Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હળવે હૈયે....

આ વર્ષે ઉનાળામાં ગરમી બહુ પડી, દુનિયા આખીમાં. પાછલી એક બે સદીમાં માણસ જાતે પર્યાવરણનું જે નખ્ખોદ વાળ્યું છે,  તેના ખરાબ પરિણામ હવે દેખાઈ રહ્યા છે. પૃથ્વીનું વધતું તાપમાન દર વર્ષે નવા નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

ભારતમાં તો આ વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ હતી. એક તરફ પ્રકૃતિનો કોપ, અને બીજી તરફ આખા દેશમાં ચૂંટણીની ગરમી.

અને ચૂંટણી પૂરી થતાં જ આજે વાતાવરણમાં ઠંડક આવી, અને આમ આદમીને માનસિક શાંતિ પણ મળી. મેં પણ રાજકારણના કાદવમાંથી બહાર નીકળીને કશુંક સકારાત્મક કરવાનું  નક્કી કર્યું. અને તેની શરૂઆત ઘરેથી જ કરવાનું નક્કી કર્યું.

મને યાદ આવ્યું કે છેલ્લા પચ્ચીસ વર્ષથી મારા વાઇફની એક ફરિયાદ રહી છે કે, હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો....ખુલ્લી જ મૂકી દઉં છું...!!

હવે આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ છે, એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું...!!

એટલે હવે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરવાનું શરૂ કર્યું, એવી આશા સાથે કે પત્નીએ મારા સુધર્યાની નોંધ લીધી હશે....

હું તો એના સીંપલ થેંક્સની રાહ જોતો હતો....!!

ત્યાં જ એણે રસોડામાંથી બુમ પાડી અને પુછ્યું,

*હમણા ચાર-પાંચ દિવસ થી સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતા...?!!*

આટલું સાંભળતા જ મને કે પરમ સત્ય સમજાઈ ગયું કે હવે સુધારવાની આપણી ઉંમર નથી, અને સુધરવાથી કોઈ ફાયદો પણ થવાનો નથી..!!

થોડા દિવસો બાદ બીજું એક આશ્ચર્ય જોવા મળ્યું. અમારા નવા પડોશી ડો. રાજનની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા *રીસ્ટબૅન્ડ સ્ટેપ કાઉન્ટર*  પર પડી.

મેં હસીને પૂછ્યું, * અરે , તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં  થઈ જશે! *

ડાહી દીકરીએ જવાબ આપ્યો, * આ રીસ્ટબૅન્ડ સ્ટેપ કાઉન્ટર તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે એ મને પહેરાવી દે, સાંજે પપ્પા આવશે ત્યારે એને બતાવશે કે એ પોતે આજના કેટલા સ્ટેપ્સ ચાલી !*

*તારી મમ્મી શુ કરે છે?* મેં તેને વધારે પૂછ્યું તો તેણે એકદમ નિર્દોષતાથી જવાબ આપ્યો, *એ પાણી૫ૂરી ખાવા ગઈ છે, એક્ટિવા લઈને.*

આને કહેવાય *શેઠની શિખામણ ઝાંપા સુધી* ડોક્ટરની સૂચનાનું કેવી રીતે પાલન કરાય તેનું મને પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું.

અમદાવાદીઓને તો આવું બધું પ્રેક્ટીકલ જ્ઞાન ગળથૂથીમાંથી મળેલું હોય છે. આવો જ એક અનુભવ વિનોદ ભટ્ટને પણ થયેલો.

બનેલું એવું કે લાભ શંકર ઠાકર ગુજરી ગયા ત્યારે બધા સ્મશાને વિનોદ ભટ્ટની રાહ જોતા હતા. વિનોદ ભટ્ટ રિક્ષામાંથી ઉતર્યા અને રિક્ષાવાળા સાથે થોડી બબાલ કરતાં હતા.

ભાગ્યેશ જહા ત્યાં પહોંચ્યા અને બોલ્યા, *ચાલો ચાલો જલદી કરો બધા રાહ જુએ છે.*

તો વિનોદ ભટ્ટે કહ્યું, *પણ રિક્ષાવાળો કેવા સવાલ કરે છે, તે મને પૂછે છે કાકા, પાછા આવવાના છો ને ?!!*

વિદાય વેળાએ :-- એક કન્ફ્યુઝન છે કે, *જ્યારે પહેલી ઘડિયાળ બની ત્યારે કેટલા વાગ્યા છે એ કોને ખબર હતી ?!!*

- ભરત પાટલીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial