Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શ્રાવણી સ્પેશિયલ

ફરી એક વખત પવિત્ર શ્રાવણ માસ આવ્યો.

એટલે કે આપણા સૌની પાચનશક્તિની કસોટી કરતો સમય આવ્યો. છેલ્લા ઘણા વખતથી સતત પડી રહેલા વરસાદના કારણે આપણી પાચનશક્તિ  પણ નબળી પડી ગઈ હોય છે, અને એ જ સમયે આપણા જમવાની થાળીમાં સાદા ભોજનની જગ્યા વિવિધ પકવાનો લઈ લે છે.

શ્રાવણ માસનો સમય જ એવો છે કે  ખાઉધરા માણસોએ પણ લોકલાજે ઘણી વખત ઉપવાસ -  એકટાણા કરવા પડે છે. અને આ સમયે જ આપણા જમવાના રેગ્યુલર મેનુમાંથી અનેક વાનગીઓને ધકેલીને તેની જગ્યાએ બટેકાની વિવિધ વાનગીઓ ગોઠવાઈ જાય છે.

'પહેલું સુખ તે જાતે નર્યા'માં માનતો આજનો માણસ છેલ્લા છ આઠ મહિના થયા કોઈ કઠિન તપસ્યાની જેમ, સખત ડાયટિંગ કરીને માંડ પોતાનું વજન ઘટાડે છે, ત્યાં શ્રાવણ મહિનો આવી જાય છે, અને તેનો આખો ડાયટ પ્લાન વેર વિખેર થઈ જાય છે. આઠ મહિનાના ડાયટિંગથી ભાઈએ (કે પછી બહેને) માંડ પોતાનું વજન બે કિલો ઘટાડ્યું હોય ત્યાં શ્રાવણ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો તેનું વજન ૫ - ૬ કિલો વધી જાય છે. મહિનો આખો બટેકાની વિવિધ વાનગીઓ ખાઈ ખાઈને, એ ભાઈ કે બહેન ખુદ બટેકા જેવા બની જાય છે..!

વર્ષો પહેલા તો બટેટાની ૧૦-૧૨ વાનગીઓ બનતી, અને આવી વાનગીઓ ઝાપટી ને પછી મેળામાં ખૂબ રખડતા. મેળાની આ રજળપાટના કારણે બધું જ પચી જતું અને ન તંદુરસ્તીના પ્રોબ્લેમ ઊભા થતા કે ન તેમનું વજન વધી જતું.

પરંતુ ત્યારબાદ મોબાઈલનો જમાનો આવ્યો. સમય જતા મોબાઇલ ફોન સ્માર્ટ બન્યા, અને સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો. વોટ્સએપ, ફેસબુક આવ્યા. અહીં સુધી તો બધું બરાબર હતું. અને પછી આવ્યું યુટ્યુબ. અને એ સાથે જ આપણા જમવામાં સીધી અસર જોવા મળી. યુટ્યુબ પર દરેક વ્યક્તિ પોતાની અલગ અલગ વાનગીઓ મૂકવા લાગી. પણ એ સાથે જ મોબાઈલનું સ્થાન ડ્રોઈંગ રૂમમાંથી બદલીને કિચનમાં આવી ગયું. યુટ્યુબમાં જોવા મળતી ઘણી બધી વાનગીઓના પ્રયોગ આપણા રસોડામાં થવા લાગ્યા. અને આ રીતે બનેલી નવી વાનગીના પ્રથમ અખતરા આપણી ઉપર થવા લાગ્યા... પરિણામે આપણી તબિયત બગડવા લાગી, અને આપણી ડોક્ટરની વિઝીટ વધી.

શ્રાવણ મહિનામાં દવાખાનામાં વધતી ભીડ અને તેની સાથે જ વધતી ડોક્ટરોની તંદુરસ્તી જોઈને મને તો થાય છે કે યુટ્યુબ ઉપર વાનગીઓની નવી નવી રેસિપી શીખવતા રીલ, ડોક્ટરો જ મુકતા હશે..!!

આ રીતે રોજ રોજ યુટ્યુબ જોઈને નવી નવી વાનગી બનાવતી પત્નીને એકવાર તેના પતિએ કહ્યું કે, "આજે હું યુટ્યુબ પરથી ઘણું શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હું કરી આપીશ.

પત્ની કહે, "એવા ખોટા અખતરા ન કરતા. એમ વીડીયો જોયે કાંઇ ન આવડે હો!"

પતિ કહે, "તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?"

વિદાય વેળાએઃ પતિઃ "તને ખબર છે ને કાલે મારો મોબાઇલ ખોવાઈ ગયેલો ?"

પત્નીઃ "હા, હા, ખબર છે ને..."

પતિ : "અને હું મારા જ મોબાઇલની ટોર્ચ ઓન કરીને મારો મોબાઇલ ગોતતો'તો બોલ...!!!"

"તમે પણ ગજબ છો હો.." પત્ની બોલી, અને પછી હસતા હસતા પૂછ્યું," પરંતુ એ તો કહો કે તમારો મોબાઈલ મળ્યો કે નહીં...? !!"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial