પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓનો પ્રતિભાવ
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં આવેલ કાકાભાઈ સિંહણ ગામના લાભાર્થી કમાભાઈ ગાંગાભાઈ ડોરુંનો ૧૦ વ્યક્તિનો પરિવાર. પતિ, પત્ની બે પુત્રો અને તેમના પરિવાર સાથે જુના ફળિયા વિસ્તારમાં નળિયાવાળા કાચા મકાનમાં રહેતાં. કમાભાઈ તેમજ તેમનાં પુત્રો છુટક મજુરી કામ કરે. બન્ને પુત્રોને પત્ની અને બે પુત્રોનો પરિવાર. આ કાચા મકાનનો ઘણો ભાગ વર્ષો પહેલાં વાવાઝોડામાં પડી ગયેલો, રહેવા માટે લાયક ન હોવા છતાં આ તુટેલા મકાનમાં રહેવા સિવાય કોઈ આરો નહોતો. વરસાદમાં, પવનોમાં અને ઠંડી, ગરમીમાં આધાર ન મળે, તો શૌચાલય કે બાથરૂમની તો વાત જ ક્યાંથી હોય? આવી પરિસ્થિતિમાં વર્ષો વિતતાં હતાં.
પરિવારને રહેવા માટે ઘર તો નહોતું પણ પાકું ઘર બનાવવાં માટે જમીન પણ ન હતી. છેવાડાનાં માનવીને યોજનાકીય સહાય દ્વારા પગભર કરીને તેને વિકાસયાત્રામાં જોડવાની સરકારશ્રીની નીતિ અને નિયતને લીધે તેમના પરિવારની વ્હારે સરકાર આવી. તેમને ઘરથાળ યોજના અંતર્ગત ગામનાં ભરવાડવાડા વિસ્તારમાં ૯૦૦ ચોરસ ફુટ જમીન ફાળવવામાં આવી. વધુમાં તેના પર ઘર બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય યોજનાઓ અંતર્ગત ઘર બાંધવા માટેની ૧.૫ લાખ જેટલી સહાય મંજૂર કરવામાં આવી.
લાભાર્થી કમાભાઈ ડોરું પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે, અત્યાર સુધી કોઈ અમારી સંભાળ લેવા આવ્યું નહોતું. અમારી સહાય કરીને પ્લોટ આપવા અને ઘરનો આધાર બનવવા સહાય આપવા માટે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
તેમનાં પુત્ર પ્રવિણભાઈ જણાવે છે કે, આ ઘર બનાવવાં માટે પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ, મનરેગા, શૌચાલય માટેની સહાય મળીને દોઢ લાખ જેટલી સહાય અલગ અલગ હપ્તાઓમાં મળી છે. આ સહાયથી અમે બે રૂમ, રસોડૂ અને ઓસરીનું મકાન બાંધ્યું છે. બાથરૂમ અને શૌચાલય બનાવ્યાં છે. પહેલાં વરસાદ, ઠંડી-ગરમીની ઋતુમાં તકલીફો પડતી, હવે પાકું મકાન આપીને સરકારે સુખી કરી દિધા છે. વરસાદનો અને પવનોથી ઘર પડવાની ચિંતા મટી છે. ઘરનાં મહિલાઓને વ્યવસ્થિત રસોડું તેમજ શૌચાલયની સુવિધા મળી છે. બાળકોને ભણવા માટે પણ હવે સગવડતા છે. આ ૧૦ વ્યક્તિના પરિવારને રહેવા માટે આધારરૂપ પાકું ઘરનું સ્વપ્ન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી હકીકત બન્યું. પાકાં મકાનમાં રહેવા મળતાં સમગ્ર પરિવારને જાણે એક આધાર અને આગળ વધવા નવો જુસ્સો મળ્યો.
પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં પરિવારો કે જે ઘરવિહોણાં છે, અથવા કાચા ઘરમાં રહે છે, તેઓને પાકું મકાન બનાવવા માટે સહાય આપીને વિકસિત ભારત માટે "હાઊસિંગ ફોર ઓલ" ના સ્વપ્નને સાકાર કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે ગ્રામ પંચાયતમાં તલાટી કે વી.સી.ઈ.નો સંપર્ક કરીને અરજી કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial