સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં
દ્વારકા તા. ૨૧: દ્વારકામાં તા. ૨૧ અને ૨૨ ડિસેમ્બરે આહિર મહાબાલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
જેમાં આજે અખિલ ભારત વર્ષિય યાદવ મહાસભાના મહિલા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી મંજુ યદુ (રાયપુર, છત્તીસગઢ)એ ગુજરાત એકમની કારોબારી સભાને સંબોધન કર્યુ હતું. તેમણે સ્વસમાજના ઉત્કર્ષની દિશામાં કાર્ય કરવા અપીલ કરી હતી.
શ્રીકૃષ્ણ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત રાજય યાદવ મહિલા મહાસભાના અધ્યક્ષ અમિતાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં એક લોરીયા મહા બાલ સંમેલનના મુખ્ય સંયોજિકા લીરી માડમે સંબોધન કરી શિક્ષણ, સંસ્કાર, ગીતા અને ગાય આધારિત શ્રી કૃષ્ણ સંસ્કૃતિને જીવનમાં આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. લતાબેન તથા ગીતાબેને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આભારવિધિ રમાબેને કરી હતી. રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પ્રહલાદભાઈ યાદવ તથા દિલીપ યાદવે સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial