Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શું દિવાળી સુધી વરસાદ વરસ્યા કરશે? પૂરપ્રકોપ પછી પ્રજાપરેશાન... તંત્રો ફીફાં ખાંડે છે...!

શરદપૂર્ણિમાની ઉજવણી પછી દિવાળીના તહેવારોની રોનક દેખાવા લાગી છે અને લોકલ માર્કેટમાં થોડી ચહલ-પહલ વધી રહેલી જણાય છે, પરંતુ આ સાથે વરસાદની નવી નવી આગાહીઓ પણ થતી રહે છે, તેથી એવી ચર્ચા થઈ રહી છે કે આ વર્ષે દિવાળી સમયે પણ વરસાદ વરસ્યા રાખશે કે શું?

ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બદલી રહેલા માહોલ અને શિયાળો દસ્તક દેતો હોય તેવા સમયે જોરદાર ગરમી પડે, તેને ઘણાં લોકો ક્લાઈમેટ ચેઈન્જઅને ગ્લોબલ વોર્મીંગ સાથે જોડી રહ્યા છે, જ્યારે સતત પડી રહેલા વરસાદને લા નીનોની અસર ગણાવાઈ રહી છે.

બીજી તરફ ભારે વરસાદના કારણે શહેરોના આંતરિક માર્ગો જ નહીં પણ ગ્રામ્ય માર્ગોથી લઈને હાઈ-વેઝ અને એક્સપ્રેસ-વે સુધીના તમામ માર્ગો તૂટીફૂટી ગયા છે, તે તત્કાળ મરામત માંગી રહ્યા છે. તગડો ટોલ ટેક્સ ઉઘરાવતી એજન્સીઓ તથા સંલગ્ન સરકારી તંત્રો આ મુદ્દે ચૂપકીદી સેવી રહ્યા છે, જ્યારે સરકાર મોટા મોટા પ્રોજેક્ટોના ભૂમિપૂજનો તથા લોકાર્પણો કરી રહી છે. તેથી સવાલ એ ઊઠી રહ્યો છે કે, મેગા પ્રોજેક્ટના મોટા મોટા આંકડાઓ દર્શાવીને પોતાની પીઠ થાબડતી સરકાર લોકોની આ મૂળભૂત તકલીફો દૂર કરવામાં કેમ ઢીલાસ રાખતી હશે? શું તેઓને માત્ર મલાઈદાર કામોમાં જ રસ લે છે? તૂટેલા માર્ગો માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે નિયમ મુજબના કદમ કેમ ઠાવાઈ રહ્યા નથી?

રાજ્ય સરકારે તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર તથા જલભરાવના કારણે લોકોની ઘરવખરી અને મિલકતોને થયેલા નુક્સાન સામે વળતર આપવાની જાહેરાતો કરી હતી, પરંતુ હાલાર સહિત ઘણાં વિસ્તારોમાં આ સહાય હજુ પણ ચૂકવાઈ નહીં હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે. જામનગરની જ વાત કરીએ તો હજારો નાગરિકોને આ પ્રકારની સહાય ચૂકવાઈ ગઈ હોવાના દાવા થઈ રહ્યા છે, અને રપ કરોડથી વધુની ચૂકવણી થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ અનેક લોકોને આ સહાય હજુ સુધી ચૂકવાઈ નહીં હોવાની રાવ પણ ઊઠી રહી છે, જો કે તંત્ર દ્વારા જામનગરમાં ભારે વરસાદ-પૂરના કારણે રોજગારી બંધ રહી હોય તેવા પરિવારોને વળતર, કેશડોલ્સ, ઘરવખરીની સહાય ચૂકવાઈ ગઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. આ પહેલા પણ અસરગ્રસ્ત પરિવારોએ સરકારી કચેરીઓમાં આવેદનપત્રો આપીને ધરણાં પણ કર્યા હતાં. આમ, હજુ ભારે વરસાદની પૂરેપૂરી સહાય ચૂકવાઈ નથી ત્યારે વરસાદની આગાહીઓ પડ્યા પર પાટુ (લાત) જેવી લાગી રહી છે, ખરૃં કે નહીં?

બીજી તરફ તાજેતરની ખાતરની સમસ્યા ઉપરાંત ખેડૂતોને નુક્સાનનું વળતર, સહાય તથા એમએસપીના પ્રશ્ને ખેડૂત સંગઠનો પણ દેશના વિવિધ રાજ્યોમાં રજૂઆતો કરી રહ્યા છે, અને ભારે વરસાદ, પૂર, લેન્ડ સ્લાઈન્ડીંગ તથા જલભરાવના કારણે સામાન્ય લોકો, વસાહતીઓ, વેપારીઓ, ખેડૂતો અને નાના-મધ્યમ ઉદ્યોગકારોને થયેલા નુક્સાન સામે અપાતી સહાય પણ ઊંટના મોઢામાં જીરૂ મૂકવા જેવી હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે.

ભારે વરસાદ અને પૂરપ્રકોપે પરિવહનને પણ ખોરવી નાંખ્યું છે. અત્યારે કોઈપણ માર્ગો પર વાહન ચલાવતી વખતે ખાડા-ચીરોડાજ નહીં, છેક હાઈ-વે સુધી અડીંગો જમાવનાર રખડુ અને ધણિયાતા (કોઈની ખાનગી માલિકીના) ઢોરથી પણ સાવધ રહેવું પડી રહ્યું છે. અંતરીક્ષમાં પહોંચવાની સિદ્ધિઓ મેળવનાર દેશો પાસે પણ આ કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં હોય? તેવો વ્યંગ થઈ રહ્યો છે.

આપણાં દેશમાં સોલાર ક્રાંતિ આવી રહી છે, અને ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મીંગની સમસ્યા સામે કેમ લડવું, તે ભારત જ સમગ્ર વિશ્વને શિખવશે, તેવા દાવાઓ થઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સરકારી ધોરણે પબ્લિક પરિવહનમાં હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધારાઈ રહી છે, અને ખાનગી ઈલેક્ટ્રીક વાહનો માટે પ્રોત્સાહક સહાય પેકેજો જાહેર થઈ રહ્યા છે, ત્યારે અતિવૃષ્ટિ, જલભરાવ, પૂરની સ્થિતિમાં ઈલેક્ટ્રીક પરિવહનને માઠી અસર થતી હોવાથી નવતર સમસ્યાનો પડકાર પણ ઊભો થયો છે. કેટલાક શહેરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવાઈ રહી છે, અને સારી રીતે ચાલી પણ રહી છે, પરંતુ ભારે વરસાદ, જલભરાવ, પૂર જેવી સ્થિતિમાં કેટલીક બસોને ધક્કા પણ મારવા પડી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

હવે જોઈએ, જામનગર સહિત ગુજરાતના શહેરોમાં ઈલેક્ટ્રીક સિટીબસોનો પ્રયોગ કેટલો સફળ થાય છે તે.....

ટૂંકમાં અતિવૃષ્ટિ, પૂર, જલભરાવ પછી સરકાર ગમે તેટલા દાવા કરે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં આ અંગે ઊઠતી ફરિયાદ પછી તંત્રો ફીફાં ખાંડી રહ્યા છે, તે પણ હકીકત જ છે ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial