Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દિવાળી ટાણે ડરનો માહોલ... તહેવારો ટાણે મોંઘવારીનો માર.. રહેમ કરો, કદમ ઉઠાવો, કાંઈક તો કરો સરકાર..!

વડોદરાથી મુંબઈ જતી ફલાઈટમાં બોમ્બની ધમકી મળતા સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું તેવી જ રીતે ઉત્તરપ્રદેશમાં બેંગ્લુરૂથી દિલ્હી થઈને ગૌરખપુર જતી ફલાઈટમાં બોમ્બની ધમકી મળતા આ ફલાઈટનું ગોરખપુર એરપોર્ટ પર ઝીણવટભર્યુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી બની રહી હોવાથી જામનગર સહિતના તમામ એરપોર્ટ પર સતર્કતા વધવાની સાથે સાથે આ મુદ્દે કેન્દ્રીય કક્ષાએ પણ ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે, અને લોકોનું સડક, રેલવે અને હવાઈ માર્ગે પરિવહન વધ્યું છે ત્યારે જુદા જુદા સ્થળે વિમાનમાં બોમ્બની ધમકીઓ તથા ટ્રેનોને ખોરવવાના થતા પ્રયાસો જોતા તહેવારોના સમયે દેશભરમાં ગભરાટ ફેલાવવાનું કોઈ દેશવિરોધી અને શક્તિશાળી પરિબળોનું કાવતરું હોય તેમ જણાય છે. ત્યારે કેન્દ્ર સરકાર આ પ્રકારના પરિબળોને નાથવામાં નિષ્ફળ રહેશે તો દેશભરમાં ફેલાવા લાગેલો આ ગભરાટ (પેનિક) દેશમાં કાયદો-વ્યવસ્થા જ નહીં, પરંતુ અર્થતંત્ર તથા માર્કેટને પણ માઠી અસર પહોંચશે તેમ નથી લાગતું? 

જો આ પ્રકારના પરિબળોને સમયસર નાથવામાં નહીં આવે અને તેની પાછળ કોઈ વ્યાપક ષડયંત્ર હોય, તો તેને છીન્નભીન્ન કરવામાં નહીં આવે તો માત્ર વિમાન, રેલવે જ નહીં, અન્યત્ર પણ અરાજકતા ફેલાવવા ખોટી ધમકીઓનો સીલસીલો પણ શરૂ થઈ જશે, તેવી આશંકા પણ ઊભી થવા લાગી છે.

જો કે, આ મુદ્દે કેન્દ્ર સરકારે ગંભીર વિચારણા કરીને આગામી સત્રમાં જ આ પ્રકારની ધમકીઓ આપનારની સામે કડક કાનૂની કાર્યવાહી થાય અને ઝડપભેર કેસ ચલાવીને સખ્તમાં સખ્ત સજા થાય, તેવો કાયદો ઘડવાનું બીલ રજૂ થશે તેવો દાવો કરાયો છે.

બીજી તરફ દિવાળી ટાણે દેશમાં ખાદ્યતેલોના ભાવોમાં બેફામ વધારો થવાના કારણે સામાન્ય-ગરીબ-મધ્યમવર્ગીય પરિવારની દિવાળી બગડશે તેવી આશંકાઓ પણ વ્યકત થઈ રહી છે, આ પહેલા ગયા મહિને ક્રુડ ઓઈલ, સોયાબીન, પામઓઈલ, સનફલાવર ઓઈલ પર ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો ઝીંકાયો હતો, તેના કારણે દેશમાં ખાદ્યતેલના ભાવો ક્રમશઃ વધવા લાગ્યા હતા, અને દિવાળી નજીક આવતા જ માંગ વધી જતા ભાવોમાં ઉછાળો આવવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં પામઓઈલ, ક્રુડ, સનફલાવર, સોયાબીન ઓઈલ (તેલ) પર રર ટકા ઈમ્પોર્ટ ડ્યુટી વધારાઈ હતી જેવી ઈમ્પોર્ટ ડ્યુટી ૨૭.૫ ટકા થઈ જતાં તેની અસરો જેમ જેમ આયાત થતી ગઈ, તેમ તેમ વધવા લાગી હતી અને રિફાઈન્ડ ખાદ્યતેલો પર પણ ૧૩.૭ ટકાથી વધારીને ૩૫.૭ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી થઈ જતાં તેમાં પણ સવાયો વધારો ઝીંકાયો હતો અને તેની સીધી અસરો હવે ખાદ્યતેલોના ભાવો પર પડી છે. બીજી તરફ શાકભાજી અને અન્ય ખાદ્યચીજોના ભાવો વધતાં પણ દિવાળીના તહેવારોમાં જ લોકો પર મોંઘવારીનો માર વધી રહ્યો છે. આ વધારાના કારણોમાં ક્રૂડ ઓઈલ, સોયાબીન, સૂર્યમુખી તેલ જેવા ખાદ્યતેલોના વધેલા ભાવો પણ સામેલ છે. ભારતની ખાદ્યતેલની માંગ સામે લગભગ પપ થી ૬૦ ટકા ખાદ્યતેલોની આયાત કરવામાં આવે છે, તેથી વૈશ્વિક ભાવો પર નિર્ભર રહેવું પડે છે.

આરબીઆઈ વ્યાજના દરો ઘટાડે તેમ લાગતુ નથી અને સરકારે પણ ખાદ્યતેલો પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી છે, તેના કારણે દિવાળી ટાણે જ લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી લોકો કહે છે, રહેમ કરે, કાંઈક તો કરે સરકાર...!!

હકીકતે આત્મનિર્ભર ભારતના બણગાં ફૂંકતી સરકાર હજુ સુધી દેશને ખાદ્યતેલોના ક્ષેત્રે આત્મનિર્ભર કરી શકી નથી. તેલિબિયાના સ્થાનિક ઉત્પાદનો તથા ઓઈલ પ્રોસેસીંગને પ્રોત્સાહિત કરીને જો ખાદ્યતેલોમાં દેશને આત્મનિર્ભર બનાવાય, એટલે કે દેશની ખાદ્યતેલની જરૂરિયાતો જેટલું કે તેથી વધુ ખાદ્યતેલોનો પુરવઠો સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય એટલે કે માંગ સામે પૂરતો પુરવઠો દેશમાં જ મળી રહે, તે માટે દેશમાં જ તેલિબિયાનું ઉત્પાદન બે-અઢી ગણુ કરવું પડે, એટલું જ નહીં, તેમાંથી ઓઈલ પ્રોસેસીંગ પણ સરળ અને સસ્તુ થાય, તેવા કદમ ઉઠાવવા પડે. ક્રૂડ ઓઈલના ભાવોની વૈશ્વિક વધઘટની અસરો આમજનતા પર પડતી હોય છે, અને તેના કારણે તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ મોંઘી થતી હોય છે, તેથી પેટ્રોલિયમ પેદાશો લોકોને સસ્તા મળે તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઝડપભેર કદમ ઉઠાવવા જોઈએ, પણ...!?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial