Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હાલારની હાલાકી અંગે હાઈકોર્ટે 'સુઓમોટો' નોંધવી પડશે...? દ્વારકાની કરૂણાંતિકા પછી તંત્રો જાગશે ખરા...?

યાત્રાધામ દ્વારકા અને રાષ્ટ્રીય કક્ષાના ધોરીમાર્ગ પર જે ભયંકર અકસ્માત થયો અને સ્થળ પર જ સાત અણધાર્યા ગમખ્વાર મૃત્યુ થયા જે કૃરણાંતિકા સર્જાઈ તેનું જવાબદાર કોણ? ટોલ ટેક્સ પ્લાઝા ઊભા કરીને અઢળક ટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈ-વે ઓથોરિટીની તો મુખ્ય જવાબદારી ગણાવી જ જોઈએ, પરંતુ શેરી-ગલીઓથી લઈને નેશનલ તથા એક્ઝિસ હાઈ-વેઝ સુધી ધણિયાતા પશુઓ સહિતના ઢોરના અડીંગાના કાણે જ્યારે ગમખ્વાર મોત થતા હોય અને સતત અકસ્માતો થતા હોય, ત્યારે માર્ગો પર ખુલ્લા છોડી દેવાતા આ ઢોરના 'અસ્સલ' માલિકો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક તંત્રો અને ખાસ કરીને કદાચ વોટબેંકને કારણે આ ન્યુસન્સ પ્રત્યે આંખ આડા કાન કરી રહેલા રાજનેતાઓ તથા શાસકોને પણ સમાન ધોરણે જવાબદાર ગણીને તેઓની સામે પણ કડક કાનૂની કદમ ઊઠાવવા અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?

અમદાવાદમાં જ્યારે રખડતા ઢોર તથા આવારા શ્વાનોના મુદ્દે બહુ ઉહાપોહ ઊઠ્યો હતો, અને જ્યારે આ અંગે હાઈકોર્ટે એએમસી ઉપરાત રાજ્ય સરકારને પણ અવારનવાર ફટકાર લગાવી હતી, તેવી જ રીતે હાલારની આ જ પ્રકારની હાલાકીને લઈને સ્વયં હાઈકોર્ટ સ્વયંભૂ અનુસંધાન એટલે કે 'સુઓમોટો' સુનાવણી કરીને તંત્રો-શાસકોની શાન ઠેકાણે લાવવી જોઈએ, તેવો આક્ષેપ વ્યક્ત થવા લાગ્યો હોય અને આ પ્રકારની લોકોની અપેક્ષાઓ વધીરહી હોય, ત્યારે તેની ગંભીરતા પારખવી જોઈએ, પરંતુ નિંભરતંત્રો અને લોકોની જિંદગીના ભોગે પણ માત્ર ને માત્ર રાજકીય લાભો કે નિહિત સ્વાર્થના કારણે આ જીવલેણ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતી નેતાગીરી જ્યારે આ પ્રકારની લોલંલોલ તથા પોલંપોલ છાવરવા માટે આકાશ-પાતાળ કરી રહી હોય ત્યારે હાલારની જનતાને દેશના ન્યાયતંત્ર પાસે જ આશા હોય, તે પણ સ્વાભવિક જ છે ને?

જામનગરમાં તો આખેઆખી પાંજરાપોળ જ જાહેર માર્ગો પર ખોલી દેવામાં આવી હોય, તેમ ઠેર-ઠેર શહેરના મુખ્ય માર્ગો સહિતના તમામ માર્ગો તથા કેન્દ્રવર્તી સર્કલો પર પણ ઢોરના અડીંગા જોવા મળી રહ્યા છે. આ કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો તથા તકરારો તો દરરોજના દૃશ્યો બન્યા છે, પરંતુ દ્વારકા નજીક થયેલા અકસ્માત જેવી કોઈ દુર્ઘટના ઘટે, તે પછી જ (કદાચ દેખાવ ખાતર) તંત્રો હડિયાપટ્ટી કરવા લાગે છે,તે શાણી જનતા સમજવા લાગી છે. પહેલા ઈજા કે મૃત્યુ થાય, તેવા ખતરાઓ-બેદરકારીઓ પ્રત્યે આંખ આડા કાન કરવા અને જો આવી ગમખ્વાર ઘટના સર્જાય, તો મગરના આંસુ સારવાની પરંપરા હવે લગભગ કાયમી બની રહી હોય, તેમ નથી લાગતું?

જામનગર જ નહીં, હાલારના તમામ શહેરો તથા નગરો-મોટા ગામોમાં પણ ઢોરની ઢીંકે ચડીને ગંભીર રીતે ઈજા પામવાની ઘટનાઓ તો વધી જ રહી હતી અને તેના કારણે મૃત્યુ પામવાની ગમખ્વાર ઘટનાઓ પણ સર્જાઈ જ રહી હતી, પરંતુ હવે આ કોઈની માલિકી ધરાવતા ઢોર સહિતના રખડુ ઢોરના અડીંગા, અચાનક આડે આવી જતા ઢોર અને આ કારણે ઉત્પન્ન થયેલી વિટંબણાના કારણે વાહનોના ભયંકર અને જીવલેણ અકસ્માતો પણ સર્જાવા લાગ્યા છે, ત્યારે ન્યાયતંત્રો અમદાવાદ ફેઈમ સ્વયંભૂ નોંધ લઈને તંત્રોને સીધા દોર કરે અને જવાબદાર શાસકોનો પણ કાન પકડે, તેવી લોકોની આશા વધી રહી છે, કારણકે હવે તો રાજ્ય-કેન્દ્ર સરકારોના મેજેસ્ટેરિયલ પાવર્સ ધરાવતા સનદી અધિકારીઓ તથા જિલ્લા તંત્રો પરથી પણ લોકોનો ભરોસો ઊઠી જ ગયો છે ને?

એક તરફ ફ્લાઈ ઓવર બ્રીજોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે, તો બીજી તરફ ટોલટેક્સનું ભારણ પણ વધી રહ્યું છે. વાહનચાલકો તગડો ટોલટેક્સ ચૂકવે, તેમ છતાં તેને જો આ પ્રકારે નેશનલ હાઈ-વે પર પણ આવારા ઢોર-કૂતરાના કારણે જીવના જોખમે વાહનો ચલાવવા પડતા હોય, તો તે તો 'સરકારી' છેતરપિંડી જ ગણાય ને?

તમામ પ્રકારના ધોરીમાર્ગો તથા એકસ્પ્રેસ-વે પર જો રખડુ ઢોર કે કૂતરા પ્રવેશી જ ન શકે તેવી કાયમી વ્યવસ્થા થાય તો જ આ પ્રકારના ગંભીર જીવલેણ અકસ્માતો અટકી શકે, પરંતુ તે પ્રકારની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? કેન્દ્રની, રાજ્યની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની, સુરક્ષા તંત્રોની કે નેશનલ તથા સ્ટેટ હાઈવેઝ ઓથોરિટીઝ, રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટોની કે પછી કોઈની નહીં? તે કોણ નક્કી કરશે? શહેરો-નગરો-મોટા ગામો માટે પણ પંચાયત-પાલિકા-મહાપાલિકાઓની પણ કોઈ જવાબદારી તો ખરી ને?

સ્ટેટ એન્ડ નેશનલ હાઈવેઝ-એક્સપ્રેસ-વેઝ જ નહીં, પરંતુ હવે તો તમામ માર્ગો પર મોટો અકસ્માત થાય, ત્યારે તરત જ જરૂરી તબીબી સારવાર અને એમ્બ્યુલન્સીઝ વગેરે ઉપલબ્ધ થાય, તત્કાળ રાહત-બચાવની કામગીરી શરૂ થાય અને લોજેસ્ટિક સપોૃટ તત્કાળ મળી રહે, તેવી ઠેર-ઠેર વ્યવસ્થાઓ વાસ્તવમાં ક્યારેય થશે ખરી, કે પછી માત્ર વાતોના વડા જ થશે?

અમદાવાદમાંથી તો કેટલાક જાગૃત નાગરિકો રખડુ ઢોર, આવારા કૂતરા, બિસ્માર માર્ગો વગેરે મુદ્દે અવારનવાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ કરતા રહેતા હોય છે, અને તેથી ન્યાયતંત્રોનું ધ્યાન પણ ખેંચાતું રહેતું હોય છે, તેવી જ રીતે જામનગરના જાગૃત નાગરિકોએ પણ પીઆઈએલ કરતી રહેવી જોઈએ, અને જાહેર હિતની અરજીઓ કરીને જવાબદારોને ન્યાય તથા કાયદાનો પાઠ પણ ભણાવવો જોઈએ. માત્ર નિવેદનો કરતા રહેવાથી નાના-મોટા વિરોધ-પ્રદર્શનો કે આવેદનપત્રો નહીં ચાલે, આ માટે હાઈકોર્ટ સુધી લડત પણ આપવી પડે, જે માત્ર નિવેદનિયા નેતાઓનું કામ નથી... જાગૃત નાગરિકોએ જ પહેલ કરવી પડશે, ખરૃં કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial