાબદાર ગણાવી સ્કૂલની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.તેણીનાં પિતા યાકુબભાઇ શ્રમિક છે જ્યારે માતા રૂબીનાબેન ગૃહિણી છે. વાચનનો શોખ ધરાવતી સોનેરાએ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે.
શિક્ષક દંપતીની પુત્રી કૃપા કાચાએ મેળવ્યો એવન ગ્રેડ
સ્કૂલની વિદ્યાર્થીની કૃપા કાચાએ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૬૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. કૃપાનાં પિતા મનિષભાઇ તથા માતા દિપ્તીબેન બંને શિક્ષક છે. એટલે ગંભીરતાપૂર્વક અભ્યાસનું ઘરનું વાતાવરણ તેમજ સ્કૂલમાં સચોટ અને નિયમિત ભણતરનાં પ્રતાપે કૃપાએ ઝળહળતું પરિણામ મેળવી વિદ્યા દેવી સરસ્વતીનાં આશીર્વાદ મેળવ્યા છે એમ કહી શકાય. કૃપા ડોક્ટર બનવા માટે પ્રતિબદ્ધ છે.
દિપક વાલાણીની એન્જિનિયર બનવાની મહેચ્છા
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં દિપક વાલાણીએ ૯૯.૨૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. દિપકનાં પિતા કુંભાભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા હિરલબેન હાઉસવાઇફ છે. દિપક આખો દિવસ સ્કૂલમાં જ કરાવવામાં આવતી પરીક્ષાલક્ષી તૈયારીઓને પોતાની સફળતાનો શ્રેય આપે છે. દિપકને એન્જિનિયર તરીકે ઝળહળતી કારકીર્દી ઘડવાની ઇચ્છા છે.
માહિ વિઠ્ઠલાણીનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
માહિ વિઠ્ઠલાણીએ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૨૩ પી.આર. સાથે એટુ ગ્રેડ મેળવી વિઠ્ઠલાણી પરીવારનું ગૌરવ વધાર્યુ છે. માહિનાં પિતા રોહિતભાઇ બિઝનેસમેન જ્યારે માતા જાગૃતિબેન હાઉસવાઇફ છે. માહિ સખત રીડીંગ અને પાઠ્યપુસ્તક આધારીત અભ્યાસને પ્રાધાન્ય આપી ધાર્યુ પરીણામ મેળવ્યું હોવાનું જણાવી ડોક્ટર બનવાની ઇચ્છા અભિવ્યક્ત કરે છે.
કાનાણી જાનવીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા
ધો. ૧૨ કોમર્સમાં જાનવી કાનાણીએ ૯૯.૯૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું નામ ઉજ્જવળ કર્યું છે. તેણીનાં પિતા બિપીનભાઇ બિઝનેસમેન છે તથા માતા પ્રજ્ઞાબેન હાઉસવાઇફ છે.નિયમિત મહેનતનાં પ્રતાપે ઉંચુ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી જાનવી આ માટે વિરલ મણિયાર સરનો આભાર માને છે. તેણીનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું છે.
આકાશ મથ્થર ને એમ.બી.એ. કરી આભ આંબવાની ઇચ્છા
આકાશ મથ્થરે ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૭૭ પી.આર. મેળવી એવન ગ્રેડ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ વધાર્યા છે. આકાશનાં પિતા અરવિંદભાઇ બિઝનેસમેન છે તથા માતા ધાર્મીબેન ગૃહિણી છે. નિયમિત ટેસ્ટ અને રિવિઝનનાં બળે ધારી સફળતા મેળવી હોવાનું જણાવી આકાશે અમિત નાકર સરનો ઋણ સ્વીકાર કરે છે. આકાશ બી.બી.એ. તથા એમ.બી.એ. કરી સફળ કારકિર્દી બનાવવા ચાહે છે.
હેત્વી ભંડેરીને બિઝનેસ એડમિનીસ્ટ્રેશનમાં ઉચ્ચ અભ્યાસ કરવો છે
ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૫૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર હેત્વી ભંડેરીનાં પિતા હરેશભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા મિતાબેન ગૃહિણી છે. દરરોજ ૫-૬ કલાકના વાચનથી સચોટ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી હેત્વીએ નિતેશ રામાણી સરના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. હેત્વી બી.બી.એ. તથા એમ.બી.એ. કરવા ઇચ્છે છે.
રુચિર ડોબરીયાને બિઝનેસલક્ષી ઉચ્ચ અભ્યાસ કરવો છે
ક્રિષ્ના સ્કૂલનાં વિદ્યાર્થી રુચિર ડોબરીયાએ ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૩૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. રુચિરનાં પિતા અલ્પેશભાઇ બિઝનેસ કરે છે જ્યારે માતા અસ્મિતાબેન હાઉસવાઇફ છે. રુચિર રેગ્યુલર રિવિઝનને ઉપકારક ગણાવી સતિષ પાંભર સર, જાવેદ સર, રાજેશ સર, નિખિલ સર વગેરે ગુરૂજનોનો ઋણ સ્વીકાર કરે છે. રુચિર પણ એમ.બી.એ.નો અભ્યાસ કરવા પ્રતિબદ્ધ છે.
ભંડેરી 'પાર્થ' નું નિશાન છે સી.એ. બનવાનું
ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૧૪ પી. આર. સાથે એવન ગ્રેડ મેળવી ભંડેરી પરિવારને ગૌરવ અપાવનાર પાર્થ વહેલી સવારનાં વાંચનને આશીર્વાદરૂપ ગણાવે છે. પાર્થના પિતા કિશોરભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા દક્ષાબેન હાઉસવાઇફ છે. પાર્થ પોતાની સફળતા માટે પરેશ સરના માર્ગદર્શનનો ઋણ સ્વીકાર કરે છે. પાર્થ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
રાજ સભાયાને સરકારી અધિકારી બનવું છે
ધો. ૧૨ કોમર્સમાં ૯૯.૧૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવનાર રાજ સભાયાએ દરરોજ ૫-૬ કલાકનાં અભ્યાસને પ્રતાપે બોર્ડમાં બાજી મારી છે. પાર્થનાં પિતા ધર્મેન્દ્ર ભાઇ બિઝનેસ મેન તથા માતા નર્મદાબેન હાઉસવાઇફ છે. દિલીપસિંહ જાડેજા સરનો આભાર માની પાર્થ બી. કોમ. કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી અધિકારી બનવાનો નિર્ધાર અભિવ્યક્ત કરે છે.
નિશીતા ભંડેરીને બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં અભ્યાસની તમન્ના
નિશીતા ભંડેરીએ ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૯૬ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા ભરતભાઇ બિઝનેસમેન છે તથા માતા રંજનબેન ગૃહિણી છે.પેપર આપવાની પ્રેક્ટીસનાં આધારે બોર્ડમાં સારી સફળતા મેળવી હોવાનું જણાવી નિશીતાએ સતિષ પાંભર સરનો આભાર માને છે. નિશીતા બી.બી.એ. અને ત્યાર પછી એમ.બી.એ. કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવા ચાહે છે.
દર્શનાનું લક્ષ્ય જીપીએસસી ક્રેક કરવાનું છે
દર્શના ધારવીયાએ ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૯૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ધારવીયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. દર્શનાના પિતા રમેશભાઇ બિઝનેસમેન જ્યારે માતા વનિતાબેન ગૃહિણી છે. દરરોજ ૬ કલાક મહેનતથી ઊંચું પરિણામ મેળવનાર દર્શના પોતે સતિષ પાંભર સરનો ઋણ સ્વીકાર કરે છે. દર્શના જી.પી.એસ.સી. ક્રેક કરી અધિકારી બનવાનું લક્ષ્ય ધરાવે છે.
મહેક નસીતને એમ.બી.એ. કરવાની અભિલાષા
ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૭૭ પી.આર. એવન ગ્રેડ મેળવનાર મહેક નસીત વહેલી સવારે વાંચનને આશીર્વાદ રૂપ ગણાવે છે. તેણીનાં પિતા ભરતભાઇ બિઝનેસમેન છે તથા માતા દક્ષાબેન ગૃહિણી છે.મહેક પોતાની સફળતા માટે અજય માણેક સરનો આભાર માની બી.બી.એ. તથા એમ.બી.એ. કરવાની અભિલાષા અભિવ્યક્ત કરે છે.
પાર્થ આણદાણીને સી.એ. બનવાની મહેચ્છા
પાર્થ આણદાણીએ ધો. ૧૨ કોમર્સમાં ૯૮.૭૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું નામ ઉજાળ્યું છે. નિયમિત અભ્યાસને સફળતાનું સૂત્ર લ્લજણાવી પાર્થ નિલેશ નારીયા સરના માર્ગદર્શનને ઉપકારક ગણાવે છે. પાર્થનાં પિતા હસમુખભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા ક્રિષ્નાબેન હાઉસવાઇફ છે. પાર્થ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા સંકલ્પબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial