સાહિલ આજે ફેક્ટરીથી આવીને તરત નાહીને ફરી તૈયાર થતો હતો.સલોની વિચાર કરતી હતી કે આ કેમ આજે નાહીને તરત ફરીથી તૈયાર થવા માંડયો , આમ તો એ નાહીને થોડીવાર બેસે અને ટીવી જોવે અથવા કાંઈક વાંચે અને જમવા બેસે , એ પછી મ્યુઝિક સાંભળે અગિયાર વાગે સુઈ જાય ,પણ આજે આ ક્યાં જવાનો હશે? થોડીવારમાં સાહિલે કોઈને ફોન કર્યો કે રાહીલ તું ટેમ્પો લઇ દસ વાગ્યા સુધીમાં આવી જઇશ ને? આજે આપણે આટલા વિસ્તાર પુરા કરવા છે.
સલોની વિચારે કે આ શું ? ટેમ્પો ભરીને શું લાવવાનું હશે ? એનાથી રહેવાયું નહિ અને એણે સાહિલને પૂછી જ નાખ્યું કે આ શું છે ? સલોની માંટે લગ્ન પછી આ પહેલી ઘટના હતી. ગયા શિયાળે તો લગ્ન થયા હતા અને એ પછી આ પહેલો શિયાળો એટલે એને તો આ ખબર હોય જ નહિ. એટલે જ પૂછ્યું. સાહિલ આ શેનો ટેમ્પો ભરીને આવશે ? વિસ્તાર કવર કરવાના શેના માટે? સાહિલ સલોની સામે હળવા સ્મિત સાથે જોવા માંડયો.
ભગવાન બુદ્ધ એ જમાનામાં જ થયેલા એવું નથી , આ જમાનામાં પણ હોય. એ સમયમાં એ ઘર છોડી ને ગયા હતા શુકામ ? એમનું મૂળ નામ તો સિદ્ધાર્થ હતું ,એના જન્મ સમયે એક જ્યોતિષે કહેલું કે અલૌકિક લક્ષણોવાળો આ બાળક સમગ્ર દુનિયાનો મુક્તિદાતા બનશે. અને રાજાને ચેતવણી આપતાં તેણે ઉચ્ચાર્યું : કોઈ રોગી વૃદ્ધ કે શબને એ ક્યારેય જોશે તો સંસારનો ત્યાગ કરશે.* રાજાએ પોતાનાથી બનતા બધા પ્રયાસો કર્યા કે સિદ્ધાર્થ આમાંનું કાંઈ જુવે નહિ. પણ વિધિએ લખેલા લેખ મિથ્યા ન થાય. એ એકવાર નગરમાં ફરવા નીકળ્યો ત્યારે એણે વૃદ્ધ,શબ ,રોગી અને ઘણું જોયું પછી એણે પત્ની પુત્રને સુતા મૂકી સંસારનો ત્યાગ કર્યો. એનાથી માનવના દુઃખો જોવાયા નહિ. પછી તોે ઘણું થયું પણ એ એક યુગ હતો એ પછી આજના જમાનામાં ભલે રાજા નથી હોતા પણ, રાજવી જીવન જીવતા શ્રેષ્ઠીઓ તો છે જ કે વૈભવી જીંદગી જીવતા હોય.
એવા જ એક ધનાઢ્ય પરિવારની વાત છે, શેઠશ્રી નરોત્તમ દાસ, બહુ મોટી ફેકટરીના માલિક કે જેમનો વ્યવસાય આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલો હતો, વિશાળ બંગલો અને અનેક મોંઘી કાર ,નરોત્તમ દાસ લક્ષ્મી ના ઘરે ને લગ્ન પછી, ઘણા સમયે દીકરો જન્મ્યો એ વખતે નરોત્તમદાસે એક જ્યોતિષ પાસે કુંડળી બનાવવડાવી , એ જ્યોતિષે આવીને કહ્યું કે *તમારા ઘેર તો સાક્ષાત ઈશ્વરે જન્મ લીધો છે જે સૌનું કલ્યાણ જ ઈચ્છે. આ જાતક અત્યંત દયાળુ છે, એમના થી કોનું દર્દ જોઈ શકાશે નહિ. એ ગરીબ દુઃખી લોકોને મદદ કરશે જ, એ એનું ધન એમાં વાપરશે. શેઠ ને ચિંતા થવા માંડી કે આ છોકરો ધંધામાં ધ્યાન નહિ આપે? મારા ધંધા નું શું થશે? ઈશ્વર બધું આયોજન કરતા જ હોય છે , નરોત્તમદાસ લક્ષ્મી ના ઘેર આમ ઘણા વર્ષ સુધી સંતાન નહોતું પણ સાહિલના જન્મ પછી બે જ વર્ષમાં બીજું બાળક જન્મ્યું દીકરો એનું નામ રાખ્યું રાહીલ , એ જ જ્યોતિષે કહ્યું કે આ બાળક લાગણીશીલ અને કુટુંબપ્રેમી હશે , આના નસીબમાં ખુબ વૈભવ છે,વ્યવસાયમાં તમારું નામ રોશન કરશે. શેઠ તમારા બન્ને દીકરા એમની રીતે તમારું નામ ઉજાળશે. દુનિયા તમારું નામ બહુ જ સન્માન સાથે બોલશે. શેઠને ઘણો આનંદ થયો. શેઠ એક વાત નો ખ્યાલ તો સતત રાખતા હતા કે સાહિલ કોઈ ગરીબ લાચાર દુઃખી લોકોને જોવે નહિ. પણ વિધિના વિધાન કોઈ ટાળી શક્યું છે? સાહિલ અને રાહીલ વચ્ચે બે જ વર્ષનો ફરક હતો. સમય જતા બન્ને સરખા જ લાગે. નજરે જોતા નાના મોટા નો ખ્યા લ ન આવે. બન્ને ભણવામાં હોંશિયાર. ગ્રેજ્યુએશન પછી જ્યારે સાહિલ ફેક્ટરીમાં કાર્યરત થયો પછી એક દિવસ એને પિતાજીએ ઉત્પાદન ક્ષમતા વધારવા બીજી ફેક્ટરી નાખવાની હતી એ જગ્યા જોવા મોકલ્યો અને કહ્યું કે એ જગ્યા કેવી લાગે છે એ જોઈ લે આપણે ખરીદવી છે. સાહિલ જગ્યા જોવા તો ગયો પણ એ જગ્યામાં ઝુંપડાઓ હતા અને એમાં ગરીબો રહેતા હતા. એમના બાળકો રોડ પર કોઈ એઠવાડ ફેંકી ગયેલું એ ચાટતા હતા. આ બધું જોઈ , સાહિલ અંદરથી વ્યથિત થઇ ગયો. જેની આ જમીન હતી એને સાહિલે પછ્યું કે આ જમીન તમે અમને આપી દેશો પછી આ બધા ક્યાં જાશે ? પેલા ભાઈ કહે કે એમને જ્યાં જવું હોય ત્યાં જાય, એ લોકો તો ટેવાયેલા હોય આમ એકથી બીજે જવામાં . સાહિલ ના મગજ માં એ જ ચિત્ર આવતું હતું કે બાળકો એઠા પતરાળાં ચાટતા હતા. જગ્યા તો બરાબર લાગી એણે પિતાજીને કહ્યું કે લઇ લો એ જમીન. સાહિલ સતત વિચારોમાં હતો, વારંવાર એ ગરીબોના લાચાર ચહેરા નજર સામે આવતા હતા. એણે રાત્રે રાહિલને કહ્યું કે પિતાજીએ એક જમીન લેવાનું નક્કી કર્યું છે,, ચાલ આપણે જોવા જઈએ. એ બન્ને ભાઈઓ ગયા. રાતનો સમય હતો. ઠંડી સખત હતી. સાહિલને એ ગરીબોની હાલત જોવી હતી. જોયું તો એક ફાટેલી ચાદર ઓઢી ચાર જણા નું પરિવાર ટૂંટિયું વાળી સૂતું હતું. રાહીલ કહે કે ભાઈ , આ જોયું? એક ચાદરમાં ચાર જણા આટલી ઠંડીમાં. સાહિલ કહે હા નાનકા હું એ જ જોઉં છું. બીજે દિવસે એ બેય ભાઈઓએ પંદર ધાબળા ખરીદ્યા અને ત્યાં સુતેલ ગરીબોન ે વ્યક્તિગત એક એક આપ્યા. ત્યાં ઉભેલા ચોકીદારે કહ્યું કે શેઠ આવા તો કેટલાય ગરીબો અલગ અલગ ફૂટપાથો પર જોવા મળશે. તમે કેટલાના તન ઢાંકશો? રાહીલ કહ્યું સાહિલભાઈ આ ભાઈની વાત તો સાચી છે. એ લોકો નીકળ્યા પછી સાહિલે કહ્યું કે નાનકા એકવાર આપણે એમ કરી શકીયે.ટ્રકમાં ધાબળા ભરી નીકળીએ જ્યાં જ્યાં આવા ઠંડીમાં ઠરતાં કોઈ દેખાય ત્યાં ઓઢાડતાં જાશું. રાહિલે તૈયારી બતાવી , પિતાજીને વાત કરી એક પરિચિત ઉત્પાદક પાસેથી ધાબળા ખરીદી બેય ભાઈઓ નીકળ્યા અને આખા શહેરમાં જરૂરિયાતવાળા ઠંડીમાં ઠરતાં લોકોને આપતા ગયા. દરેક આશીર્વાદ આપે. એ કામ એમણે બે રાત કરવું પડ્યું. બસ પછી તો ક્રમ બની ગયો દર વર્ષે. આખા શહેરમાં ફરતા આપતા જાય.
એ પછી તો અલગ અલગ જગ્યાએ ભોજનનું સદાવ્રત ખોલ્યું , એક સંસ્થા કરી જેમાં એ લોકો જાહેરાત કરે કે *તમારે ત્યાં નેનો મોટો પ્રસંગ હોય ત્યારે લોકો ભોજનનો બગાડ ન કરે એ ધ્યાન રાખો. ગરીબો એ થાળીઓ ચાટે એ યોગ્ય ન કહેવાય , મહેમાનોને કહો જોઈએ એટલું જ થાળીમાં લે.અને તમારે ત્યાં ભોજન વધે તોઅમને જાણ કરો અમારા માણસો લઇ જશે , એ ભોજન ગરીબો ખાશે. લોકો *અન્ન બેન્ક * માં સૌ કહેવા માંડ્યા. આ બધા ક્રમ ચાલ્યા.
બસ એમ જ આ શિયાળે રાહીલ સાહિલ ને જવાનું હતું. એટલે કે સાહિલે ફોન કર્યો કે *રાહીલ તું ટેમ્પો લઇ દસ વાગ્યા સુધીમાં આવી જઇશ ને ? આજે આપણે આટલા વિસ્તાર પુરા કરવા છે.* સલોની એ પૂછ્યું *આ શું છે ?* ત્યારે સાહિલે કોઈ જવાબ ન આપ્યો પણ રાહીલ આવ્યો ત્યારે એણે ભાભીનેસમજાવ્યું. આ બે ભાઈઓ કોઈ ભિક્ષુક ને પૈસા ન આપે, જરૂરિયાત વાળાને વસ્તુ લઇ આપે. કપડાં ભોજન આપે . સૌએ સમજવા જેવું છે કે અન્ન વધ્યું હોય તો દાન કરો, ગરીબનું પેટ ઠરશે. કપડાં વધુ હોય તો એ દાન કરો.કોઈ તન ઢંકાશે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial