Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

નિબંધ લખવાની સજા...

ફરી એક વખત એક મોટી દુર્ઘટના બાદ સરકારના દરેક વિભાગો આળસ મરડીને બેઠા થયા. જે બેઠા હતા એ ઊભા થયા અને જે ઊભા હતા એ દોડતા થયા.

બધાની સાથે શહેર પોલીસનો ટ્રાફિક વિભાગ પણ સક્રિય થયો.  શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા માટે ઠેર ઠેર ચેક પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા.

આવા જ એક ચેક પોઇન્ટ ઉપર, એક સગીર વિદ્યાર્થી એકદમ મોંઘી લક્ઝરીયસ કારમાં રોંગ સાઈડમાં ઘુસતા પકડાયો. સ્વાભાવિક રીતે જ તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે ગાડીના કાગળો ન હતા.  ફરજનીષ્ઠ પોલીસે તેને અટકાવ્યો અને કહ્યું, *ભાઈ, તમારે રૂપિયા ૨૦૦૦ નો દંડ ભરવો પડશે..*        *દંડ તો હું નહિ ભરુ..!* યુવકે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો.

*કેમ ? દંડ કેમ નહીં ભરે ?*

*કારણ કે મોટા માણસો ક્યારેય દંડ નથી ભરતા..*

*તો પછી મોટા માણસો છું શું કરે છે ?*

*... મોટા માણસો તો મોંઘા વકીલોની મદદથી કોર્ટમાં કેસ લડે છે, વર્ષો સુધી કેસ લડે છે. દંડની રકમ કરતાં અનેક ગણી વધુ વકીલોની ફી પણ ચૂકવે છે. અને છેવટે જ્યારે કોર્ટ કહે છે ત્યારે નિબંધ લખીને છૂટી જાય છે..*

પુનામાં જ્યારે એક સગીરે તેની લક્ઝરીયસ કાર વડે એક્સિડન્ટ કર્યો, અને તેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા. જુવેનાઇલ બોર્ડે તે સગીરને માર્ગ દુર્ઘટનાઓ અને તેના ઉપાય વિશે ૩૦૦ શબ્દનો નિબંધ લખવાની સજા કરી અને રૂપિયા ૭૫૦૦ ના જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો. રોડ અકસ્માત અને સેફટી વિશે, અકસ્માત કરનાર કરતાં વધુ સારો નિબંધ કોણ લખી શકે? છતાં લોકો સમજ્યા વગર આ વાતનો વિરોધ કરે છે. જો કે પછીથી જુવેનાઇલ બોર્ડનો આ હુકમ કોઈક કારણોસર રદ કરવામાં આવ્યો - કદાચ કોઈ ગાઈડમાંથી આ નિબંધની  બેઠી કોપી કરવામાં આવી હશે...!

જો કે નિબંધ લખવાની આ સજાનો સૌથી વધુ વિરોધ તો કવિઓએ કર્યો છે. સજા તરીકે નિબંધ જ કેમ લખવાનો ? કવિતા કેમ નહીં લખવાની ? કવિતાથી વધુ મોટી સજા કઈ હોઈ શકે ?

અહીં કવિ એક વાત ભૂલી જાય છે કે કવિતા લખવી એ કોઈ સજા નથી, પરંતુ કોઈ અન્યની લખેલી કવિતા સાંભળવી એ સૌથી મોટી સજા છે. એટલે જ આરોપીને કોર્ટે કવિતા લખવાની સજા કરી નથી. હા, ભવિષ્યમાં કદાચ કોઈ આરોપીને તેના ગુના પ્રમાણે બે પાંચ કવિતા સાંભળવાની સજા કરવામાં આવશે ખરી...!

કોર્ટે આરોપીને નિબંધ લખવાની સજા કરી તેને આપણે પોઝિટિવલી લઈએ તો આપણા ઘણાં બધા પ્રોબ્લેમ સોલ થઈ શકે. આપણી કોર્ટમાં વર્ષોના વર્ષો સુધી જે રીતે કેસ ચાલ્યે રાખે છે, તેમાં ચુકાદો ઝડપથી આવે. શક્ય છે કે આવા ઝડપી અને સરળ ચૂકાવાના કારણે આપણા ઘણાં બધા ભાગેડુ ગુનેગારો ભારત પાછા ફરે, અને તેના જ્ઞાનચતુરીનો ફરીથી આપણા દેશને અને સરકારને લાભ પણ આપે..

અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એ.આઈ. નો જમાનો છે. એ.આઈ. ના કારણે આપણા ઘણાં બધા ગાઈડ, પેપર સોલ્યુશન, સ્યોર સજેશન્સ કે પછી પીએચડીના વિદ્યાર્થીઓ ને ભાડેથી મહાનિબંધ લખી આપનારા ભાડુતી લેખકો, અત્યારે બેરોજગાર થઈ ગયા છે. શક્ય છે કે જો કોર્ટ નવી સજા આપવાની પદ્ધતિ સ્વીકારે તો આ બધા લોકોની બેરોજગારી પણ દૂર થાય..!

વિદાય વેળાએ : મહાશિવરાત્રિ પછી નાગા સાધુઓ....

અને, ચૂંટણી પછી નેતાઓ,

ક્યાં જાય છે એની ખબર પડતી નથી.......

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial