Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વિકાસના માચડાઓથી વણસતી વ્યવસ્થાઓ... ટ્રાફિકજામની વિકરાળ સમસ્યાઓ

પહેલા તો મોટા શહેરોમાં મુખ્ય મુખ્ય માર્ગો પર કેટલાક ચોક્કસ સમયગાળામાં ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી, પરંતુ હવે તો નાના નગરો, મોટા શહેરોના નાના માર્ગો, યાત્રાસ્થળો અને મુખ્ય બજારો કે ઈન્ડસ્ટ્રીયલ એંરિયા જ નહીં, પરંતુ શાળા-કોલેજોને જોડતા માર્ગો તથા એસ.ટી. તથા ખાનગી બસોના મથકો તેમજ શહેરોનેજોડતા પ્રવેશમાર્ગો પાસે પણ વારંવાર ટ્રાફિકજામ સર્જાવા લાગ્યોછે. આ ઉપરાંત હાઈ-વે પર પણ અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકોના કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતા તમામ વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ જાય છે. ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનોમાં રેગ્યુલર સારવાર લેતા દર્દીઓ જ નહીં, પરંતુ ઘણી વખત ક્રિટિકલ પેશન્ટ પણ ફસાઈ જતા હોય છે, જેથી તેઓના જીવ પર પણ જોખમ ઊભું થતું હોય છે. કોડીની ગતિએ ચાલતા કે થંભી ગયેલા ટ્રાફિકમાં ઘણી વખત તો ૧૦૮ સહિતની એમ્બ્યુલન્સો પણ અટવાતી જોવા મળતી હોય છે, અને તેમાં રહેલા દર્દીઓ તથા તેની સાથે રહેલા લોકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. આ સ્થિતિમાં ટ્રાફિક નિયમનની પ્રવર્તમાન સિસ્ટમ સામે પણ સવાલો ઊઠે એ સ્વાભાવિક છે.

જામનગરની વાત કરીએ તો નગરમાં પ્રવેશતા જ જોવા મળતી ટ્રાફિક જામની સ્થિતિ ચોક્કસ સમયગાળામાં વધુ વકરે છે, અને મુખ્ય સર્કલો પાસે લાંબા સમય સુધી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાય છે. સાત રસ્તા પાસે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા બસપોર્ટના નિર્માણ માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી. ડેપો ખસેડાશે, ત્યારે વધુ વકરશે, ત્યારે શું થશે? તેની ચર્ચા પણ થઈ રહી છે. આસંભવિત સ્થિતિનો અભ્યાસ જ વિચાર કરીને જો વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારવામાં નહીં આવે, અથવા સાત રસ્તા સર્કલન ફ્લાય ઓવર બ્રીજનું કામ ઝડપભેર પૂર્ણ કરીને સર્કલ ખુલ્લું કરવામાં નહીં આવે તો કેવી સ્થિતિ સર્જાશે, તેની કલ્પનાપણ ધ્રુજાવનારી છે, ખરૃં ને?

સાત રસ્તા સર્કલ જેવા જ દૃશ્યો નગરના અન્ય સર્કલો, ચોકડીઓ તથા શહેરની ચોતરફના પ્રવેશ માર્ગો, બાયપાસ સર્કલો પર પણ અવારનવાર સર્જાતા જોવા મળે છે, તેથી આ સ્થિતિના નિવારણ માટે નગરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રીજના કામની ઝડપ અનેકગણી વધારવી જરૂરી છે, તેમ નથી લાગતું?

જામનગરની જેમ જ રાજ્યના તમામ શહેરોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વસતિ વધી રહી છે અને વાહનોની સંખ્યા પણ અનેકગણી વધી રહી છે, ત્યારે માર્ગોનું આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થવું જરૂરી છે, પરંતુ તેના કામો ઝડપભેર પૂર્ણ ન થાય અને મંથર ગતિથી ચાલતા રહે, અને તેના માટે પ્રવર્તમાન માર્ગો પર પતરાં ગોઠવીને તથા અવારનવાર કેટલાક માર્ગો બંધ કરીને પરિવહન ઠપ્પ થઈ જાય, તેવી નીતિરીતિ અપનાવાતી રહે, તો ટ્રાફિક જામની આ સમસ્યાને કેવી રીતે નિયંત્રિત કરી શકાય? તેવા સવાલો અસ્થાને નથી.

વિપક્ષી વર્તુળોમાં પણ આ સ્થિતિ સામે જોઈએ તેવી જાગૃતિ જણાતી નથી. પ્રાદેશિક અને રાષ્ટ્રીય વિપક્ષી પ્રવક્તાઓ દ્વારા વિવિધ મુદ્દે નિવેદનો તો અપાય છે, પરંતુ ટ્રાફિક જામની વર્તમાન ગંભીર સમસ્યાને કેન્દ્રમાં રાખીને કોઈ રાજ્યવ્યાપી જાનજાગૃતિ જણાતી નથી. તે પણ હકીકત જ છે ને?

કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા જાગૃતિપૂર્વક રજૂઆતો થાય છે, અને વિકાસના માચડાઓના કારણે ખોરવાતી વ્યવસ્થાઓના મુદ્દે સરકારી તંત્રોની આલોચના પણ કરવામાં આવે છે. વિકાસના માચડાઓના કારણે પરિવહન તથા અન્ય વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે, અને તેથી લોકોના રોજીંદા કામો જ નહીં, ગંભીર સ્થિતિના દર્દીઓમાં જીવનું પણ જોખમ ઊભું થાય છે, અને ધીમી ગતિએ ચાલતા કેટલાક વિકાસના કામોની આડઅસરોન લીધે ટ્રાફિકજામની સર્જાતી સમસ્યાઓનો ઊંડો અભ્યાસ કરીને 'સિસ્ટમ' સુધારવી જરૂરી છે, તેવી ઉચ્ચસ્તરે ભારપૂર્વક રજૂઆત થાય, તે પણ એટલું જ જરૂરી છે.

વિકાસના કામો, ફ્લાય ઓવર બ્રીજો, ઓવરબ્રીજો, અંડરપાસ કે માર્ગોને પહોંળા, અદ્યતન કે મજબૂત કરવાના કામો થતા હોય, ત્યારે જનરસહયોગ પણ એટલો જ જરૂરી હોયછે, જ્યારે બીજી તરફ આ પરકારના કામો માટે માર્ગો બંધ કરવામાં આવે કે પછી આંશિક રીતે કે ચોક્કસ સમયગાળા માટે ડાયવર્ટ કરવામાં આવે, ટૂંકાવવામાં આવે કે પછી નિયંત્રિત કરવામાં આવે ત્યારે તેના વૈકલ્પિક માર્ગોની પૂરેપૂરી વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી જણાય. નાગરિકો કે તેના વાહનો લાંબા સમય સુધી ક્યાંય જઈ ન શકે અને ફસાઈ જાય, અટવાઈ જાય તેવી સ્થિતિ તો કોઈપણ સંજોગોમાં ઈચ્છનિય ન જ ગણાય.

નગરો-મહાનગરોમાં (જામનગર સહિત) આંતરિક માર્ગોના નવીનિકરણ, ભૂગર્ભ ગટરના કામોકે અન્ય વિકાસ કામો માટે ઘણી વખત લાંબા સમય સુધી કોઈપણ વૈકલ્પિક માર્ગ આપ્યા વગર કે તે પર્યાપ્ત વ્યવસ્થા કર્યા વગર માર્ગો, શેરી-ગલીઓ કે સોસાયટીઓના આંતરિક વિસ્તારોમાં પગે ચાલીને પણ જઈ ન શકાય, તે રીતેઅવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે, જેને ધ્યાને લઈને પણ રાજ્ય-કેન્દ્ર સરકારો, પાલિકા-મહાપાલિકા-પંચાયતોના સત્તાવાળાઓએ તેઓને જરૂરી સૂચનાઓ આપવી  જોઈએ તેથી સમગ્ર વિકાસ પ્રક્રિયા ઝડપી બને, અવરોધ ન આવે અને નાગરિકોને પણ ઓછામાં ઓછી મુશ્કેલી વેઠવી પડે.

વિકાસના કામો નાગરિકોની સુવિધા માટે જ નિર્માણ થતા હોવાથી નાગરિકો પણ પૂરેપૂરો સહયોગ આપે, અને તંત્રો ખાસ કરીને સંબંધિત કોન્ટ્રાક્ટરો, પેટા કોન્ટ્રાક્ટરો તથા તેના ગ્રાસરૂટના કર્મચારીઓ પણ નાગરિકોની સુખ-સુવિધાનું સંવેદનશીલ અભિગમ સાથે ધ્યાન રાખે, તે અત્યંત જરૂરી છે, ખરૃં કે નહીં.?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial