Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વન નેશન વન ઈલેકશન.. સંસદમાં સંગ્રામ વચ્ચે બંધારણની ચર્ચા ! ચૂંટણી ટાણે થતાં વાયદાનો વિવાદ

મોદી સરકારે 'વન નેશન, વન ઈલેકશન'ના અભિગમને વૈધાનિક સ્વરૂપ આપી દીધું છે અને આ અંગે કેન્દ્રીય કેબીનેટમાં પણ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે, ત્યારે તેના સંદર્ભે મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા સંસદમાં બંધારણના વિષય પર ચર્ચાના વિષય પર પણ ભિન્ન ભિન્ન મંતવ્યો છેલ્લા બે-ત્રણ દિવસથી વ્યક્ત થઈ રહ્યા હતાં. બીજી તરફ આમઆદમી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલી નવ મહિલાલક્ષી રોકડ સહાય યોજનાને લઈને વિવાદનો વંટોળ ઉઠયો છે, અને ચૂંટણી ટાણે જ થતી આ પ્રકારની ઘોષણાઓને આચાર સંહિતાનો ભંગ ગણવો કે નહીં, તે અંગેના પ્રત્યાઘાતો સાથે જ વિવાદનો વંટોળ પણ ઉઠયો છે.

જો પંચાયતો થી લઈને પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે, તો થનારા ફાયદા સરકાર દ્વારા વર્ણવાઈ રહ્યા છે જ્યારે વિપક્ષો ઉપરાંત વિચારકો અને વિશ્લેષકોમાં મિશ્ર પ્રત્યાઘાતો પ્રવર્તી રહ્યા છે. એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે જો લોકસભા, વિધાનસભાઓ, પાલિકા-મહાપાલિકાઓ તેમજ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ, એક સાથે યોજાય તો દરેક બૂથમાં પાંચ-પાંચ ઈવીએમ(ઓછામાં ઓછા) જોઈએ, અને રિઝર્વ તથા વધુ ઉમેદવારો ધરાવતા બૂથોમાં  જરૂરી વધારાના ઈવીએમ ગણીએ તો બૂથ દીઠ સરેરાશ ઈવીએમની સંખ્યા જોતા મોટી સંખ્યામાં નવા ઈવીએમખરીદવા જ પડે. આ કારણે અંદાજે પાંચ થી છ હજાર કરોડનો ખર્ચ તો માત્ર નવા ઈવીએમ ખરીદવાનો જ વધી જાય, તેથી ચૂંટણીનો ખર્ચ અનેક ગણો વધી જશે, તેવા તર્કાે અપાઈ રહ્યા છે, જેને સમર્થન પણ મળી રહ્યું છે, અને આ મુદ્દે પ્રસ્તાવ લોકમત ઘડાઈ રહ્યો હોય, તેમ જણાય છે.

બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે અવાર-નવાર થતી ચૂંટણીઓમાં કર્મચારીઓના ટીએ-ડીએ, સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટેશન સહિતના અનેક ખર્ચા તો બચી જ જશે, તે ઉપરાંત ખાસ કરીને અવાર-નવાર આચાર સંહિતાઓ લાગુ પડી જતાં વિકાસ, લોક-કલ્યાણના કામો થંભી જાય અને રોજીંદી લોકસેવાઓ અવાર-નવાર ખોરવાઈ જાય, તેવી સંભવિત સ્થિતી પર પણ કાયમી ધોરણે પુર્ણ વિરામ મૂકાઈ જશે, આ અભિગમથી માત્ર ચૂંટણી પંચ જ નહીં, ઉમેદવારો-રાજકીય પક્ષોને પ્રચાર-પ્રસાર માટે થતા (માન્ય અને અમાન્ય) તમામ પ્રકારના ખર્ચાઓ ઘણાં જ ઘટી જશે, જેથી એકંદરે એક સાથે દેશભરમાં તમામ ચૂંટણીઓ સંપન્ન થઈ જાય તો તેની એકંદરે દેશના નાગરિકોને જ ફાયદો થશે, કારણ કે ચૂંટણી પંચનો તમામ ખર્ચ પણ ટેક્સ પેયરના નાણાં ભંડોળમાંથી જ થાય છે ને ?

આ અંગેના નવા બીલની પૂરેપૂરી વિગતો બહાર આવી નથી, પરંતુ પહેલા લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ જાય, અને બીજા તબક્કામાં સ્થાનિક ચુંટણીઓ દેશભરમાં એક સાથે યોજાય, તેવું આયોજન થાય, તો પાંચ ગણા નવા ઈવીએમ ખરીદવા ન પડે, તેવી તાર્કિક દલીલો પણ વ્યક્ત થઈ રહી છે જોઈએ, તો બીજી તરફ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ અભિગમને જોરદાર વિરોધ કર્યાે છે, ત્યારે જોઈએ હવે શું થાય છે તે...

વન નેશન, વન ઈલકેશનના અભિગમની ચર્ચા વચ્ચે જ અરવિંદ કેજરીવાલે નવો ધડાકો કર્યાે છે અને દિલ્હીની આતિશી સરકાર ૧૮ વર્ષથી વધુ ઉમરની દરેક મહિલાઓના ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવવાનું રજીસ્ટ્રેશન હકીકતે રૂ. ર૧૦૦નું થશે અને તેનો લાભ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી થશે, તેવી કરેલી ઘોષણાના ઘેરા પ્રત્યાઘાતો પડયો અને તેની સામે કોંગ્રેસ, ભાજપના વર્તુળો તથા કેટલાક વિશ્લેષકોએ પણ સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી ટાણે જ આ પ્રકારના વાયદા કરવાને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ ગણવો જોઈએ, કેટલા કે આ માટે રાજ્ય સરકારે યોજના તો લાગુ કરી દીધી, પરંતુ તેનો લાભ ચૂંટણી પછી આપવાની વાત કરાઈ રહી છે, અને ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના મહિલા મતદારોને આકર્ષવા માટે સરકારી લાલચ અપાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, કેજરીવાલના વિરોધીઓ એવો સણસણતો સવાલ પણ પુછી રહ્યા છે કે પંજાબ વિધાસભાની ચૂંટણીઓ પહેલા પણ આમઆદમી પાર્ટીએ મહિલાઓના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવાનો વાયદો કર્યાે હતો પંજાબની સરકાર રચાયે આટલો લાંબો સમય વિતી ગયો, પરંતુ ત્યાંની મહિલાઓને તો એક રૂપિયા પણ મળ્યો નથી. !

આ તરફ સંસદમાં રોજીંદા થઈ રહેલા હોબાળાઓ વચ્ચે શાસક પક્ષો તથા વિપક્ષો આ માટે એક બીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે અને વિપક્ષો ચોક્કસ મુદ્દાઓને છાવરવા અવનવી તરકીબો અપનાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે સંસદ સરળતાથી ચલાવવાની જવાબદારી સરકારની છે, અને તે માટે અનુકુળ વાતાવરણ ઉભુ થવું જોઈએ. હવે બંધારણની ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીના ભાષણને સાંકળીને એવી આશા વ્યક્ત થઈ રહી હતી કે આ મહત્વ પૂર્ણ મુદ્દે શાસક પક્ષો અને વિપક્ષો ગંભીરતાથી પોતાના વિચારો વ્યક્ત કરશે, જોઈએ એ પછી શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial