Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શિખામણ...

મને વાંચવાનો બહુ જ શોખ. અને એટલે જ મારા મિત્રોને હું અવારનવાર સલાહ આપું છું કે આપણે નિયમિત રીતે પુસ્તકો વાંચવા જોઈએ.

જો કે આજના મોબાઇલના જમાનામાં, અને ખાસ તો સોશિયલ મીડિયાના આગમન પછી કોઈ સમજુ માણસ પાસે પુસ્તકો વાંચવાનો સમય રહેતો જ નથી ને.. અને આપણા ગુજરાતીઓને તો હંમેશાં ચોપડીઓ કરતા  ચોપડાઓમાં (નામાના) જ વધારે રસ પડ્યો છે.. !!

જો આજની યંગ જનરેશન પાસે તમે બુક માંગશો તો તે તમને ચોક્કસ બેંકની પાસબુક જ આપશે.. 'બુક' એટલે 'પાસબુક'. પાસબુક સિવાયની બીજી કોઈ બુક હોઈ શકે ખરી ? અને જો હોય તો આપણે શું ?

જો કે આવી આ વિપરીત પરિસ્થિતિમાં થોડા દિવસ પહેલા એક ચમત્કાર થયો. સવારે મોર્નિંગ વોક કરતા કરતા નટુએ મને કહ્યું, *ભરત, મારે એક બુક ખરીદવી છે..*

*કઈ બુક ?* મેં પૂછ્યું.

*કેવી રીતે કુંડાળા કરીને, સલામત રીતે પૈસા બનાવવા..!!* નટુએ મને ઉત્સાહથી બુકનું નામ કહ્યું. બુકના નામમાં જ નટુનો હેતુ સ્પષ્ટ સમજાઈ જતો હતો.

નટુએ ઓનલાઇન પૈસા ભર્યા અને બુકનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો તેને આજે લગભગ ૧૫  દિવસ થયા છતાં નટુને તેની બુક હજી મળી નથી. લાગે છે કે નટુનો પગ કુંડાળામાં પડી ગયો છે...! નટુને તેની બુક તો નહીં, પરંતુ સલામત રીતે કુંડાળા કેમ કરવા તેનો પહેલો પાઠ તો ચોક્કસ મળી ગયો..!!

સલાહ આપનારા શુભેચ્છકોની આપણને કદી જ ખોટ પડતી નથી. વગર માંગ્યે આપણને સલાહો મળતી જ રહે છે. જો કે આવી સલાહોમાં ઘણી વખત તો આપણી આલોચના જ હોય છે.

સોશિયલ મીડિયાના આજના સમયમાં શિખામણ આપવી અને મેળવવી, એ બંને કામ ખૂબ જ સહેલા થઈ ગયા છે. મારા એક મિત્ર નંદલાલને સલાહ આ૫વાનો ખૂબ જ શોખ. રોજ સવારે બધાને સલાહ આપે અને પછી પોતે સુઈ જાય.

એક દિવસ સવાર સવારમાં નંદલાલનો મેસેજ આવ્યો. *આપણને થતી મોટાભાગની બીમારી તો આ મીડિયા અને દવા કંપનીઓના માર્કેટિંગના ગતકડા જ છે. જો કોરોના વખતે માસ્કનો કેવો પ્રચાર થયેલો ? બધા ગાંડાઓ માસ્ક વગર બેફામ રખડતા હતા, કોઈને કોરોના થયો ?*

મેં તેને ટૂંકમાં જવાબ આપ્યો, *વાત તો બિલકુલ સાચી છે, છતાં પણ તમારે ધ્યાન રાખવું...!* તો તેણે મને બ્લોક કરી દીધો. શું મેં કશું ખોટું કીધું ?

ઢગલાબંધ શિખામણ આપવાનો બિઝનેસ લઈને બેઠેલા મોટીવેશનલ સ્પીકરો તો હવે આવ્યા. બાકી અમે ભણતા ત્યારે તો અમે પોતે જ  અમારી જાતને સતત મોટીવેટ કરતા રહેતા. જ્યારે પણ લેસન કર્યા વગર સ્કૂલે જવાનું થાય ત્યારે અંદરથી ખુદને જબરદસ્ત હિંમત આપતા રહેતા કે, *સાહેબ છે, મારશે ખરા, પણ આપણને મારી તો નહીં જ નાખે..!*

બસ આ એક હૈયાધારણાએ જ અમને આજ સુધી કોઈ પણ મોટીવેશનલ સ્પીકરને સાંભળ્યા વગર પણ સારી રીતે ટકાવી  રાખ્યા છે...

વિદાય વેળાએઃ  આ દુનિયામાં કોઈ પણ જાતનું રિસ્ક ન લેવું એ સૌથી મોટું રિસ્ક છે. ઝડપથી અને સતત બદલાઈ રહેલી આ દુનિયામાં એક જ વાત નિષ્ફળ થવાની ગેરંટી આપે છે, અને તે છે કોઈપણ જાતનું રિસ્ક ન લેવું.* .       

             - રતન તાતા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial