બાબા રામદેવ અને ડૉ. એન.પી. સિંહની ઉપસ્થિતિ
જામનગર તા. ૨૧: પતંજલી યુનિવર્સિટી દ્વારા સંચાલિત અને ભારતીય શિક્ષાબોર્ડ દ્વારા આયોજિત શૈક્ષણિક કૉન્ફરન્સમાં જામનગરના જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડૉ. ભરતેશ શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તા. ૧૪-૧૫ ડિસેમ્બરના હરિદ્વારમાં યોજાયેલ શૈક્ષણિક કૉન્ફરન્સનું સંચાલન ભારતીય શિક્ષા બોર્ડ ના ચેરમેન સ્વામી બાબા રામદેવ અને એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. એન. પી. સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કૉન્ફરન્સનો હેતુ ભારતીય પરંપરાને આધુનિક શિક્ષણનીતિ સાથે કેવી રીતે સંલગ્ન કરી શકાય તે માટે વિચારો પ્રગટ કરવા માટેનો હતો જેમાં ડૉ. ભરતેષ શાહ દ્વારા ભારતીય સંસ્કૃતિ તેમજ આધુનિક શિક્ષણ અંગે મંતવ્યો રજૂ કરાયા હતા.
આ કૉન્ફરન્સમાં જૈન એડ્યુકેશન ટ્રસ્ટ સાથે વિદ્યા ભારતી, ભારતીય શિક્ષણ મંડળ, અમ્મા, ઈશા, ચિન્ના જિયાર સ્વામી, અગસ્ત્યા ફાઉન્ડેશન, રામકૃષ્ણ મઠ, સ્વામિનારાયણ ગુરુકુળ, ભીખુ સંઘ સેવા, વિવેકાનંદ કેન્દ્ર, શ્રી સનાતન ધર્મ પ્રતિનિધિ સભા, દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, અરવિન્દો સોસાયટી જેવી દિગ્ગજ સંસ્થાઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
કૉન્ફરન્સના અંતે સ્વામી બાબા રામદેવજી દ્વારા દરેક પ્રતિનિધિનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. ભરતેષ શાહ દ્વારા બાબા રામદેવજી તથા ડૉ. એન. પી. સિંઘનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial