Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આષાઢસ્ય પ્રથમ દિવસે...

આ વર્ષે ઉનાળો બહુ જ આકરો રહ્યો. યુરોપ અમેરિકા સહિત દુનિયાભરમાં વધતી ગરમીએ પાછલા કેટલાય વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા. કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં પણ માણસોને લૂ લાગવાના કિસ્સા નોંધાયા.

આવી કાળઝાળ ગરમીમાં જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણા શુભચિંતક મિત્રો (!) આપણને એક સલાહ ચોક્કસ આપે છે કે, *જો ભાઈ, ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે માટે પાણી વધારે પીતો રહેજે, થોડું ઓછું જમજે, અને ખાસ તો તડકામાં જા ત્યારે આખું માથું ઢાંકજે,  કારણ કે ભુસામાં આગ ઝડપથી લાગે છે..!!!*

 આ ગરમીના દિવસો પણ પૂરા થયા અને ચોમાસાનું આગમન થયું. ગરમીની જેમ જ વરસાદ પણ મુશળધાર ચાલુ થઈ ગયો. મેં દેશભરના વરસાદના સમાચાર જોવા માટે ટીવી ચાલુ કર્યું.

ટીવીની ગુજરાતી સમાચારની ચેનલ પર બ્રેકિંગ ન્યુઝ આવતા હતા કે, *અત્યારે દેશભરમાં ભારે વરસાદ ચાલુ છે. અલગ અલગ જગ્યાએ વીજળી પડવાને કારણે સાત માણસોના મોત થયા છે.. *

*... અને આ ભારે વરસાદમાં છોકરીઓના મેકઅપ ધોવાઈ જવાને કારણે ૨૧ છોકરાઓના મોત થયા છે..!!*

ટીવીની ગુજરાતી ચેનલમાંથી જ ગુજરાતી પ્રજાને પીડા આપતા સમાચાર ગાયબ હતા દા.ત. જામનગર શહેરમાં અનેક જગ્યાએ મ્યુનિસિપાલિટીએ જ ખોદીને અધૂરા છોડી દીધેલા રોડ, અમદાવાદમાં ઠેક ઠેકાણે પડેલા મોટા મોટા ભુવા -- એવડા મોટા કે તેમાં આખેઆખી કાર સમાઈ જાય ! આ બધું છોડીને ટીવીના કેમેરામેનો તો મુંબઈના મરીન લાઈન્સ ઉપર પહોંચી ગયા હતા -- આવા ધોધમાર વરસાદમાં સેલ્ફી લેતી સુંદરીઓના ફોટા લેવા... હવે ટીવીના આ ચાંપલા એન્કરો અને કેમેરામેનોને કોણ સમજાવે કે આવા વરસાદમાં જ્યારે  બધો જ મેકઅપ ધોવાઈ જાય ત્યારે કઈ સુંદરી પોતાની સેલ્ફી લે ?!

વરસાદ જેવો પૂરો થયો કે તરત જ કોર્પોરેશનને યાદ આવ્યું કે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ખાડા ખોદેલા છે. ત્યારબાદ ખાડા પુરાયા, અલબત્ત માટીથી. અને બીજે દિવસે કોર્પોરેટર અમારા મહોલ્લામાં દેખાયા, અને બોલ્યા, *બધું બરાબર છે ને ? કશી તકલીફ તો નથી ને ?*

મેં તેમને એટલું જ કહ્યું કે, *તમે દર મહિને આ રીતે દરવાજે પૂછવા આવો તો ચૂંટણી વખતે ઢોલ-નગારા વગાડી ને પ્રચાર કરવો ન પડે... ચૂંટણી પછી તો ક્યાં ખોવાઈ જાવ છો તેની ખબર પડતી નથી..*

વરસાદના આ દિવસોમાં નટુ એકવાર ઘરે હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. હવે વરસાદમાં બહાર તો જઈ શકાય એમ નહોતું એટલે તેણે શ્રીમતીજી ને કહ્યું, *જોને, મને છાતીમાં દુઃખે છે, ડોક્ટર ને ફોન કર.*

શ્રીમતીજીએ પૂછ્યું, *તમારા ફોનનો પાસવર્ડ શું છે?*

પાસવર્ડ શબ્દ સાંભળીને ભડકેલા નટુએ કહ્યું, *રહેવા દે, હવે સારું લાગે છે. વરસાદ બંધ થાય એટલે આપણે જ ડોક્ટર પાસે જઈ આવશુ..!!*

નવા નવા થયેલા લગ્ન અને મોસમનો પહેલો વરસાદ, બંને વચ્ચે ઘણી બધી સમાનતા રહેલી છે. પહેલા પહેલા વરસાદની સાથે જ આવે માટીની મહેક, વાતાવરણમાં ઠંડક, વગેરે વગેરે. પરંતુ એકવાર વરસાદ બંધ થાય પછી તો ચારે બાજુ કિચડ - કિચડ. એવું જ બધું નવા નવા લગ્નમાં પણ થાય. અને એકવાર આ લગ્નનો નશો ઉતરે પછી તો કાયમ કિચ-કિચ, કિચ-કિચ.

વિદાય વેળાએ : બાજી હવે હું થોડી અનોખી રમી લઉં છુ,

કોઈને હરાવ્યા વિના જ જીતી લઉં છું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial