Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સ્વચ્છતા અભિયાન...

બીજી ઓક્ટોબરના ગાંધી જયંતી છે, અને વર્ષોથી ગાંધી જયંતીની ઉજવણી કરવાની એક અદ્ભુત પરંપરા આપણા દેશમાં ચાલી આવે છે, સ્વચ્છતા અભિયાન ચલાવવાની.

સ્વચ્છતા અભિયાન તો આપણે બધા પણ ચલાવીએ છીએ, દર વર્ષે દિવાળી પહેલા. આપણા બધાનો એ અનુભવ છે કે, આપણા વન બીએચકે કે ટુ બીએચકે ના ગોખલા જેવડા મકાનની સાફ-સફાઈ કરવામાં પણ ઓછામાં ઓછા ત્રણ ચાર દિવસ નીકળી જાય છે, અને એ પણ આપણે અગાઉથી તૈયારી કરી રાખી હોય તો. અને હા, સાફ-સફાઈનું આ કામ જ એવું છે કે આપણે બધા કોઈપણ જાતના ફોટો સેશન વગર કરીએ છીએ... અડધી ઉપર ચડાવેલી લુંગી કે બરમુડામાં સાફ-સફાઈ કરતા કરતા આપણે ફોટા પડાવીએ અને સોશિયલ મીડિયામાં મૂકીએ તો આવનારી પેઢી આપણામાંથી શું પ્રેરણા લે..?

હવે તમે જ વિચાર કરો કે દેશ આખામાં સફાઈ અભિયાન ચલાવવું હોય તો કેટલો સમય જોઈએ ? (અલબત્ત, હું વિજય માલ્યા કે નીરવ ચોક્સીએ કરી હતી એવી દેશની સાફ-સફાઈની વાત નથી કરતો, એ તો રાતોરાત થઈ જાય.! ) અહીં તો ગાંધી જયંતીએ, ગાંધી ચિંધ્યા માર્ગે સફાઈ કરવાની વાત છે.

અને આપણા નેતાજી ગાંધી ચિંધ્યા માર્ગે સફાઈ અભિયાન ચલાવે છે. એટલે કે આ અભિયાનમાં સૌને પોતાની સાથે રાખે છે. દા.ત. જે વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવાનું હોય ત્યાં આગલે દિવસે સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવે, પછી સફાઈ અભિયાન દરમ્યાન તે જ વિસ્તારમાં થોડા પાંદડા અને ડાળી ડાળખા પાથરી દેવામાં આવે અને તેના ચુસ્ત વફાદારોને તેની આગળ પાછળ રાખવામાં આવે. અને સાથે સાથે ફોટોગ્રાફર અને પ્રેસ રિપોર્ટરની વ્યવસ્થા અચૂક કરવામાં આવે.!! નેતાજીના આવા મહાન કાર્યના ફોટા છાપામાં અને સોશિયલ મીડિયા પર તો આવવા જ જોઈએ ને ? નહિતર ભારતની આમજનતાને આવું મહાન કાર્ય કરવાની પ્રેરણા કેવી રીતે મળે ?

આ સફાઈ અભિયાનના ફોટા કે વિડિયો સોશિયલ મીડિયામાં જોવાનો સૌથી મોટો ફાયદો તો એ છે કે આપણા શહેરના જે બે ચાર સારા રોડ બચ્યા છે તે આપણને જોવા મળે છે, કારણ કે નેતાજીને આવા, હિન્દી ફિલ્મોની હિરોઈનો મના ગાલ જેવા સારા અને સ્વચ્છ રોડ પર જ સફાઈ કરવી ગમે છે..!

અહીં એક પ્રશ્ન એ પણ છે કે શહેરના આવા અપવાદરૂપ સારા રોડ તો આપણને રાજકારણીઓ દેખાડશે, પરંતુ બાકીના ૮૦ - ૯૦% રોડ કે જે તૂટેલા તૂટેલા છે તેનું શું ? ચિંતા ન કરો, હવે પછી રોજ *નોબત* જોતા રહો, તમને અમરીશ પુરીના ગાલ જેવા કે પછી મગરની ચામડી જેવા ઉબડખાબડ રસ્તાઓના શશીકાંત મશરૂએ પાડેલા ફોટા ચોક્કસ જોવા મળશે..!!

જોકે આ પ્રશ્નો ફક્ત જામનગરનો જ નથી, કાગડા તો બધે જ કાળા છે.. હવે રાજકોટની જ વાત લો ને. રાજકોટમાં આપણા સંસદ સભ્ય પુરૂષોત્તમદાસ રૂપાલા અને આપણા ધારાસભ્યએ તેમના અનુયાયીઓ સાથે અગાઉથી જ સાફ સુથરા કરી રાખેલા રોડ પર ફરીથી સફાઈ કરી. પરિણામ શું આવ્યું ખબર છે ? સ્વચ્છતાની બાબતમાં આખા દેશમાં રાજકોટનો નંબર ૨૯ પર પહોંચી ગયો.. જો આ સ્વચ્છતા અભિયાન ન ચલાવ્યું હોત તો રાજકોટના ૨૯ નંબરમાંથી બેમાંથી એક આંકડો ચોક્કસ ઉડી ગયો હોત..!! ઠીક છે જેવા રાજકોટવાસીઓના નસીબ..!

વિદાય વેળાએ : એકલા ચાલવું આમ તો અઘરૃં નથી,

પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરૃં છે !!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial