Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ કુવૈતના પ્રવાસે

વર્ષ ૧૯૮૧ માં ઈન્દિરા ગાંધીએ લીધી હતી મુલાકાતઃ

નવી દિલ્હી તા. ર૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના કુવૈતના પ્રવાસે છે. આ પહેલા ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૮૧ માં કુવૈતની મુલાકાત લીધી હતી.

વડાપ્રધન નરેન્દ્ર મોદી આજથી કુવૈતના બે દિવસ (ર૧-રર ડિસેમ્બર) ના પ્રવાસે છે, જ્યાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ૪૩ વર્ષ પછી આ પહેલીવાર હશે કે જ્યારે કોઈ ભારતીય પીએમ કુવૈતની મુલાકાત લેશે.

સપ્ટેમ્બરમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પીએમની મુલાકાત થઈ હતી. આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી કુવૈતના અમીર, મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલપ્રસબાહના આમંત્રણ પર ર૧ અને રર ડિસેમ્બરે કુવૈતની યાત્રાએ છે. આ ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની પહેલી યાત્રા છે અને તેથી તે ખૂબ મહત્ત્વ ધરાવે છે.'

વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે. એમઈએ અનુસાર આ યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે રક્ષા, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. પીએમ મોદીને આ આમંત્રણ કુવૈતના અમીર શેખ મશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ દ્વારા આપવામાં આવ્યું છે. તેમની મુલકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના ટોચના નેતૃત્વને મળશે અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.

ઉલ્લેખનિય છે કે, કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો વિદેશી સમૂહ છે.

શનિવાર, ર૧ ડિસેમ્બર ર૦ર૪ ના ભારતીય સમય પ્રમાણે સવારે ૯-૧પ કલાક વડાપ્રધાન મોદી કુવૈત જવા રવાના થયા પછી સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧-૩પ વાગે અમીરી ટર્મીનલ પહોંચ્યા પછી બપોરે ૧૪-પ૦ થી ૧પ-ર૦ વાગ્યા સુધી વડાપ્રધાન મોદી ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લેશે. બપોરે ૧પ-પ૦ વાગ્યાથી                    -પ૦ વાગ્યા દરમિયાન શેખ સાદ અલ અબ્દુલ્લા ઈન્ડોર સ્પોર્ટસ કોમપ્લેક્સમાં સામુદાયિક કાર્યક્રમમાં સામેલ થશે. સાંજે ૧૮-૩૦ થી ૧૯-૩૦ વાગ્યા દરમિયાન ગલ્ફ કપ (ફૂટબોલ) ઓપનિંગ સેરેમનીમાં સામેલ થશે.

રવિવારે રર ડિસેમ્બર ર૦ર૪ ના સવારે ૧૦ વાગે વડાપ્રધાન મોદીને બયાન પેલસમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ પછી ૧૦-૩૦ થી ૧૦-૪પ વાગ્યા દરમિયાન કુવૈતના અમીર સાથે મુલાકાત થશે. ત્યારપછી ૧૧ વાગ્યાથી ૧૧-૩૦ વાગ્યા દરમિયાન કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે અને ત્યારપછી એમઓયુ પર હસ્તાક્ષર કરશે.

બપોરે ૧ વાગે પ્રેસ બ્રીફિંગમાં ભાગ લેશે. આ પછી સાડાત્રણ વાગે દિલ્હી માટે પ્રસ્થાન કરશે. રવિવારે રાતે એરફોર્સ સ્ટેશન પાલમ, દિલ્હીમાં પાછા આવશે. નોંધનીય છે કે પ્રોગ્રામમાં ફેરફાર શક્ય છે. કુવૈતનો સ્થાનિક સમય આઈએસટી કરતા ર કલાક ૩૦ મિનિટ પાછળ છે. કુવૈતની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતાં, જેમણે ૧૯૮૧ માં કુવૈતની મુલાકાત કરી હતી.

નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય વેપાર યુએસ ૧૦-૪૭ બિલિયન ડોલર સુધી પહોંચ્યો. કુવૈત ભારતનું છઠ્ઠુ મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે. જે ભારતની ઊર્જા જરૂરિયાતોના ૩ ટકા પૂરા કરે છે. ભારતીય નિકાસ પ્રથમ વખત યુએસ ર બિલિયન ડોલરના આંકને વટાવી ગઈ છે, જ્યારે કુવૈત ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં કરવામાં આવેલ રોકાણ યુએસ ૧૦ બિલિયન ડોલરને વટાવી ગયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial