ઉનાળામાં થતા ઝાડાનું કારણ, લક્ષણો અને ઉપાયો
પેટના રોગો ઉનાળાની ઋતુમાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. આયુર્વેદ ના મતે રોગ અને તેની ચિકિત્સાની યોગ્ય માહિતી લોકો તે અગત્યની છે. સમર ડાયારીયા અથવા ઉનાળામાં ઝાડા ક્યારેક અતિ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ના રૂપ પણ લેતી જોવા મળે છે જો યોગ્ય રીતે સમયસર ઉપચાર કરવામાં ના આવે.
અતિસાર જીવાણુ સંક્રમણ જન્ય પેટ નો રોગ છે જે અલગ અલગ પ્રકાર ના સૂક્ષ્મ જીવો ના સંક્રમણ ના પરિણામે જોવા મળે છે. સામાન્ય રીતે આ સંક્રમણ બેક્ટેરિયા, પ્રોટોજૂઆ, વાઇરસ, વિગેરે ના કારણે દૂષિત પાણી, અને ખોરાક અને/અથવા હાઈજીન ને યોગ્ય કાળજી ન લેવાના પરિણામે થતું હોય છે. આ કારણ ની સાથે વાતાવરણ નો પ્રભાવ ના પરિણામે પણ શરીર ના રોગ પણ થતાં જોવા મળે છે.
ઉનાળામાં થતાં ઝાડાનું કારણ
ઉનાળામાં જો કોઈ વ્યક્તિ જો યોગ્ય કાળજી વગર તડકામાં કામ કરવું પડતું હોય, અથવા ગરમીમાં અતિ પ્રમાણમાં ઠંડા પીણાંમાં ઉપયોગ કરવાથી થી અને ખોરાક નો અયોગ્ય રીતે ઉપયોગ કરવા, ખુલ્લો ખોરાક લેવો, હાથ પગને સાફ કર્યા વગર ખોરાક લેવો, અતિ ક્ષોભક ખોરાક લેવાથી અતિસાર ઝાડા નો રોગ થાય છે. રોગ ઉનાળાના પ્રભાવના કારણે થનાર શારીરિક ફેરફારના પરિણામે રોગ થતો હોય તેને સમર ડાયારીયા નામ આપવામાં આવે છે.
ઉનાળામાં અતિ પ્રમાણમાં ડિફાઇડ્રેશન ના પરિણામે શરીરમાં ફ્લુઇડ પાણી અને ક્ષાર ઇલેક્ટરોલાઇટ ઇમબેલેન્સના પરિણામે કોલન એટલે કે મોટા આંતરડામાં ઉદક ધાતુમાં ફેરફાર થવાથી મોટા આંતરડામાં સોજો આવી અને વારંવાર માલ પ્રવૃત્તિ થાય છે.
ઉનાળામાં થતાં ઝાડાનું લક્ષણ
રોગ સામાન્ય રીતે કોઈપણ પ્રકારના પૂર્વરૂપ વગર એકાએક પેટમાં દુખાવા સાથે અથવા દુખાવા વગર, દ્રવ રૂપ મલની પ્રવૃત્તિ થાય છે. જો રોગ ગંભીર લક્ષણ વાળો હોય, વૃદ્ધ, અન્ય રોગ ગ્રસિત, લો ઇમ્યુનિટીના લોકોમાં ગંભીર લક્ષણ જોવા મળે. જો રોગી મધ્યમ બલ ધરાવતો હોય તો સામાન્ય રીતે લક્ષણ અતિ ગંભીર જાણતા નથી. રોગી ને વારવાર પાણી જેવા ઝાડાની સાથે. પેટનો દુખાઓ, પાચ્ય વગરનો ખોરાક, મળમાં ચીકાશ આવવી, ભૂખ ના લગાવી, ટોઇલેટ વારંવાર જવા છતા પણ પેટ બરાબર રીતે સાફ નથી થતું લેવું લાગવું, શરીરા અને ગાત્રો ભારે લાગવા, ઉત્સાહ ન જણાવો, ક્યારેક તાવનું લક્ષણ પણ જોવા મળે છે.
ઉનાળામાં થતાં ઝાડાની આયુર્વેદ ચિકિત્સા
અતિ ગંભીર અવસ્થાને બાદ કરતાં રોગ બેભાન હોય, સતત પાતળો ઝાડો થતો હોય, નાડી ગતિ મંદ પડે, બ્લડપ્રેશર ઓછું થાય, હાથ પગ ઠંડા પાડવા, વિગેરે જો જાણાય તો રોગીને ઇમરજન્સી ટ્રીટમેન્ટ ની જરૂરિયાત ઊભી થઈ શકતી હોય. તે સિવાયના રોગીમાં આયુર્વેદની ટ્રીટમેન્ટથી વધુ લાભ થવાની સંભાવના રહે છે. આયુર્વેદ ચિકિત્સાક રોગી ની પરીક્ષા કરી કુટજ, હિંગવાષ્ટક, શિવાક્ષાર પાચન, સંજીવની વટી, ચિત્રકાદી ગ્રહણી કપાટ, કર્પૂર રસ, આનદભૈરવ રસ, ખસખસ, પાપાવર વિગેરે નો ઉપયોગ કરાતા હોય છે.
ઉનાળામાં થતાં ઝાડા રોકાવાના ઉપાય
રોગ ને મટાડાવા કરતાં રોગ ને ઉત્પન્ન ન થવા દેવો વધુ ઉપયોગી છે. સમાર ડાયારીયાને રોકવા પાણી ઉકાળી ને લેવું, ચાઇલ્ડ વોટર બેવરેજીસ ના લેવા, થર્મલ શોક થી બચવું, તડકા થી બચવું, પાણી વાળ ફાળો ખાવા, ગુલાબ નું પાણી, સુખડનું પાણી, મુસ્તાનું પાણી લેવું, કાળી દ્રાક્ષનું પાણી લેવું. વીગેરે ઉપાય કરી શકાય. રોગ ન થાય તેના માટે આયુર્વેદ દવા આયુર્વેદ ચિકિત્સક ની સલાફ પ્રમાણે પ્રોફાયલેટિક પ્રવેન્ટીવ દવા નો પણ ઉપયોગ કરી શકાય.
ઉનાળામાં થતાં ઝાડામાં સલાહ
જો પેટ માં દુખાવા સાથે વારંવાર મળ પ્રવૃત્તિ થાય તો આયુર્વેદ ચિકિત્સાક નો સંપર્ક કરી યોગ્ય દવા નો ઉપયોગ કરવો. ઝાડા નો યોગ્ય ઈલાજ કરવામાં ના આવે તો તેના પરિણામે ક્રોનિક કોલાઇટીસ ની તકલીફ થવાની શક્યતા વધુ રહે છે. વધુ માહિતી અને ચિકિત્સકીય અભિપ્રાય માટે આયુર્વેદ ચિકિત્સક અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરી શકો.
ડો. નિશાંત શુકલ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial