આઠ જેટલા ડ્રોન ઉંચી બિલ્ડીંગો સાથે ટકરાતા ફેલાયો ગભરાટઃ શાળા-કોલેજોમાં રજાઃ કઝાન એરપોર્ટ બંધ
કઝાન તા. ર૧: રશિયાના કઝાનની ૬ ઊંચી ઈમારતો પર યુક્રેને આઠ જેટલા ડ્રોન દ્વારા હુમલો કરતા રશિયામાં હડકંપ મચી ગયો છે અને શાળા-કોલેજો તથા કઝાન એરપોર્ટ બંધ કરાયા છે. આ હુમલામાં ઘાયલો તથા મૃતકો અંગેની અધિકૃત જાણકારી હજુ મળી નથી, પરંતુ આ હુમલો અમેરિકાના ૯/૧૧ ના હુમલા જેવો ગણાવાય રહ્યો છે.
રશિયાના કઝાનથી એક મોટા હુમલાના સમાચાર સામે આવ્યા છે. અહીં ૯/૧૧ ની જેમ ૬ ઈમારતને ડ્રોન વડે નિશાન બનાવવામાં આવી હતી અને આ ડ્રોન સીધું ઈમારતમાં ઘૂસી ગયા હતાં. તેપછી જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે.
રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ ૭૨૦ કિ.મી. દૂર કઝાનમાં આ ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ડ્રોન સીધા જ ઈમારતોમાં ઘૂસી જાય છે. માહિતી અનુસાર આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલામાં લગભગ ૬ જેટલી ઈમારતોને નિશાન બનાવવામાં આવી હતી.
કઝાન રશિયાનું ૮મું સૌથી વધુ વસ્તી ધરાવતીં શહેર છે. લગભગ ૮ ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતાં.
હવે આ હુમલા પછી રશિયા યુક્રેન સામે આક્રમક કાર્યવાહી કરી શકે છે, જેના લીધે યુદ્ધમાં ભયંકર અથડામણ જોવા મળી શકે છે. ઝેલેન્સકીએ કીવનો બદલો લીધા પછી હવે પુતિન શું કરશે તેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે.
બીજી બાજુ યુક્રેન વિરૂદ્ધની લડાઈ માટે રશિયા મોકલવામાં આવેલા ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનના ડ્રોને પકડી પાડવા વધુ ચોકસાઈ વર્તવાનું શરૂ કરી દીધું છે. ત્યારે યુક્રેનના સૈન્યોએ એક મોટો દાવો એ કર્યો છે કે, ઉત્તર કોરિયાના સૈન્યને અમારી સામેના યુદ્ધમાં મોટું નુકસાન થયું છે.
મીડિયાના અહેવાલો મુજબ રશિયા પર થયેલા આ હુમલા પછી કઝાનનું એરપોર્ટ બંધ કરાયું છે. અને શાળા-કોલેજોમાં રજા અપાઈ છે. એક કોલેજમાંથી વિદ્યાર્થીઓને રજા આપતી વખતે પણ વિસ્ફોટ થયો હોવાના અહેવાલો છે. આ હુમલાને અમેરિકામાં ૯/૧૧ ના હુમલા સાથે સરખાવાઈ રહ્યો છે. આ હુમલામાં મૃત્યુ અને ઈજા અંગે આ લખાય છે ત્યાં સુધી અધિકૃત અહેવાલો નથી, પરંતુ જાનહાની સહિત ઘણું મોટું નુકસાન થયું હોય શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial