Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઐસા કોઈ સગા નહીં... જિસે ઉસને ઠગા નહીં... યે કયા હો રહા હૈ...? અબ કયા હોગા? યે સાલ કેસા હોગા?

વર્ષાઋતુના પ્રારંભે એક તરફ કેટલાક સ્થળે સારો વરસાદ પડ્યો છે પરંતુ ગુજરાતના દ્વારકા તરફના દરિયાકાંઠેથી વિશાળ પ્રમાણમાં ડ્રગ્સના કોથળા મળી આવે, લાખો રૂપિયામાં 'નીટ' ના પ્રશ્નપેપરો વેચાયા હોવાના આક્ષેપોની તપાસ મંગાય, દેશના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની પણ તીવ્ર તંગી હોય, મણીપુરના મુદ્દે હવે સંઘપ્રમુખે પણ સવાલો ઉઠાવ્યા હોય, ઈવીએમની વિશ્વસનિયતા પર એક વખત ફરીથી આક્ષેપો થઈ રહ્યા હોય, અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગુજરાતમાં અબજોના કૌભાંડના તાજા અને તમતમતા આક્ષેપો કરી રહ્યા હોય, ત્યારે બીજી તરફ સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે કે યે સબ કયા હો રહા હૈ?

રાજકીય ક્ષેત્રે થતી ઉથલપાથલોના કેટલાક ચોક્કસ સમાચારો પ્લાન્ટ થતા હોય, નેરેટીવ સેટ થતા હોય, ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક સંકુલોનો સંબંધિત કયા અહેવાલો વધુ ઉછાળવા અને કયા અહેવાલો દબાવી દેવા, તેના નીતિનિર્ધારણો પ્રત્યે અંગૂલીનિર્દેશો ઉચ્ચસ્તર સુધી થતા હોય અને પ્રચાર અને પ્રસિદ્ધિના નામે ફોલ્સ ફેફટ અને પ્રોપાગન્ડાના કારસા રચવાના પ્રયાસો કે પ્રયોગો થતા હોય, ત્યારે કોઈ પણ સાચા દેશભકતોની આંતરડી કકડતી જ હોય, પરંતુ એ પ્રકારે વિચારતા અને પોતાનું વ્યક્તિગત જીવન પણ એ જ વિચારોને અનુરૂપ જીવતા હોય, તેવા દેશ ભકતો કેટલા! આ યુગમાં અલ્પમતમાં હોય, તેને જીવ બાળવા સિવાય કાંઈ કરવાનું કયાં રહે છે, ખરુંને?

દેશમાં હજુ પણ અદાલતો, ન્યાયતંત્ર, બંધારણીય સંસ્થાઓ તથા પ્રેસ-મીડિયા દ્વારા દેશના હિતો, રાષ્ટ્રીય ભાવનાઓ તથા લોકલક્ષી તથા ન્યાયલક્ષી અભિગમો ધબકી રહ્યા છે, અને તે કારણે જ બંધારણ તથા આપણા ગૌવવંતા ભારત ની ગરિમા આજપર્યંત જળવાઈ રહી છે, અને દેશની પરિપકવ જનતા પણ ચૂંટણીઓના માધ્યમથી યોગ્ય રીતે શાસકો તથા વિપક્ષોને તેની યોગ્યતા મુજબના જ જનાદેશ આપતી રહી છે. આમ છતાં જનતાની આ સમજદારીને પોત-પોતાની રીતે મૂલ્યાંકન કરીને હજુ પણ પોતાની જ રેકર્ડ (કેસેટ) વગાડતા રહેતા એ નેતાઓએ સમજી લેવું જોઈએ કે આ દેશની જનતા પૂરેપૂરી પરિપકવ છે અને દેશની આઝાદીની તથા દેશહિતોની રક્ષા કરવા માટે પૂરેપૂરી સક્ષમ છે.

એક તરફ લોકસભાના અધ્યક્ષ કોણ થશે તેની માથાપચ્ચી થઈ રહી છે, અને બીજી તરફ મહારાષ્ટ્રમાં વિકાસ અઘાડી અને એનડીએની સ્પર્ધામાં એનડીએને મહારાષ્ટ્રની જનતાનો જનાદેશ મળશે, તેવી પ્રફુલ્લ પટેલની ભવિષ્યવાણીને ઈન્ડિયા ગઠબંધનવાળા ફગાવી રહ્યા છે, તો બીજી તરફ શિવસેના ઉદ્વવજૂથના બોલકા નેતા સંજય રાઉતે એક અલગ જ પ્રકારની ભવિષ્યવાળી કરીને સનસાટી ફેલાવી દીધી છે. તેમણે એવી ભવિષ્યવાળી કરી છે કે કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર થોડા દિવસોની મહેમાન છે, અને ટૂંક સમયમાં ગબડી પડવાની છે. તેમણે ભાજપ  પોતાના સાથીદાર પક્ષોને જ તોડી રહ્યો હોવાનું જણાવી નાયડૂ અને નિતીશકુમાર પણ થોડા સમયમાં ભાજપનો સાથ છોડી દેશે, તેવા મંતવ્ય સાથે તીખાતમતમતા પ્રહારો પણ કર્યા હતાં.

એલન મસ્કે ઈવીએમને મેનેજ કરી શકાય છે, તેવું નિવેદન આપ્યુ, જ્યારે રાહુલ ગાંધીએ ઈવીએમને બ્લેકબોકસ ગણાવ્યું, ત્યારે ભાજપની બ્રિગેડ આ બન્ને પર તૂટી પડી અને ત્યાં સુધી કહી દીધુ કે એલન મસ્કને ભારતના ઈવીએમ વિષે કાંઈ જ ખબર નથી, અને જો ઈવીએમ બ્લેકબોકસ હોય તો રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાં જીત્યા, ત્યાં શું બેલેટપેપરથી મતદાન થયું હતું કે પછી ઈવીએમ 'મેનેજ' કરવાનું તેઓ પણ શિખી લાવ્યા છે? ઘણી વખત બે બુનિયાદ આક્ષેપ સામે સવાલો ઉઠાવતા નેતાઓ વિશ્વસનિય નથી, તેવું જણાવતા નેતાઓ સ્વયં પણ એવા નિવેદનો આપતા હોય છે કે 'સેલ્ફ ગોલ' થઈ જાય, ખરું ને ? એનડીએ ના હાલના સાથીદારના પક્ષોને પોતાની આપવીતિ સંભળાવતા ભૂતકાળના સાથીદારો વ્યંગ્યમાં એવું પણ કહેતા સંભળાય છે કે 'ઐસા કોઈ સગા નહીં, જિસે ઉસને (ભાજપને) ઠગા નહીં!!?

જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આંતકવાદી ઘટનાઓ વધવા લાગી તો વિપક્ષોએ પ્રશ્ન કર્યો કે યે કયા હો રહા હૈ? જેનો જવાબ આપતા અમિત શાહે આ અંગેની એક બેઠકમાં કહ્યું કે આતંકવાદીઓ અને તેના સમર્થકોને કડક હાથે ડામી દેવામાં આવશે, ત્યારે જનતા સવાલ ઉઠાવે છે કે રાહ કોની જૂઓ છો? પીઓકે ક્યારે પાછું લેશો?

એક તરફ એલન મસ્ક અને રાહુલ ગાંધીના નિવેદનો પછી તમામ વિપક્ષી નેતાઓએ પણ નિવેદનો કર્યા, તો ચૂંટણીપંચે સ્પષ્ટપણે ભારપૂર્વક આક્ષેપોને નકારી કાઢ્યા, ત્યારે લોકોને પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અબ કયા હોગા ? એનડીએના પ્રવકતાઓ કહી રહ્યા છે કે આપણા દેશના નેતાઓને આ વિષયમાં કાંઈ પણ જાણતા નથી, તેવા વિદેશી ઉદ્યોગપતિ પર વિશ્વાસ છે, પણ દેશના એ ચૂંટણીપંચ પર નથી, જેમણે એક વખત ફરીથી તટસ્થ ચૂંટણીનું પ્રમાણ આપ્યુ છે અને વિપક્ષોને મજબૂતી મળી છે,..!

ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રાજ્ય સરકાર પર કરેલા નવા આક્ષેપો તથા રાષ્ટ્રીય રાજનીતિની સાર્વત્રિક ચર્ચા છે, પરંતુ રાષ્ટ્રીયકક્ષાએ પીવાના પાણીની સ્થિતિની વધુ ચર્ચા થઈ રહી છે. જ્યારે ગુજરાતમાં લોકો વરસાદના પડઘમ અને મેઘો મંડાયા પછી હવે ચોમાસું કેવું રહેશે, અને વર્ષ કેવું જશે, તેની વધુ ચર્ચા કરી રહ્યા છે... અને સવાલ પૂછે છે કે 'અબ કયા હોગા?'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial