Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કોણે કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણી એટલે તાબૂતમાં છેલ્લો ખીલો?.. પાંચ પ્રશ્નોની પ્રશ્નાવલિ કોની ? નગરથી નેશનલ, ઈન્ટરનેશનલ ઘટનાક્રમો...

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનની મૂલાકાત તથા અન્ય વૈશ્વિક પ્રવાહો વચ્ચે દેશની રાજનીતિ પણ ગરમાઈ રહી છે, તો બીજી તરફ જામનગરમાં કેટલાક માર્ગો પહોળા કરવાની કાર્યવાહી તથા ડી.પી. કપાતને લઈને લોકલ પોલિટિકસમાં પણ હલચલ જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સરકારી કમિટી મંદિર સંકુલના વિકાસનો પ્રોજેકટ અને ગગનચૂંબી પ્રતિમાનો આખો પ્રોજેકટ કદાચ પંચકૂઈના ત્રિકોણીયા ભૂભાગ પર જ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધશે, તેવી વાતો વહેતી થઈ છે, જ્યારે જવાહર ચાવડા ફેઈમ આંતરિક વિવાદે પણ સારી એવી ચર્ચા જગાવી છે.

દ્વારકાના વિકાસની વાતો બે-અઢી દાયકાઓ પહેલા શરૂ થઈ હતી, તે જ સમયથી મહાભારતકાળ સાથે સંકળાયેલા પિંડતારક એટલે કે પીંડારાના વિકાસની વાતો પણ શરૂ થઈ હતી, આ પૌરાણિક, ઐતિહાસિક અને વર્તમાન યુગમાં પણ વિવિધ પ્રકારનું મહત્ત્વ ધરાવતું સ્થળ રિલિજયસ પિલગ્રીમ પ્લેસ તરીકે વિકસાવી શકાય તેમ છે, અને તેની ફાઈલો પણ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે-તે સમયે ચાલી હોવાનું કહેવાય છે. અત્યારે તો દેવભૂમિ દ્વારકાના જ ધારાસભ્ય રાજ્ય સરકારમાં પ્રવાસનમંત્રી છે અને કેબિનેટમંત્રી પણ છે, ત્યારે તેની પાસેથી કોઈ પણ લોકોને ઘણી જ અપેક્ષાઓ છે, આમ મૂળુભાઈ બેરા તે સમયે પણ રાજ્ય સરકારમાં અન્ય વિભાગના મંત્રી હતા, તેથી લોકોની અપેક્ષાઓ વધુ રહે તે પણ સ્વાભાવિક જ છે ને?

હમણાંથી રાજનેતાઓ એકબીજાને સવાલો બહુ પૂછી રહ્યા છે. ભાજપવાળા કોંગ્રેસને સવાલો પૂછે છે, તો ખડગે નડ્ડાને પત્ર લખે છે. નડ્ડા જવાબ આપે છે, તો વિપક્ષો તડાપીટ બોલાવે છે. કોઈ ત્રણ સવાલો પૂછે છે, તો કોઈ પાંચ પ્રશ્નો પૂછે છે. નગર અને હાલારમાં માર્ગોની તત્કાલ મજબૂત મરામત તથા જામનગરમાં ટ્રાફિક સમસ્યાઓને લઈને જનતા સ્થાનિક શાસકો-પ્રશાસકો અને તંત્રોને સવાલો પૂછે છે, તો પ્રેસ-મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ સવાલોની ઝડી વરસે છે. આ બધી જ કવાયત પછી તેનું પરિણામ શું આવે છે, અને તેની કોઈ હકારાત્મક અસરો થવાની કોઈ સંભાવના પણ છે ખરી? તે પણ યક્ષપ્રશ્ન છે ખરું ને?

રાષ્ટ્રીય કક્ષાએ બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એવી ભવિષ્યવાણી કરી છે કે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપના તાબૂતમાં છેલ્લો ખીલો પુરવાર થશે. મતલબ કે મહારાષ્ટ્રની ચૂંટણી પછી ભારતીય જનતા પક્ષનો રાષ્ટ્રીય કક્ષાએથી પણ અસ્ત થવાનું શરૂ થઈ જશે.

પ્રખર મોદી વિરોધી નેતા સંજય રાઉત ઉપરાંત અબુ આઝમી વગેરે નેતાઓની હાજરીમાં સત્યપાલ મલિકે એમ પણ કહ્યું કે પરાજયના ડરથી જ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી યોજવામાં વિલંબ કરાયો છે. તેમણે પોતે રાજ્યપાલ પદે હતા, તે સમયના કેટલાંક રહસ્યો ઉજાગર કરીને વટાણા વેર્યા હતાં, જેના પડઘા દેશની રાજધાની દિલ્હી સુધી પડ્યા છે, જેની સામે ભાજપના પ્રવકતાઓએ કહ્યું કે સત્યપાલ મલિક પોતે રાજ્યપાલ હતા, ત્યારે કેમ કોઈ કાર્યવાહી ન કરી ?

સત્યપાલ મલિકે એવી ભવિષ્યવાણી કરી છે કે હરિયાણામાં કોંગ્રેસ લગભગ ૬૦ બેઠકો મેળવીને સરકાર રચશે, જ્યારે ભાજપને ત્યાં માંડ ર૦ બેઠકો જ મળશે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ અને તેની પડખે રહેલા શિવસેના તથા એનસીપીના વિદ્વોહીઓનો રકાસ થશે, અને મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો દેશને નવી દિશા આપશે. હવે આ સત્યપાલ મલિકની આ 'સત્ય' વાણી કેટલી સાચી પડે છે, તે જોવું રહ્યું.

બીજી તરફ આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતને ઉદ્દેશીને 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલે પાંચ પ્રશ્નોની પ્રશ્નાવલિ રજૂ કરી છે, તે પણ ચર્ચામાં છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. આ પ્રશ્નોથી તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ પણ તીખા તમતમતા પ્રતિપ્રહારો કરી રહ્યા છે, ત્યારે દિલ્હીની જનતા વિચારતી હશે કે, 'કૌન સચ્ચા...કૌન જૂઠ્ઠા?'ં

પ્રશ્નાવલિઓ તો હવે ચોતરફ ઊભી થવા લાગી છે. નગર, નેશન અને ઈન્ટરનેશનલ કક્ષા સુધી અનેક સવાલો ઘુમી રહ્યા છે. એક તરફ કવાડની બેઠકમાં ચીનને ચેતવણી અથવા સંદેશ અપાયો હોવાનો દાવો કરાયો છે, તો બીજી તરફ ચીનની તરફેણમાં કેટલાક પડોશી દેશોનું વલણ ભારત માટે ચિન્તાજનક છે, હવે તો પડોશી દેશ શ્રીલંકામાં પણ ડાબેરી વિચારધારાના અને ચીન તરફ ઝુકાવ ધરાવતા દિસાનાયકા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. આ બાજુ બાંગ્લાદેશમાં નવી સરકાર ભારત સાથે તો સંબંધ બગાડી જ રહી છે, પરંતુ હવે પાકિસ્તાન તરફ ઢળી રહી હોય તેમ જણાય છે. આ સંજોગોમાં ભારતની ચારે તરફ હવે માત્ર દુશ્મનાવટ જ પાંગરી રહી હોય તેમ જણાય છે.

નગરની વાત કરીએ તો જામનગરમાં હવે સ્વામિનારાયણનગર-નવાગામ ઘેડથી ગાંધીનગરના ૩૩૧ મકાનોની ડી.પી. કપાતની આજથી શરૂ થનારી સુનાવણી પછી હવે અન્ય એક ડી.પી. કપાતની તૈયારી થતા તેના પ્રત્યાઘાતો પડવા લાગ્યા છે. ગોકુલનગર સર્કલથી ખંભાળીયા બાયપાસ વચ્ચેના માર્ગને ર૪ મીટરની પહોળાઈ આપવા માટે ૭૦ થી વધુ લોકોને નોટીસ મળી હોવાનું ચર્ચાય છે, આ પ્રકારે પડતર ડી.પી. કપાતોને પડતી મૂકીને સિલેકટીવ ડી.પી. કપાતોની કાર્યવાહી માત્ર બિલ્ડરલોબીને ફાયદો કરાવવા થઈ રહી હોવાના આક્ષેપો થયા છે, ત્યારે વિજયનગરવાળી ડી.પી. કપાતને લઈને પણ ર૬ મી સપ્ટેમ્બરે સુનાવણી થશે, તેમ જાહેર થયું હોવાથી હવે વિકાસ અને વિવાદ વચ્ચે નગરજનો અટવાઈ રહ્યા હોય તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial