બંને હુમલાખોરની પોલીસે શોધખોળ હાથ ધરીઃ
જામનગર તા. ર૧: દ્વારકામાં આવેલા સ્વામી નારાયણ મંદિર પાસે ગુરૂવારે રાત્રે બે શખ્સ ગાળો બોલતા હતા તેને રોકવા જતાં બે યુવાન પર પાઈપ તથા કમંડળથી હુમલો કરવામાં આવ્યો હતો.
દ્વારકા શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં ફૂલવાડી પાસે રહેતા સમીર હાસમભાઈ સરવદી નામના યુવાન પર ગુરૂવારે રાત્રે સાડા નવેક વાગ્યે દ્વારકામાં સ્વામીનારાયણ મંદિર નજીક રાજુ રવજીભાઈ સતવારા તથા સીનુ મારાજે માર માર્યાે હતો.
ઉપરોક્ત બંને શખ્સ સ્વામી નારાયણ મંદિર પાસે ગાળો બોલતા હતા. તેઓને રવિભાઈ ભટ્ટે રોકતા રાજુ તથા સીનુ મારાજે રવિ અને સમીરને ગાળો ભાંડ્યા પછી હુમલો કર્યાે હતો. રાજુ રવજીએ પાઈપ ફટકાર્યાે હતો. જ્યારે સીનુ મારાજે હાથમાં રહેલુ કમંડળ માથામાં ફટકારી દીધુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial