Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હાલાર સહિત દેશભરમાં દિવાળીની ઉત્સાહી માહોલમાં ઉજવણી

છોટીકાશીમાં સુશોભન અને રોશનીનો ઝળહળાટઃ દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ

જામનગર તા. ૩૧: આજે દીપોત્સવી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને છોટીકાશી સુશોભન સાથે રોશનીથી ઝળહળી રહી છે. હાલારમાં હર્ષભેર દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે અને દ્વારકા સહિતના યાત્રાધામોમાં ભાવિકો ઉમટી રહ્યા છે. બજારોમાં રોનક છે અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. દેશભરમાં દીપોત્સવી પર્વે વિવિધાસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને રામલીલાથી લઈને વિશેષ નૃત્યોસવો-વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીયોનો વસવાટ છે, તયાં પણ દિવાળીના પર્વે મીઠાઈઓ વહેંચીને તથા દીપોત્સવો યોજીને ભવ્ય ઉજવણી થઈ રહી છે. અમેરિકાનું વ્હાઈટ હાઉસ હોય કે બ્રિટનનું પીએમ હાઉસ હોય, દુનિયાભરમાં દિવાળીઓની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે અને ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકને સાંકળીને રામમંદિરોમાં વિશેષ દર્શન સાથે ઉજવણી થઈ રહી છે.

આજે અયોધ્યામાં દીપોત્સવ ઝળહળી ઊઠ્યો છે અને લાખો દિવડાઓના પ્રાગત્ય તથા અદ્ભુત રોશની-સણગારથી અયોધ્યાનગરી દીપી ઊઠી છે. સમગ્ર દેશમાં દિવાળીની શુભકામનાઓ અપાઈ રહીસ છે, અને ઈકો-ફ્રેન્ડલી ફટાકડા ફોડીને ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકને વધાવાઈ રહ્યો છે. અયોધ્યામાં દિવાળી પર્વે રપ લાખથી વધુ દિવડાઓ પ્રગટાવીને નવો વિશ્વરેકોર્ડ પણ નોંધાયો છે.

આ વર્ષે દિવાળીના સમયે કેટલાક રાજ્યોમાં ચૂંટણી હોવાથી આદર્શ આચારસંહિતા અમલમાં છે, અને રાજનીતિ પણ દીપોત્સવીના રંગે રંગાઈ ગઈ છે. આજે દિવાળીના પર્વે દેશની સરહદો પર પણ જવાનો વિશેષ ઢબે દીપોત્સવી પર્વની ઉજવણી કરી રહ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ તવાંગમાં જવાનો સાથે દિપોત્સવી પર્વ ઉજવી રહ્યા છે. જ્યારે પીએમ મોદીનો કચ્છની સરહદે જવાનો સાથે આજનો કાર્યક્રમ પણ ધ્યાનાકર્ષક છે.

જામનગરમાં ફટાકડા અને મીઠાઈની દુકાનો, સ્ટોલ્સ અને બજારોમાં લોકોનો ધસારો વધ્યો અને ગઈકાલે નગરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતાં. હાલારના ખંભાળિયા, રાવલ, ધ્રોળ, કાલાવડ, ભાણવડ, જામજોધપુર, ભાટિયા, સિક્કા, સલાયા, ભાડથર, જોડિયા, ફલ્લા, લાલપુર, ઓખા, સૂરજકરાડી, મીઠાપુર સહિતના નગરો-મોટા કેન્દ્રોમાં પણ રહી-રહીને દિવાળીની રોનક જોવા મળી અને માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો થોવા મળ્યો, તેથી દિપોત્સવી પર્વનો ઉમંગ બેવડાયો છે.

યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, હર્ષદ માતાથી અને શિવરાજપુર, ઓખામઢી, સુદર્શન બ્રીજ, પંચકૂઈ, આરંભડાનું જલારામ મંદિર, ઈન્દ્રેશ્વર, સીદસર, ઘુમલી, બરડા ડુંગરના પ્રવસાન સ્થળો સહિતના યાત્રાધામો તથા ટુરિઝમ ડેસ્ટીનેશન્સ પણ યાત્રિકો અને પ્રવાસીઓનો પ્રવાહ દિવાળીના પર્વે ધીમે ધીમે વધ્યો હોવાના અહેવાલો આવતા ઉત્સવપ્રિય અને ખુમારીભરી લોક-સંસ્કૃતિને ઉજાગર કરે છે.

આજે દેશભરમાં લક્ષ્મીપૂજનો થઈ રહ્યા છે, અને વેપારીઓ તથા ઉદ્યોગ જગત દ્વારા ચોપડાપૂજન સાથે આધુનિક યુગના કમ્પ્યુટર્સ-લેપટોપ વગેરેનું પૂજન કરીને આવતુુ વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિમય વિતે અને વ્યાપારવૃદ્ધિ થાય તેવી કામના કરવામાં આવી રહી છે.

આજે સરદાર પટેલ જયંતી અને દિપાવલી પર્વનો સુભગ સમન્વય થયો છે, ત્યારે ગુજરાતના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં રાષ્ટ્રીય એક્તા પર્વ પણ ઉજવાઈ રહ્યું છે, અને એક્તા પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મદી પણ ઉપસ્થિત રહ્યા છે. સરદાર પટેલને કોટિ કોટિ વંદન સાથે આપણે પણ રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતાના ફાઉન્ડર સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરણાંજલિ અર્પણ કરીએ...

દિવાળીનું પર્વ એટલે વિક્રમ સંવતના એક વર્ષના સમાપન અને બીજા વર્ષના પ્રારંભનો ઉત્સવ ગણાય. સંવત ર૦૮૦ નું આજે સમાપન થાય છે, અને પરમદિવસથી સંવત ર૦૮૧ ના વર્ષનો પ્રારંભ થશે. આવતીકાલ સુધી સંવત-ર૦૮૦ રહેશે. નૂતનવર્ષના પ્રારંભ સાથે જ નવી ઉમ્મીદો, નવો ઉમંગ-ઉત્સાહ અને નવા લક્ષ્યો સાથે નવા ઉતસવો શરૂ થશે. આપણાં સર્વધર્મપ્રિય સમાજ અને સર્વધર્મ સ્વીકૃત બંધારણની ખુબી જ એ છે કે આપણે ત્યાં વિવિધતામાં જ એક્તા પનપતી રહી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિથી અર્વાચીન ભારત સુધીનો મૂળ મંત્ર 'વૈસધૈવ કુટુમ્બકમ્'નો રહ્યો છે, અને તેથી જ આખુ વિશ્વ આજે વિશવની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતથી પ્રભાવિત છે.

આજથી દિવાળી પછી નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ સુધી તહેવારોની ઝાકઝમાળ રહેશે. મોટી વેપારી પેઢીઓ તથા જથ્થાબંધ વેપારીઓ નૂતન વર્ષની બોણી કર્યા પછી લાભપાંચમ સુધી લિમિટેડ વેકેશન રાખીને હરવા-ફરવા નીકળશે. તે પછી કારતક સુદ-સાતમના દિવસે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે.

'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિય વાચકો, વીડિયો સમાચારના દર્શકો, બ્રેકીંગ ન્યૂઝ ગ્રુપમાં જોડાયેલા વાચકો, 'નોબત'ની વિવિધ સોશ્યલ મીડિયા સાઈટ્સ તથા વેબસાઈટ સાથે સંકળાયેલા ફોલોઅર્સ, નોબતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા શુભેચ્છકો, 'નોબત'ના તમામ ગ્રાહકો, માનવંતા વિજ્ઞાપનદાતાઓ, પત્રકારો, સહયોગીઓ, દેશ-દુનિયામાં ફેલાયેલા શુભેચ્છકો તથા હાલરીઓ સહિત દેશવાસીઓને દિપોત્સવી પર્વની શુભેચ્છાઓ પાઠવે છે અને આજનું નવું વર્ષ સૌ કોઈ માટે શુભ, મંગલમય, સ્વાસ્થ્યમય, સમૃદ્ધિ આપનારૂ તથા શાંતિમય નિવડે, તેવી શુભકામનાઓ વ્યક્ત કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial