જામનગર તા. ૨૧: જામનગર જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી, સહકાર ભારતી ગુજરાત રાજયના ઉપાધ્યક્ષ, ધી જામનગર જિલ્લા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન વશરામભાઈ જે.ચોવટીયાની સહકાર ભારતીની રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય તરીકે વરણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સહકાર ભારતી એ રાષ્ટ્રીય લેવલની સહકારી સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૭૮માં કરવામાં આવી હતી. વશરામભાઈ ચોવટીયા સહકારી તેમજ સામાજિક ક્ષેત્રે અલગ અલગ સંસ્થાઓમા સેવા આપી રહયા છે. આ રાષ્ટ્રીય લેવલની સંસ્થામાં વરણી થવા બદલ જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટરો, સહકાર ભારતીના જિલ્લા અધ્યક્ષ રાજેશભાઈ આર.રાઠોડ તેમજ સમગ્ર સહકારી પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial