રૂ. ૨૩ લાખની હેરાફેરીનો ગંભીર આરોપઃ
નવી દિલ્હી તા. ર૧: દિગ્ગજ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ થયું છે તેના પર ર૩ લાખની હેરાફેરીનો આરોપ છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રોવિડન્ટ ફંડ કેસમાં લાગેલા આરોપો પછી ઉથપ્પા સામે વોરંટ ઈશ્યુ કરાયો હતો. પીએફ પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી તરફથી આ વોરંટ જારૂ કરાયું છે અને પુલકેશનગર પોલીસને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.
ભારતીય ક્રિકેટર ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડનું સંચાલન કરે છે. તેમના ર કામ કરતા લોકોના પગારમાંથી પીએફના પૈસા કાપી લેવાનો પણ તેમના પીએફ ખાતામાં જમા ન કરવાનો આક્ષેપ છે. આ કેસમાં કુલ ર૩ લાખ રૂપિયાની હેરાફેરી કરાયાનો આરોપ લાગ્યો છે.
તા. ૪ ડિસેમ્બરે કમિશનર રેડ્ડીએ પોલીસને ઉથપ્પા વિરૂદ્ધ વોરંટ જારી કરવા કહ્યું હતું, પરંતુ તે પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નિયમો અનુસાર કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ કાપે છે તેણે એ રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરૂપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. પોલીસ હવ તેને શોધી રહી હોવાનો દાવો કરાયો છેેેેેેેેેેેેેેેેેેેે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial