નગરપાલિકાના શાસકો/તંત્રની નબળાઈ !!
ખંભાળિયા તા. ૨૧: ખંભાળિયા નગરપાલિકા કે જે એક સમયે નાણાંકિય સમૃદ્ધતામાં રાજયમાં બીજા નંબરે હતી તથા કરોડો રૂપિયાના ઈનામો પણ મળ્યા હતા. પણ આજે દેવાના ડંુગર નીચે દબાયેલી કરોડોના વીજળી બીલ તથા પાણીના બીલની ઉધારી ધરાવતી પાલિકા દિવાળી પછી પોણા બે માસથી પાલિકાની નિયમિત તથા રોજમદાર કર્મચારીઓને પગાર ચૂકવી શકી નથી. ત્યારે દીવાળી પછી પાલિકાના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ કે જેમને પેન્શન પાલિકા જ ચૂકવે છે તેમને પણ પેન્શનના મળતા વૃદ્ધ પેન્શનરો તથા ફેમિલી પેન્શન મેળવતા પાલિકાના પૂર્વ કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે તથા વૃદ્ધોને આ ઉંમરે નાણાં માટે રખડવું પડે તેવી સ્થિતિ થઈ છે.
વર્ષોથી પાલિકાના વહીવટદાર એન.આર. પ્રજાપતિ હતા ત્યારથી સાડા સાત કરોડ રૂપિયા બેંકમાં એફ.ડી. રાખવામાં આવેલી જેના વ્યાજમાંથી નિયમિત પેન્શન ચૂકવાતું તથા પલિકા પાસે સ્વભંડોળ ના હોય ત્યારે પગાર ના થાય તો પણ ૫ેન્શન થઈ જતું પરંતુ દોઢ વર્ષમાં એ સાડા સાત કરોડ ઉડી ગયા હોય આજે પેન્શનરોને પેન્શન મેળવવાનો અધિકાર હોવા છતાં પેન્શન ના મળતા પાલિકાની કંગાળ ભીખારી જેવી હાલત ભારે ટીકાપાત્ર બની છે. માત્ર દોઢ વર્ષમાં સારી રીતે ચાલતી પાલિકાની સ્થિતિ દેવાના ડુંગરમાં દબાયેલી થઈ ગઈ છે !!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial