જીત કી દાસતાઁ બનાતે હૈ, ઐસે કિરદાર હમ નિભાતે હૈ
તાજેતરમાં રમત ગમત તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત યુવક મહોત્સવ ૨૦૨૪ માં જામનગરની થિયેટર પીપલ સંસ્થાનું નાટક 'વેશ અમારો વ્યથા તમારી' રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યું છે. મુંબઇનિવાસી ખ્યાતનામ લેખક દિલીપ રાવલની કસાયેલી કલમે લખાયેલ એકાંકી નાટકનું સૌથી સબળ પાસું એનું દિગ્દર્શન છે. જેમાં ભવાઇનાં અલગ અલગ વેશની સાથે સાથે સંબંધોની આગવી રજૂઆત દિગ્દર્શક રોહિત હરીયાણી દ્વારા કરવામાં આવી છે. ઉમદા અભિનેતા અને દિગ્દર્શક તથા અનેક એવોર્ડ વિજેતા રોહિત હરિયાણીએ સચોટ દિગ્દર્શન દ્વારા પોતાની પ્રતિભા વધુ એક વખત સાબિત કરી છે એમ કહી શકાય.
નાટકમાં દર્શક સુરડીયા, નિયતિ રાજગોર, પરમ વ્યાસ, મીત ઉમરાડીયા, મિષા વોરા, પવિત્રા ખેતીયા, જિગર પાલા, સચિન ધામેચા, જહાનવી પંડ્યા, મિરા અગ્રાવત, નિકુંજ વડોલીયા, દીપેન પરમાર તથા વરૂણ સોલંકીએ અભિનયનાં ઓજસ પાથર્યા હતા. સંગીત બાલકૃષ્ણ જેઠવાએ તૈયાર કર્યુ હતું અને સંગીત સંચાલન ડો.ધૈર્ય ચોટાઈએ સંભાળ્યું હતું. લાઇટ્સ ડિઝાઈન રોહિત હરિયાણી દ્વારા કરવામાં આવી હતી. લાઇટ્સ ઓપરેશન પ્રતિક શુક્લએ કર્યુ હતું. નેપથ્ય વ્યવસ્થા રિદ્ધિ બથીયા શાહ અને સંજય પરમારે સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યુવક મહોત્સવમાં નાટ્ય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ થિયેટર પીપલ કુલ ૧૪ વખત વિજેતા થયું છે અને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર ગુજરાતની એક માત્ર સંસ્થા છે.
સંસ્થાનાં સ્થાપક ગૌરવ પુરસ્કાર વિજેતા રંગકર્મી તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર વિરલભાઇ રાચ્છએ વિજેતા નાટકની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial