Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જાયે 'તો જાયે' કર્હાં?

વરસાદમાં વિલંબ, મહારાજ ફિલ્મ હાઈકોર્ટની કલીનચીટ પછીની સ્થિતિ, કેજરીવાલના જામીનનો કેસ અને વિશ્વ યોગ દિવસની ઉજવણીના વિલંબની હેડલાઈન્સ વચ્ચે કેટલાક અન્ય કાનૂની મુદ્દા અને અદાલતી ફેસલાઓ-સુનાવણીઓ પણ જનચર્ચામાં મોખરે છે, જેમાં ગૌચરની જમીનને લઈને ઉઠેલો વિવાદ પણ સામેલ છે.

પ્રેસ-મીડિયા તથા બુદ્ધિજીવી વર્ગોમાં થતી ચર્ચાઓ મુજબ ગુજરાત સહિત દેશમાં ઔદ્યોગિક વિકાસના નામે ગૌચરની જમીન, સીઆરઝેડમાં આવતા વિસ્તારોમાં બાંધકામ, દરિયાઈ સુરક્ષા પટ્ટી અને મરીન નેશનલ પાર્કને નુકસાન કરે તેવી પ્રવૃત્તિઓને મંજુરી વગેરે વિષયો હંમેશાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.

ખાસ કરીને નદી-તળાવો તથા દરિયાને પ્રદુષિત કરતી પ્રવૃત્તિઓ જ નહીં, પરંતુ કેટલીક જાહેર આરોગ્યને પ્રભાવિત પ્રવૃત્તિઓ પણ તકલાદી તંત્રો તથા શુષ્ક શાસકોના પાપે પનપતી રહેતી હોય છે. જામનગર જેવા શહેરમાં દિવસો સુધી ઉકરડા કે ડમ્પીંગ સાઈટ સળગતી રહેતી હોય, અને તંત્રો કે શાસકોનું રૃવાડું યે ફરકે નહીં, ત્યારે સવાલ એ ઉઠે કે જાયે તો જાયે કર્હાં?

એવું કહેવાય છે કે, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જે 'પેલેસ'બનાવ્યો છે, તે સીઆરઝેડમાં હોવા છતાં તેને કેન્દ્ર સરકારની મંજુરી એટલા માટે મળી ગઈ, કારણ કે તે સમયે રાજ્યસભામાં કેટલાક બીલો પાસ કરાવવા માટે જગનમોહન રેડ્ડીની પાર્ટીના ટેકાની મોદી સરકારને જરૃર હતી, હવે ટીડીપીના ટેકા પર ટકેલી કેન્દ્ર સરકાર આ મુદ્દે ફિકસમાં મૂકાઈ ગઈ અને આંધ્રપ્રદેશનું બીજેપી યુનિટ ચૂપ થઈ ગયું!

ગુજરાતમાં પણ દરિયાકાંઠે આ જ પ્રકારની કેટલીક મંજુરીઓ અપાઈ રહ્યાની ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે, પરંતુ સૌથી વધુ ચર્ચા ઔદ્યોગિક વિકાસના નામે અથવા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના બહાને ગૌચરની જમીનો હડપ કરી લેવાની મનોવૃત્તિની થઈ રહી છે.

ગુજરાત સરકારના જ રેવન્યુ રેકર્ડને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ રાજ્યમાં લાખો ચો.કિ.મી. ગૌચરની જમીન મુંગાપશુધનના ભોગે કાં તો વેંચી મારવામાં આવી છે, અથવા તો ભાડાપટ્ટે આપી દેવામાં આવી છે. માત્ર ગૌચર જ નહીં, રાજ્યની સરકાર હસ્તકની કેટલીક જમીનો પણ આ જ રીતે વિકાસના બહાને મોટા માથાઓને ફાળવી દેવામાં આવી છે.

અહેવાલો મુજબ રાજ્યમાં એક અબજ કરોડ ચોરસમીટરથી પણ વધુ જમીન ભાડાપટ્ટે (લાંબાગાળાના) અથવા વેંચાણથી આપી દેવામાં આવી છે, જેમાં ગૌચરની ૧૮ લાખ ચોરસમીટરથી વધુ ગૌચરની જમીન, ૩૩ લાખ ચોરસમીટરથી વધુ ખરાબો તથા ૧૦૪ કરોડ ચોરસમીટર જેટલી સરકાર હસ્તકની પડતર જમીનનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ભાજપના શાસનને અઢી દાયકાથી વધુનો સમય થયો છે, તે પહેલા એટલે કે વર્ષ ૧૯૯પ સુધી રાજ્યમાં ૭૦૦ ગામડાઓ એવા હતા, જ્યાં ગૌચરની જમીન આ રીતે ફાળવાઈ જતાં કે પછી દબાણો ના કારણે ગાયબ થઈ ગઈ હતી, જે હવે સંખ્યા ચાર ગણી વધીને ર૮૦૦ ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે. વર્ષ ૧૯૯૦થી ર૦૦૦ દાયકામાં ભારતીય જનતા પક્ષ તરફી જૂવાળ હતો ત્યારે ગૌરક્ષા, ગૌવંદન, ગૌસેવા અને ગૌસંવર્ધનના ભાવનાત્મક મુદ્દાઓ ઉછળતા હતા, અને આજે પણ આ પ્રકારના મુદ્દાઓ સંસ્થાઓ તથા સંગઠનોના માધ્યમથી ગુંજતા રહે છે, પરંતુ નવાઈની વાત એ છે કે એ જ સરકારના શાસનગાળામાં જો ગૌચરની જ લાખો ચોરસમીટર જમીન કોઈને વેચાણ કે ભાડેથી પધરાવી દેવામાં આવી હોય તો પણ કોઈનું રૃવાડું યે ફરકતું નથી!

આ તો સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ ભાડાપટ્ટે કે વેચાણથી આપેલી જમીનોના આંકડાઓ હશે, પરંતુ તે ઉપરાંત ગૌચરની જમીન પર થયેલા દબાણો તથા ગેરકાયદે કબજાની ફરિયાદો પણ વધી રહી હોય તો એવું કહે શકાય કે ખાવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે, ખરી વાત છે કે ખોટી?

અહેવાલો તો એવા પણ છે કે દર વર્ષે પણ પ૦ જેટલા ગામોનું ગૌચર ઘટી રહ્યું છે એટલું જ નહીં, નવ હજારથી વધુ ગામોમાં એવાં છે, જ્યાં સો ગાયો સામે ચાલીસ એકર ગૌચરના માપદંડથી પણ ઓછું ગૌચર બચ્યું છે!

ગુજરાત હાઈકોર્ટે પણ કચ્છમાં ગૌચરની જમીન ઉદ્યોગોને આપવાના મુદ્દે તંત્રને ફટકાર લગાવી હોવાની ચર્ચા અને જગનમોહન રેડ્ડીના પેલેસની માન્યતાના મુદ્દાની ચર્ચામાં સમાનતા એ છે કે સરકારો રાજકીય હિતો માટે જનહિતોની બલી ચડાવવામાં જરાયે અચકાતી હોતી નથી, જે તે આ કિસ્સાઓમાંથી ફલિત થાય છે.

દક્ષિણ ગુજરાતના એક આઈએએસ સસ્પેન્ડ થયા પછી ગુજરાતમાં ઘણાં જમીન કૌભાંડોની ચર્ચા થવા લાગી છે, અને હવે તો આ પ્રકારના કૌભાંડો અદાલતની અટારીએ પણ પહોંચવા લાગ્યા છે.

ગુજરાતની હાઈકોર્ટે કચ્છના કલેકટર તંત્ર દ્વારા નાળ ગામના ૧૦૭ હેકટર ગૌચરની જમીન અદાણી ગ્રુપને એસઈઝેડ (સેઝ) માટે આપવાના મુદ્દે સરકાર અને કલેકટરતંત્રની જે ઝાટકણી કાઢી છે, તે જોતાં આ પ્રકારની ગોબાચારીની સિસ્ટમ હવે ખૂબ જ મજબૂત બની ગઈ હોવાનું પુરવાર થાય છે. અહેવાલો મુજબ અદાલતે ગૌચરની જમીનનો વિકલ્પ આપ્યા વિના ઔદ્યોગિક જૂથને ફાળવાયેલી જમીનના મુદ્દે થયેલી જાહેર હિતની અરજીના મુદ્દે એડિશનલ એડવોકેટ જનરલને સરકારના પ્રતિનિધિ હોવા છતાં ઉદ્યોગપતિની વકિલાત કરવાના મુદ્દે કથિત ફટકાર લગાવી હોવાનો મુદ્દો રાજકીય વર્તુળોમાં પણ પડઘાઈ રહ્યો છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે જાયે તો જાયે કર્હાં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial