જામનગરઃ પંડ્યા પરિવારના આંગણે લગ્તોત્સવ
જામનગર નિવાસી શ્રીમતી જીજ્ઞાસાબેન તથા રીતેશભાઈ જ્યંતિલાલ પંડ્યાની સુપુત્રી ચિ. માનસીના શુભલગ્ન પ્રિતીબેન તથા સ્વ. નિતીનભાઈ દવેના સુપુત્ર ચિ. ઋષભ સાથે તા. ર૩-૧૧-ર૦ર૪ ના જામનગરમાં યોજાયેલ છે.
જોષી પરિવારના આંગણે લગ્નોત્સવ
રાજકોટના અ.સૌ. રેખાબેન તથા લલિતભાઈ અમૃતલાલ જોશી (લલીત ફરસાણ - શિવશક્તિ મેડિકલ) ના સુપુત્ર ચિ. પાર્થના શુભ વિવાહ રાસંગપુર જામનગર નિવાસી અ.સૌ. દક્ષાબેન તથા જયેશભાઈ જયંતિલાલ મોખાની સુપુત્રી ચિ. ચાર્મી સાથે તા. ર૩-૧૧-ર૦ર૪ ના શુભદિને યોજાયેલ છે.
ખંભાળીયાઃ બરછા ૫રિવારના આંગણે લગ્નોત્સવ
ખંભાળીયાના જાણીતા વેપારી સ્વ. અરવિંદભાઈ રણછોડદાસ બરછા પરિવારના શ્રીમતી નીશાબેન તથા ચેતનભાઈ બરછાના સુપુત્ર ચિ. જયના શુભ લગ્ન ખંભાળીયા નિવાસી શ્રીમતી જાનકીબેન તથા શ્રી ગિરીશભાઈ સવજાણીની સુપુત્રી કરીશ્મા સાથે તા. ૧૦-૧૧-ર૦ર૪ ના યોજાયેલ છે.
ખંભાળીયાઃ નકુમ પરિવારમાં લગ્નોત્સવ
ખંભાળીયાના અ.સૌ. રેખાબેન તથા ડો. મહેશભાઈ ગોરધનભાઈ નકુમના સુપુત્ર ચિ. ડો. ઓમેશભાઈના શુભલગ્ન ખંભાળીયા નિવાસી અ.સૌ. કાંતાબેન તથા હીરાભાઈ કણઝારીયાની સુપુત્રી ચિ. ડો. હિના (બી.ડી.એસ.) સાથે તા. ૧૭-૧૧-૨૦૨૪ ના યોજાયેલ છે.
ખંભાળીયાઃ જી.વી.જે. હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય આલાભાઈ જેઠાભાઈ ડેરના આંગણે શરણાઈના સૂર
ખંભાળીયાના અને મૂળ વિંઝલપુર નિવાસી અ.સૌ. ઉજીબેન તથા આલાભાઈ જેઠાભાઈ ડેર (પૂર્વ આચાર્ય જીવીજે હાઈસ્કૂલ) ના સુપુત્ર ચિ. રવિના શુભલગ્ન ખંભાળીયા તાલુકાના કોલવા નિવાસી માઘીબેન તથા ભીમાભાઈ નંદાણીયાની સુપુત્રી ચિ. દક્ષા સાથે તા. ૧૬-૧૧-ર૦ર૪ ના યોજાયા છે.