Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સિમ્બોલિક નહીં, લોકલક્ષી મુદ્દા ઉઠાવો... સેંગોલની સટાસટી, શિક્ષણ ક્ષેત્રની વરણી વાસ્તવિકતા...

ભારતે ટી-ર૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચ જીતી લીધી છે અને હવે ર૯ મી જૂને દ.આફ્રિકા સાથે ફાઈનલ મેચ રમવાની છે. આ સમાચાર સવારથી જ મોખરે રહ્યા છે, તો બીજી તરફ જામનગર, હાલાર સહિત ગુજરાતમાં મેઘવૃષ્ટિ તથા આગાહીઓની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. આ દરમિયાન રાજકીય ક્ષેત્રે એક વાત એવી વહેતી થઈ રહી છે કે નીતિશકુમાર એક વખત ફરીથી પલટી મારીને ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જશે, અને તે પછી એનડીએમાં ક્રમશઃ ભંગાણ પડતા થોડાક મહિનામાં જ મોદી સરકાર લઘુમતીમાં મુકાઈ જશે, અને રાહુલ ગાંધીનો પી.એમ. બનવાનો માર્ગ મોકળો થઈ જશે.

જો કે, ગઈકાલથી સંસદમાંથી સેંગોલને હટાવીને ત્યાં બંધારણની પ્રતિકોપી મૂકવાની માંગણી જોર પકડી રહી છે. સમાજવાદી પાર્ટીના એક સંસદસભ્યે આ માંગણી ઉઠાવ્યા પછી તેને વિપક્ષી નેતાઓનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. અને ઈન્ડિયા ગઠબંધન તરફથી સંયુકત પ્રસ્તાવ સંસદમાં રજૂ થયા પછી તેના પર સરકારે પણ ગંભીરતાથી વિચારવું પડશે.

આ દરમિયાન સેંગોલને કોઈ રાજદંડ ગણાવી રહ્યું છે, તો કોઈ ધર્મછડી ગણાવે છે કોઈ તેને હિન્દુ સંસ્કૃતિ સાથે સાંકળી રહ્યું છે, તો કોઈ સેંગોલને ન્યાયનું પ્રતીક ગણાવે છે. સેંગોલને તામિલનાડૂની ભાવનાત્મક સંસ્કૃતિ સાથે જોડવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે સંેગોલ મ્યુઝીયમમાંથી ખસેડીને નવી સંસદમાં અધ્યક્ષની સીટ પાસે જ ગોઠવવાની શું જરૂર હતી? એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે સેંગોલ સંસદમાં ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે પણ વિરોધ પ્રતિકાત્મક જ થયો અને આટલી બધી તીવ્રતાથી મુદ્દો કેમ ન ઉઠાવાયો?

ઘણાં લોકો એમ કહે છે કે જો આ 'સંેગોલ' રાજાશાહી કે સરમુખત્યારીનું પ્રતીક હતું, દંડ કરનારું હતું કે લોકતંત્ર વિરોધી હતું તો અંગ્રેજો પછી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ સ્વીકાર્યું જ શા માટે ?

વિપક્ષના નેતાઓ તેના જવાબમાં કહે છે કે સત્તા હસ્તાંતરણના પ્રતિક સમુ આ સેંગોલ ભારતીય સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલું હોવાથી પંડિત નહેરૂએ તે સ્વીકારી તો લીધું, પરંતુ મ્યુઝીયમમાં રાખ્યું હતું, પરંતુ પી.એમ. મોદીએ તેને સંસદમાં શા માટે રાખ્યું? દેશ બંધારણથી જ ચાલતું હોવાથી ત્યાં ખરેખર તો બંધારણની પ્રતિકૃતિ જ શોભે.

બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે આ સંેગોલને શાસન કે સત્તાનું પ્રતીક ગણી લઈએ, તો પણ તેને એ સંસદમાં ગોઠવ્યું છે, જ્યાં દેશભરના જનપ્રતિનિધિઓની દેશની સૌથી મોટી પંચાયત બેસે છે અને તેનું સંચાલન લોકસભાના અધ્યક્ષ કરે છે, તેથી સત્તાનું આ પ્રતીક સંસદમાં ગોઠવાયું હોવાથી તે લોકોની સત્તાનુ જ પ્રતીક બન્યુ છે, જો આ સેંગોલને વડાપ્રધાને પોતાની ઓફિસ (પીએમઓ)માં સ્થાપિત કર્યું હોત તો વિપક્ષોનો વિરોધ વાજબી હતો, પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરતી સંસદમાં આ સેંગોલ ગોઠવાયો હોય તો તેમાં વાંધો શું છે?

કેટલાક તટસ્થ લોકો વચલો માર્ગ કાઢવાની સલાહ આપી રહ્યા છે અને સેંગોલને યથાવત રાખીને અધ્યક્ષની ખુરશીની બીજી બાજુ અથવા સંસદના મોટા ગૃહ રાજ્યસભામાં ચેરમેનની બેઠકની જમણી બાજુ બંધારણની નકલ (પ્રતિકૃતિ) ગોઠવીને આ મુદ્દો સર્વસંમતિથી ઉકેલવાની હિમાયત કરી રહ્યા છે.

સેંગોલનો મુદ્દો ઉઠાવીને હકીકતે ઈન્ડિયા ગઠબંધને સરકારને મહત્ત્વના અન્ય મુદ્દાઓ સામે ઢાલ આપી દીધી છે, તેવું માનનારો વર્ગ જણાવે છે કે વિપક્ષોએ 'નીટ' અને બેરોજગારી, અગ્નિવીર, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવી જોઈએ, જે સીધી રીતે સામાન્ય જનતાને સ્પર્શે છે. જો કે, આજે 'નીટ'નો મુદ્દો તો સંસદના ગલીયારાઓમાં+ધ ગુંજ્યો છે, અને અન્ય મુદ્દે પણ સંગઠીત વિપક્ષો સરકારને ઘેરવા જઈ રહ્યા છે, ત્યારે તેની સામે ભાજપે કોટકટિનો મુદ્દો ઉઠાવીને પ૦ વર્ષ પૂરા થયા હોવાના બહાને ઈન્ડિયા ગઠબંધનમાં પણ તીરાડ પાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે સેંગોલના મુદ્દે હવે શું થાય છે, તે જોઈએ...

વાસ્તમાં સિમ્બોલિક મુદ્દાઓના બદલે પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને સરકારને ઘેરવી જોઈએ, તેવો મહત્તમ લોકમત જણાય છે.

ગુજરાતમાં તો શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને આજે તેનો છેલ્લો દિવસ છે. રાજ્યની કેટલીક સરકારી શાળાઓ સારૃં શિક્ષણ આપતી હોય અને ખાનગી સ્કૂલોને ટક્કર મારતી હોય, તો તે આવકારદાયક છે, પરંતુ તેની વ્યાપક પ્રસિદ્ધિ કરીને તેની આડમાં રાજ્યના મહત્તમ વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષા કક્ષા સુધીના સરકારી શિક્ષણની બદતર સ્થિતિ, ખુટતી સુવિધાઓ તથા શિક્ષકો-પ્રોફેસરોની ઘટ તથા અનિયમિતતાઓ વરવી વાસ્તવિકતા છુપાવાઈ રહી હોવાના આક્ષેપો પણ થતા હોય છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે સૌ સાથે મળીને હકીકતમાં શ્રેષ્ઠ પ્રયાસો કરીએ તો કેવું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial