સાઉદ્દી નાગરિકત્વ ધરાવતા કારચાલક ડોક્ટર ગિરફ્તારઃ ૬૮ ઘાયલ
બર્લિન તા. ર૧: જર્મનીમાં ક્રિસમસ બજારમાં ઘૂસી ગયેલી બેકાબૂ કારે ઘણાં લોકોને કચડી નાખતા ૧૧ ના મોત થયા છે, અને ૬૮ ને ઈજા થઈ છે. કારચાલક પ૦ વર્ષનો ડોક્ટર છે, જે સાઉદ્દી અરેબિયાનો છે. સોશ્યલ મીડિયામાં આતંકી હુમલો ગણાવાયો છે અને તેની વિશ્વવ્યાપી ટીકા થઈ રહી છે.
જર્મનીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જર્મનીના મેગડેબર્ગમાં શુક્રવારે રાત્રે એક કાર ક્રિસમસ માર્કેટમાં ઘૂસી ગઈ અને લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બાળકો સહિત ૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૬૮ થી વધુ લોકો ઘાયલ થયા છે.
જર્મન મીડિયાના અહેવાલ મુજબ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ડ્રાઈવર ભીડમાંથી ૪૦૦ મીટર સુધી તેનું વાહન લઈ ગયો. જર્મન અખબાર વેલ્ટના અહેવાલ મુજબ કારનો ડ્રાઈવર સાઉદ્દી નાગરિક છે. આ વ્યક્તિ વ્યવસાયે ડોક્ટર છે અને તેની ઉંમર પ૦ વર્ષની આસપાસ છે.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેની પાસે અનેક સૂટકેસ છે, જેની તપાસ કરવામાં આવી અને તેમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. ઈમરજન્સી સેવાઓએ ઘાયલોની સંભાળ માટે તંબુ ગોઠવ્યા છે, જ્યારે ૧૦-ર૦ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મેઝેબર્ગ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મેગ્ડેબર્ગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટના ઈરાદાપૂર્વક કરવામાં આવેલ હુમલો હોવાનું જણાય છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મેગ્ડેબર્ગમાં એક કાળી બીએમડબલ્યુ ઉત્સવની ભીડમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે નાસાભાગ મચી ગઈ હતી. ડ્રાઈવર પાસે અનેક સૂટકેસ હતી, જેની તપાસ કરવામાં આવી અને કોઈ વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. આ ઘટનાના સીસી ટીવી કૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
આખા રોડ પર બજાર દેખાય છે. જેના કારણે અહીં ભારેેેેેેેેેેેેેેેેેેેેભીડ જોવા મળી રહી છે. ત્યારે અચાનક એક કાર તેજ ગતિએ લોકોને કચડી નાખે છે. કેટલાક લોકો જમીન પર પડી જાય છે જ્યારે કેટલાક ભાગવા લાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial