Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આક્રોશિત વ્યંગવાણી... સરકારી ચારસોવીસી માટે બીએનએસ-૩૧૮ લાગુ પડે કે નહીં?... પડવી જ જોઈએ ને?

ઈન્ડિયન પિનલ કોડમાં છેતરપિંડી માટે કલમ-૪ર૦ (ચારસો વીસ) લાગુ પડતી હતી, અને તેથી જ ચિટરને આપણે 'ચારસો વીસ' તરીકે નવાજતા હતાં, જ્યારે છેતરપિંડીને 'ચારસો વીસી' ગણાવાતા હતાં. અદાલતોમાં જ્યારે આ કલમ લાગુ કરાતી હતી ત્યારે પણ તેને ચારસોવીસીની ફરિયાદ અને આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવતી હતી.

હવે ઈન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીના સ્થાને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) નામનો નવો કાયદો બન્યો છે, જેમાં ઘણી કલમોના ક્રમાંક પણ બદલી ગયા છે. આ ભારતીય ન્યાય સંહિતામાં છેતરપિંડી માટે બીએનએસ સેક્સન (કલમ) ૩૧૮ લાગુ પડે છે, જેમાં જેલ અને દંડ થઈ શકે તેવી જોગવાઈ છે.

સામાન્ય રીતે નાગરિકો છેતરપિંડી કરે ત્યારે આ પ્રકારની કલમો લાગુ પડે, અને દગો, કપટ કે છેતરપિંડી માટે જેલસજા-દંડની જોગવાઈ હોય છે. આ પ્રકારની છેતરપિંડી-દગા માટે પોલીસમાં ફરિયાદ થઈ શકે છે અને અદાલતના દ્વાર ખખડાવી શકાય છે, અને તે માટે બીએનએસની કલમ-૩૧૮ લાગુ પડે છે. આ કલમ હેઠળ કોઈ રકમ, મૂલ્ય કે સંપત્તિની છેતરપિંડી-દગો થયો હોવો જોઈએ તેવો ઉલ્લેખ છે. આ કલમ હેઠળ જ ખુદ સરકાર જ્યારે વચનો આપીને કે વાયદા કરીને તેનો અમલ ન કરે કે સમાધાન કરીને ફરી જાય, તો તેની સામે ફોજદારી કેમ ન થઈ શકે? તેવો વ્યંગાત્મક સવાલ ઊઠી રહ્યો છે. એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે લોકોના ભરોસાથી વધુ મોટી સંપત્તિ કઈ હોઈ શકે? લોકોના વિશ્વાસ તોડવા બદલ પણ કલમ-૩૧૮ હેઠળ સરકાર સામે કેસ ચાલવો જોઈએ, અથવા તેની કોઈ નવી કલમ કે પેટા કલમ ઉમેરવી જોઈએ, તેવી માંગણી પણ ઊઠી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી સમયે જાહેર કરાતા ઘોષણાપત્રો, ચૂંટણી ઢંઢેરાઓમાં જનતાને અપાયેલા વચનોને રાજકીય પક્ષોએ સત્તામાં આવ્યા પછી ફરજિયાત પાલન કરવું જ પડે, તેવી જોગવાઈઓ થવી જોઈએ, તે અંગે જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને તેની તરફેણમાં મોટું જનસમર્થન પણ મળી રહ્યું છે. જો ચૂંટણીમાં વાયદા કરીને તેનું પાલન ન કરવામાં આવે કે પછી મેનિફેસ્ટો અથવા ચૂંટણી ઘોષણા પત્રો-ચૂંટણી ઢંઢેરાઓમાં અપાયેલા વચનોનું પાલન ચૂંટણીઓ પછી સત્તામાં આવેલા રાજકીય પક્ષો ન કરે, તો તેની સામે પણ બીએનએસ-૩૧૮ જેવી કોઈ કલમ હેઠળ ફોજદારી થઈ શકે અને અદાલતમાં ખટલો ચાલી શકે, તેવો મજબૂત નવો કાયદો અમલી બનવો જોઈએ અને તેને બંધારણીય સુધારો કરીને પૂરેપૂરા કાનૂની સેફગાર્ડઝ સાથે સંસદમાં પસાર થવાની સાથે સાથે સુપ્રિમ કોર્ટની મેજર બંધારણીય બેન્ચનું પણ સમર્થન મળવું જોઈએ, તેમ નથી લાગતુ?

સરકારી છેતરપિંડી તો ઉઘાડેછોગ અને વારંવાર થતી જ રહી છે, પરંતુ આ પ્રકારની છેતરપિંડીની કોઈ ચોક્કસ વ્યાખ્યા, કાનૂની જોગવાઈ, બંધારણીય જોગવાઈ કે પ્રબન્ધો કે પરંપરાગત રીતે પણ કોઈ અંકુશ નથી, અને તેથી જ આ પ્રકારે સરકારી છેતરપિંડી છેક આઝાદીના અમૃત મહોત્સવના સમય સુધી એટલે કે ૭પ વર્ષે પણ અટકી તો રહી જ નથી, પરંતુ ઉલટાની વધુ ને વધુ પનપી રહી છે, અને તેના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર આપણે બધા પણ છીએ જ ને?

એક રાજ્યમાં ચૂંટણી પહેલા વાયદાઓ કરનાર પાર્ટી અન્ય રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં તે જ પ્રકારની જોગવાઈઓ કરી શકી ન હોય કે યોગ્ય પાલન કરી રહી ન હોય, તો તે પણ જનતા સાથેની એક પ્રકારની છેતરપિંડી જ ગણાય ને? ખરૃં કે નહીં?

ત્રીજા તબક્કાનું મતદાન પૂરૃં થઈ ગયા પછી કોંગ્રેસ તરફી જબરદસ્ત માહોલ હોવાના દાવાઓ થઈ રહ્યા છે, અને પ્રિયંકા ગાંધીએ તો પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે સત્તામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે, જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી સેનીએ પણ એટલા જ સેલ્ફ કોન્ફીડન્સ સાથે હરિયાણામાં ભાજપની સરકાર રચાઈ રહી હોવાનો દાવો કર્યો છે, ત્યારે કોઈપણ સરકાર સત્તામાં આવે, તો પણ તેના ચૂંટણી પહેલાના વાયદાઓ યાદ રાખીને જો ચાર-છ મહિનામાં તેનું પાલન ન થાય, તો તત્કાળ આવાજ ઊઠાવવાની જાગૃતિ પણ જનતાએ જ રાખવી પડે, અન્યથા ત્યાં પણ 'ગુજરાત'વાળી થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કરેલા વાયદાઓનું પાલન નહીં થતા એક મોટું આંદોલન શરૂ થયું હોવાની ચર્ચા પણ દેશની રાજધાની સુધી પડઘાઈ જ રહી છે ને?

હકીકતે ગઈકાલે દેશભરમાં ગાંધી જયંતી ઉજવાઈ રહી હતી, ત્યારે જ ગુજરાતમાં રાજ્યભરમાંથી પ્રાથમિક શાળાના શિક્ષકો ગાંધી આશ્રમ સામે સરકારની નીતિ-રીતિઓ સામે આંદોલન કરી રહેલા જોવા મળ્યા હતાં.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષ ર૦રર માં ભારતીય જનતા પક્ષની સરકારે વર્ષ ર૦૦પ પહેલા થયેલી ભરતીના કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાની લેખિત ખાત્રી આપી હતી, પરંતુ સત્તામાં આવ્યા પછી બબ્બે વર્ષ પછી પણ આ અંગે કોઈ ઠરાવ નહીં થતા કર્મચારીઓ-શિક્ષકો સરકારી છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેવો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.

ગાંધી જયંતીના દિવસે જ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી કૂચ કરવાનો મૂળ કાર્યક્રમ હતો, પરંતુ પોલીસની મંજુરી નહીં મળતા શિક્ષકોની કૂચ અલગ અલગ જુથોમાં વહેંચાઈ ગઈ હતી, અને જુદા-જુદા સ્થળે બેનર્સ-પ્લેકાર્ડસ તથા સૂત્રોચ્ચાર સાથે વિરોધ-પ્રદર્શનો કર્યા હતાં. શિક્ષકોના સંગઠનોમાં તડા પડવાની વહેતી થયેલી વાતો વચ્ચે આ આંદોલનને સ્વયંભૂ ગણાવીને મીડિયા સાથેની વાતચીત દરમિયાન આંદોલનકારી શિક્ષકોએ કહ્યું હતું કે, ગાંધી જયંતીના દિવસે જ આ સત્યાગ્રહ શરૂ કરીને જો હજુ પણ માંગણીઓ સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. નિવૃત્ત શિક્ષકોને મળતા ત્રણેક હજાર જેવા પેન્શનનો મુદ્દો પણ ઊઠ્યો છે અને વર્ષ ર૦રર ની ચૂંટણીઓ પહેલા અપાયેલી ખાતરીથી પલટી ગયેલી સરકાર આ આંદોલન પછી હકારાત્મક અભિગમ અપનાવશે, તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી.

આ તો માત્ર શિક્ષકોની જ વેદના છે, રાજ્યમાં આ જ રીતે જુદા જુદા સરકારી વિભાગોમાં જુદા જુદા પ્રશ્નોને લઈને સરકારના વલણ તથા વાયદા કરીને ભૂલી જવાની મનોવૃત્તિ સામે પ્રચંડ આક્રોશ પ્રવર્તી રહ્યો હોય ત્યારે સરકારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા હકારાત્મક બનવું પડશે, અને કમ-સે-કમ વિધાનસભા અને તે છી લોકસભાની ચૂંટણીઓ પહેલા અપાયેલી સત્તાવાર ખાતરીઓ કે થયેલા સમાધાનોનું ચૂસ્ત પાલન કરવું જ પડશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

આ પ્રકારે કર્મચારીઓ જ નહીં, પરંતુ વિવિધ યુનિયનો, સંસ્થાઓ અને પ્રજાજનો સાથે કરાયેલા સમાધાનો કે કરાયેલા વાયદાઓનું પાલન ન થાય, તો આ પ્રકારની 'ચારસોવીસી' સામે બીએનએસ-૩૧૮ જેવી જ કોઈ સખ્ત કલમો લાગુ કરવા માટે પીઆઈએલની પણ સંભાવનાઓ છે, તેમ નથી લાગતું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial