Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

પક્ષપાતવિહોણુ શાસન... બિનજુથવાદી નીતિ... તટસ્થ અભિગમના સૂચિતાર્થો..

લોકતાંત્રિક દેશમાં શાસન હંમેશાં પક્ષપાતવિહોણુ હોવું જોઈએ. ભારતના બંધારણનું હાર્દ પણ તમામ દૃષ્ટિએ સમાનતા અને છેલ્લામાં છેલ્લા નાગરિકને કોઈપણ ભેદભાવ કે પક્ષપાત ચાલ્યા વગર લોકશાહીના ફળો પહોંચાડવાનું જ છે, તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભારતની નીતિ આઝાદીકાળથી જ બિનજુથવાદી એટલે કે તટસ્થ (ન્યૂટ્રલ) રહી છે.

લોકતાંત્રિક દેશોમાં ચૂંટણીઓ થાય છે અને લોકો બહુમતીથી સરકાર ચૂંટે છે. બહુમતી પૂરવાર કરવાના માપદંડો વિવિધ લોકતાંત્રિક દેશોમાં અલગ-અલગ છે, પરંતુ એક વખત સરકાર ચૂંટાય જાય, તે પછી સરકારની તમામ નીતિઓ અને અભિગમ પક્ષપાતથી પર એટલે કે ન્યુટ્રલ (તટસ્થ) હોવા જરૂરી છે. જો આવું ન થાય, તો તેને લોકતાંત્રિક વ્યવસ્થામાં ગંભીર ખામી ગણી શકાય, અને પક્ષપાતી વલણ ધરાવતી સરકારો લોકો પ્રત્યે દ્રોહ કરે છે,તેમ કહી શકાય. ટૂંકમાં મતો કોઈપણ ઉમેદવાર કે પક્ષને આપ્યા હોય તો પણ ચૂંટણી પછી શાસનમાં આવેલા લોકોએ નાગરિકો પ્રત્યેની ફરજો તદ્ન તટસ્થપણે બજાવવી જ જોઈએ. આપણાં દેશમાં આવું થાય છે કે નહીં, તે અંગે ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે, અને ભિન્ન ભિન્ન મંતવ્યો વ્યક્ત થતા રહે છે. હકીકત શું છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?

ભારતે આઝાદ થયા પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બિનજુથવાદી નીતિ જાળવી રાખી છે, અને વિશ્વના દેશોમાં યુદ્ધગ્રસ્ત દેશો પૈકી કોઈ એકને સમર્થન આપવાનું વલણ દર્શાવ્યું નથી.

અત્યારે પણ યુક્રેન-રશિયા, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન કે ઈરાન-અમેરિકાની ખુલ્લી કે એકતરફી તરફેણ ભારત કરી રહ્યું નથી, પરંતુ વાતચીતથી સમસ્યાઓનો ઉકેલ લાવવા તથા યુદ્ધવિરામ કરવાની વિચારધારાનું જ સમર્થન કરવામાં આવી રહ્યું છે, જેને બિનજુથવાદી વલણ તરીકે ઓળખવામાં આવે છે.

તટસ્થ નીતિના સૂચિતાર્થો ઘણાં જ વ્યાપક અને વિવિધલક્ષી છે. કોઈપણ લોકતાંત્રિક દેશમાં જ્યારે ધર્મ, જ્ઞાતિ, નીતિ, ભાષા, રંગ કે આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને નકારાત્મક રીતે ભેદભાવ રખાય કે પક્ષપાતભર્યું વલણ દાખવવામાં આવે, તો તેને નબળી લોકતાંત્રિક વ્યવસ્થા જ ગણી શકાય. આ ઉપરાંત સામાજિક કે આર્થિક રીતે પછાત રહી ગયેલા કે દુર્ગમ વિસ્તારોમાં રહેતા વંચિતોની સ્થિતિ સુધારીને તેઓને સમૃદ્ધ કે અગ્રીમ લોકોની હરોળમાં લાવવા માટે કોઈ પ્રબન્ધો થાય, તો તેને ભેદભાવ કે પક્ષપાત નહીં, પણ સૌહાર્દ અથવા સૌજન્યતા ગણવી જોઈએ, તેવી વિભાાવના પણ સમાયેલી હોય છે.

આ હેતુથી જ દર વર્ષે ૧૧ મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ (ઈન્ટરનેશનલ ન્યૂટ્રાલિટી ડે) ની ઉજવણી થતી રહી છે. યુદ્ધગ્રસ્ત દેશો સાથે સહભાગિતાથી દૂર રહેવાની નીતિના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે આ ઉજવણી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના બીજા અનુચ્છેદમાં જ એવી વિભાવના રખાઈ છે કે તટસ્થ દેશો કોઈપણ યુદ્ધગ્રસ્ત દેશને યુદ્ધગ્રસ્ત નીતિની તરફેણ નહીં કરે, જો કે ચીન, અમેરિકા, રશિયા, ઉત્તર કોરિયા જેવા દેશો આ વિભાવનાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા રહ્યા છે, તે પણ હકીકત જ છે ને?

આ કારણે જ આ દેશોની તરફેણ કરતા અને વિરોધ કરતા યુદ્ધગ્રસ્ત દેશોના જુથો રચાયા છે, જે નકારાત્મક છે, જ્યારે વિવિધ દેશોના જી-૭, સાર્ક, બ્રિક્સ, જી-ર૦ વગેરે પ્રકારના ચોક્કસ હેતુઓ તથા સમજુતિઓ સાથે રચાયેલા જુથોના હેતુઓ હકારાત્મક હોય છે.

વર્ષ ર૦૧૭ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બીજી ફેબ્રુઆરીના દિવસે પ્રસ્તાવને ૭૧/ર૭પ પસાર કરીને દર વર્ષે ૧ર મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ઉજવવાનું નક્કી કરાયું, અને ત્યારથી આ ઉજવણી થતી રહી છે.

આજે આંતરરાષ્ટ્રીય સ્વસ્થતા કવરેજ દિવસ હોવાથી ભારતમાં અમલમાં મૂકાયેલી આયુષ્માન ભારત યોજનાની ચર્ચા પણ થઈ રહી છે, અને આ યોજના હેઠળ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં થયેલા કૌભાંડોનો વિવાદ પણ ચર્ચાઈ રહ્યો છે. ઘણાં લોકો આ યોજનાને ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે ફળદાયી ગણાવી રહ્યા છે, તો કૌભાંડો જાહેર થયા પછી આ યોજનાને પણ ભ્રષ્ટાચારનું કલંક લાગ્યું હોવાથી 'સાફસૂફી' થવી જરૂરી છે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial