Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શેર બજાર

એક સાચા ગુજરાતીને સવાર સવારમાં બે વસ્તુ તો જોઈએ જ - એક કડક મીઠી ચા અને આજનું છાપુ. ચાની ચુસકી લેતા લેતા જ અમથાલાલ અમદાવાદીએ પોતાનું આજનું ભવિષ્ય વાંચ્યું. અમથાલાલની રાશિમાં લખ્યું હતું કે *તમારા રોકાયેલા પૈસા આજે પાછા મળવાના ચાન્સ છે..*

અને આ ભવિષ્યકથન બિલકુલ સાચું પડ્યું --- અમથાલાલે શેર બજારમાં આઇપીઓમાં કરેલી બધી જ અરજીઓ પાછી આવી - એક પણ શેર ન લાગ્યા..!

આજ દિવસ સુધી અમથાલાલે ફક્ત વેપારમાં જ ધ્યાન દીધું છે. વેપાર સિવાયની કોઈ ઝંઝટ તેને ગમે જ નહીં ને. દુનિયા આખી ગમે તેટલી દોડાદોડ કરે પરંતુ અમથાલાલને તો, *તે ભલા અને તેનો વેપાર ભલો.* તેના જીવનમાં કોઈ જ ટેન્શન ન હતું.

પરંતુ કોરોના કાળ પછી શેરબજાર જે રીતે એકધારૂ વધ્યું, તેનાથી અમથાલાલને પણ શેર બજારમાં ઝડપથી કમાઈ લેવાની ઈચ્છા થઈ. તેને પણ ખુજલી ઉપડી, અને તેમણે એક ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું.

બસ પછી તો પૂછવું જ શું ? આજ સુધી બિલકુલ ટેન્શન મુક્ત રહેલા અમથાલાલને દુનિયાભરના ટેન્શન સતાવવા લાગ્યા. શેરબજારને અસર કરતી દરેક વાત પહેલા અમથાલાલને અસર કરે પછી શેરબજારને.  હવે અમથાલાલને ચૂંટણીનું ટેન્શન, રશિયા - યુક્રેન કે આરબ - ઇઝરાયેલ યુદ્ધનું ટેન્શન, ભારત સરકારના બજેટનું ટેન્શન,  અમેરિકાની બેંકો દ્વારા વધઘટ થતા વ્યાજના દરનું ટેન્શન, બગડતા પર્યાવરણનું ટેન્શન, ઇન્કમટેક્સનું ટેન્શન...

શેરબજારને કારણે વધેલા આ ટેન્શનની અસર અમથાલાલના વેપાર પર પણ પડી. શેરબજાર તો વધ્યું પરંતુ તેમનો વેપાર ઘટ્યો. આ બધા વધેલા ટેન્શનને કારણે અમથાલાલનું બીપી અને સુગર પણ વધી ગયું. અને તેના કારણે એક નવું ટેન્શન ઊભું થયું -- ડોક્ટરના વધેલા બિલનું ટેન્શન...!!!

શેરબજારનું એક સનાતન સત્ય છે કે, *માણસ હોય કે માર્કેટ, છેવટે તો બધાએ ઉપર જ જવાનું છે..!* આ સત્ય તો દરેક માણસને અનુભવે જ સમજાય છે.

માણસ પોતાના જીવનમાં સતત શોર્ટકટ શોધતો રહે છે, ખાસ કરીને જિંદગીમાં સફળતા મેળવવાનો શોર્ટકટ.  આ શોર્ટકટ એટલે શું ? સામાન્ય માણસ માટે તો શોર્ટકટ એટલે ઓછી મહેનતે અને ઝડપથી સફળતાની સીડી ચડવી. પરંતુ આ દુનિયાનું સનાતન સત્ય તો એ છે કે પરિશ્રમ વગર પારસમણિ મળતો નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે *સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન નહાય.*

અને એટલે જ કોઈક ફિલોસોફરે શોર્ટકટની વ્યાખ્યા આપતા કહ્યું છે કે, *શોર્ટકટ એ તો બે બિંદુઓ વચ્ચેનું લાંબામાં લાંબુ અંતર છે..!*

શેર બજારમાં સતત શોર્ટકટ અપનાવતા રહેલા એક ભાઈને માથે રૂપિયા દસ લાખનું દેવું થઈ ગયું, એટલે તેણે આપઘાત કરવાનું વિચાર્યું અને ૧૦ મા માળેથી ઝંપલાવ્યું, પણ બી એમ ડબલ્યુ ઉપર પડ્યા એટલે બચી ગયા.

હવે આજે તેના ઉપર રૂપિયા એક કરોડ દસ લાખનું દેવું છે..!!

વિદાય વેળાએ : જ્યોતિષે કીધું હતું "તમારે ડૂબવાની    ઘાત છે."

જ્યોતિષીની આ વાત સાંભળીને તે માણસ આખી જિંદગી તળાવ, નદી, દરિયા અને ઈશ્કથી પણ દૂર રહ્યો...  પરંતુ છેવટે તે શેરબજારમાં ડૂબ્યો...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial