ઘુમલીના મંદિરો એક નહીં, ૬ થી ૭ શૈલીથી બન્યા છે, જે દેશમાં અજોડ છેઃ
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘુમલી બરડા ડુંગરમાં અણમોલ ઐતિહાસિક ઘરેણા સમા સોન કંસારીના મંદિરોની અવદશાનું જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પાસે બરડા ડુંગરની ગોદમાં આવેલા ઐતિહાસિક સોન કંસારીના મંદિરો જે ઐતિહાસિક ઘરેણા છે તે સાર સંભાળના અભાવે ખંઢેર જેવી સ્થિતિમાં થઈ ગયા છે તથા લુપ્ત થઈ જવાના આરે છે.
પ્રાચીન સમયથી મંદિરોમાં વિવિધ શૈલીઓમાં મંદિરો બનાવાતા હતા પરંતુ ઘુમલી બરડા ડુંગરમાં આવેલા સોન કંસારીના મંદિર એક નથી સમૂહો છે ઢગલાબંધ મંદિરો પર્વત ઉપર આવેલા છે. જેમાં જુદી જુદી છ થી સતા શૈલીઓમાં રચનાઓ થયેલી છે જે ભારતમાં એક માત્ર ઘુમલી સોન કંસારીના મંદિરોમાં જ છે!!
સામાન્ય રીતે મંદિર એક શૈલીમાં બનતા હોય છે જેમકે આધુનિક અયોધ્યાનું રામ મંદિર નગર શૈલીમાં બનેલું છે. નાગર, રોમન, બૌદ્ધ, પેગાડા, પિરામીડ જેવી અનેક વિશેષતાઓ તથા શૈલીના પ્રાચીન મંદિરો પ્રસિદ્ધ છે પરંતુ નિષ્ણાતોના કહેવા મુજબ સોનકંસારીના મંદિરોમાં પ્રાચીન ૬ થી ૭ શૈલીના મંદિર છે જે સમગ્ર ભારતમાં કયાંય એક સ્થળે નથી!! હાલ એકવીસમી સદી ચાલે છે ત્યારે છઠ્ઠી થી ચૌદમી સદીના આ મંદિરો અદ્દભૂત પ્રાચીન ધરોહર સમાન છે પણ ઈતિહાસના પાને 'ગૂમનામ' સ્થિતિમાં છે.
ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન પાસેથી પર્યટન વિભાગે શીખવા જેવું છે. નાનકડું શિલ્પ સ્થાપત્ય હોય તો પણ તેને હેરીટેજ લૂક આપીને રાજસ્થાનમાં હજારો પ્રવાસીના આકર્ષણનું સ્થળ બની જાય છે ત્યારે ભાણવડના ઘુમલીના સોન કંસારીના મંદિરો છઠ્ઠી સદીથી ઈતિહાસનું મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક અને શૈલીઓમાં વિશિષ્ટ હોવા છતાં પણ ભાગ્યે જ લોકો ત્યાં જાય છે કે પહોંચી શકે છે કેમ કે ત્યાં સુધી જવા કોઈ રસ્તો જ નથી અને જંગલની પગદંડી જેવો રસ્તો ત્યાં જાય છે. ભીમનાથ જતાં યાત્રિકો ત્યાં જતાં કયારેક આ મંદિરોમાં જાય છે. પણ અફસોસ દુઃખી થાય છે કેમ કે વર્ષો જુના ઐતિહાસિક ધરોહર સમાન આ મંદિરો હાલ જર્જરીત પડી જવા, તૂટી જવા કાટમાળમાં ફેરવાઈ જવા સતત ટાઢ ગરમી વરસાદની તિરાડો પડવી, વૃક્ષો તેમાં ઉગી જવાની સ્થિતિમાં છે!! એક સમય એવો આવશે કે કાળની થપાટોથી આ જર્જરીત મંદિરો લુપ્ત થઈ જશે જો તેની જાળવણી અને જીણોદ્ધાર નહીં થાય તો!!
તાજેતરમાં બરડા ડુંગરમાં જંગલ સફારીનું નવું આકર્ષણ શરૂ થયું છે જે ખૂબ જ પ્રચલિત થયું છે ત્યારે અહીં સુધી રસ્તા અથવા ઉંટ સવારીથી પહોંચવાની વ્યવસ્થા સાથે મંદિર જીર્ણોદ્ધાર થાય તો પ્રાચીન ધરોહર સચવાઈ અને આવતી પેઢીને તેના ગૌરવની જાણ થાય તથા લોકોને ત્યાં જવાનો મોકો મળે કેમ કે સામાન્ય રીતે કસરત કે ચાલવાનો અનુભવ હોય તે જ આ ટ્રેકીંગ જેવા રસ્તામાં જઈ સોન કંસારી પહોંચી શકે છે ત્યારે વર્ષોથી ઉપોનીત સ્થિતિના આ પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર સાથે લોકો ત્યાં પહોંચે તેવી વ્યવસ્થા થાય તેવી પ્રચંડ લોક માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial