Sensex

વિગતવાર સમાચાર

બજેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવાની કોણે કરી ભલામણ? ઈંધણ અને દુર્ઘટનાઓની વૈંશ્વિક વિટંબણા

આપણા દેશમાં માર્ગ-અકસ્મતો વધી રહ્યા હોવાની અવારનવાર ચર્ચા થાય છે, અને તેના કારણે થતા મૃત્યુના આંકડાઓ પણ જાહેર થતા હોય છે.દુનિયામાં હવે તો હવાઈ દુર્ઘટનાઓ પણ વધી રહી છે, અને તેના કારણે થતા મૃત્યુનો આંકડો પણ નાનો-સુનો હોતો નથી. સાઉથ કોરિયા, ઓસ્લો અને કેનેડાની વિમાની દુર્ઘટનાઓ તથા કાઠમંડુમાં પક્ષી અથડાતા ઈમરજન્સી લેન્ડીંગ કર્યું, તેવા અહેવાલો ચિંતાજનક છે. જો હવાઈ દુર્ઘટનાઓ આ રીતે વધવા લાગશે, તો હવાઈ મુસાફરી કરવી, એ ખતરારૂપ બનશે, જેથી તેની સીધી અસર ટુરીઝમ, બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જ નહી, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને સાંસ્કૃતિક-પારિવારિક પ્રવાસો પર પણ પડશે, જેનો આર્થિક ફટકો પણ ઝટકારૂપ હશે. આકાશી દુર્ઘટનાઓ વધી રહી હોવાથી હવે તે દિશામાં પણ સલામતિના સહિયારા કદમ દુનિયાના દેશોએ ઉઠાવવા જ પડશે, ખરૃં ને?

માર્ગ અકસ્માતો, રેલવે દુર્ઘટનાઓની વાત આવે, એટલે તેના કારણો અંગે તારણો નીકળવા લાગે અને તેને નિવારવા માટેના ઉપાયોની ચર્ચા પણ થવા લાગે, હવાઈ દુર્ઘટનાઓ પછી પણ આ પ્રકારની ચર્ચા થાય, પરંતુ તેની વ્યાપક્તા ઘણી ઓછી હોય છે, અને માર્ગ-રેલવે દુર્ઘટનાઓ કરતા હવાઈ દુર્ઘટનાઓના કારણો તદ્ન અલગ જ હોય છે, જેથી હવાઈ દુર્ઘટનાઓના મુદ્દે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને ખાસ કરીને એરલાઈન્સની કક્ષાએ આ મુદ્દે ગંભીરતાથી વિચારીને હવાઈ દુર્ઘટનાઓ ઘટાડવા કોઈ વૈશ્વિક પ્લેટફોર્મ પર નવી સમજુતિઓ થાય, કે નવા આંતરરાષ્ટ્રીય નિયમો ઘડાય, તે જરૂરી છે, તેમ નથી લાગતું?

કોઈપણ પ્રકારનું પરિવહન બળતણ (ઈંધણ) વિનાથઈ શકતું નથી. વિમાનો-હેલિકોપ્ટરો વગેરે ઊડાડવા માટે પણ ખાસ પ્રકારનું ઈંધણ વપરાય છે, જ્યારે જ્યારે આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધઘટ થાય છે, ત્યારે ત્યારે વિમાનોમાં વપરાતા ઈંધણના ભાવો પર પણ તેની અસરો થતી હોય છે, તેથી પેટ્રોલિયમ પેદાશોની માર્કેટના પ્રવાહોની પરોક્ષ કે પ્રત્યક્ષ અસરો પણ વૈશ્વિક અને ડોમેસ્ટિક હવાઈ પરિવહન પર થતી હોય છે.

પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પદાર્થોના ભાવ નક્કી કરવા આપણા દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ એક સિસ્ટમ કાર્યરત છે, જેને લઈને ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે. આ સિસ્ટમ મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાચાતેલ (ક્રૂડ) ના ભાવો ઘટે, ત્યારે આપણા દેશમાં ભાવો ઘટતા નથી અથવા ક્રૂડના ભાવોમાં થયેલા ઘટાડા અને નહીંવત્ ઘટાડો કરાતો હોય છે, તેવી ટીકા અવારનવાર થતી રહી છે. હવે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આગામી નાણાકીય બજેટ (વર્ષ ર૦રપ-ર૬) માટે કરાયેલા સૂચનોમાં કરેલું એક મહત્ત્વપૂર્ણ સૂચન પણ વિશ્વભરમાં 'ટોક ઓફ ધ માર્કેટ' બન્યું છે, અને આ સૂચન અન્ય દેશોમાં પણ જોરશોરથી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

સીઆઈઆઈએ બજેટને લઈને કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે, પરંતુ ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ જેવા મહત્તમ પબ્લિક અને પ્રાઈવેટ પરિવહન તથા ઊર્જા ક્ષેત્રને આવરી લેતા પદાર્થોના મુદ્દે સીઆઈઆઈએ કેન્દ્ર સરકારને કરેલી ભલામણો ઘણી જ મહત્ત્વપૂર્ણ ગણાય.

સીઈઆઈઆઈએ કેન્દ્ર સરકારને આગામી બજેટમાં ઈંધણ (પેટ્રોલિયમ ઉત્પાદનો-પેદાશો-પદાર્થો સહિત)ની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ ભારપૂર્વક કરી છે, જેને વિવિધ માધ્યમો દ્વારા જોરદાર સમર્થન પણ સાંપડી રહ્યું છે.

આ ઔદ્યોગિક ઓર્ગેનાઈઝેશન (સંગઠન) દ્વારા સરકારને જણાવાયું છે કે, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થવો જોઈએ, કારણ કે ઈંધણના ભાવો વધે કે સ્થિર રહે, તે મુજબ ફૂગાવો વધે કે યથાવત્ રહે  છે, જેથી ફૂગાવો ઘટાડવા માટે ઈધણના ભાવો ઘટાડીને ફુગવા પર અંકુશ મેળવી શકાય છે, અને તેના દ્વારા જ બેકાબૂ બની રહેલી મોંઘવારીને પણ કાબૂમાં રાખી શકાય છે.

આ સંગઠને સરકારને વાર્ષિક ર૦ લાખ રૂપિયાની વ્યક્તિગત આવક માટે માર્જિનલ ટેક્સ ઘટાડવાની ભલામણ પણ ભારપૂર્વક કરી છે, અને કહ્યું છે કે, બજેટમાં આ પ્રકારની રાહત મળશે, તો ઉચ્ચ ટેક્સ, આવક અને વેગીલા વિકાસની સાયકલ પણ વધુ ઝડપ પકડશે.

સીઆઈઆઈએ વ્યક્તિગત માર્જિન રૂ. ૪ર.૭૪ ટકા અને સામાન્ય કોર્પોરેટર ટેક્સના રપ.૧૭ ના રેટની વચ્ચે મોટું અંતર વધુ હોવાથી ફૂગાવો વધતા લોકોની ખરીદશક્તિ ઘટી છે. લોકોની ખરીદ શક્તિ વધારવા માટે પણ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટવા અત્યંત જરૂરી છે, કારણ કે પેટ્રોલ-ડીઝલ-ઓઈલના ભાવો ઘટશે, તો ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલીંગ તથા ઊર્જા વપરાશને પણ તેની હકારાત્મક અસરો થશે, જેનો સીધો ફાયદો દેશની સામાન્ય જનતાને મળશે.

સીઆઈઆઈને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલના રિટેઈલ ભાવોમાં ર૧ ટકા જેવી એક્સાઈઝ ડ્યુટી સામેલ હોય છે, જ્યારે ડીઝલ પર પણ ૧૮ ટકા જેવી એક્સાઈઝ ડ્યુટી વસૂલાય છે, જ્યારે વૈશ્વિક કક્ષાએ ક્રૂડના ભાવોમાં ૪૦ ટકા ઘટાડો થયો હોય, ત્યારે પણ તેને અનુરૂપ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટે નહીં, તે યોગ્ય નથી.

સંગઠને તર્ક આપ્યો છે કે આ એક્સાઈઝ ડ્યુટી ઘટશે, તો ફૂગાવો પણ ઘટશે અને ફૂગાવો ઘટશે તો મોંઘવારી ઓછી થશે, જેના કારણે લોકોની ખરીદશક્તિ વધશે, અને ડિમાન્ડ વધતા એકંદરે માર્કેટને ફાયદો થશે, જેનો લાભ સામાન્ય જનતાને પણ મળશે.

ઓછી આવક ધરાવતા જુથોને લક્ષ્યમાં રાખીને કન્ઝ્પ્શન વાઉચર શરૂ કરવાનું ઉપયોગી સૂચન પણ કર્યું છ ે, જેથી આ સમયગાળામાં કેટલાક સેવા સેક્ટર તથા ચોક્કસ પ્રકારની ડિમાન્ડને પ્રોત્સાહિત કરી શકાય. વિશિષ્ટ સેવાઓ તથા વસ્તુઓ માટે ૬ થી ૯ મહિનાના સમયગાળા માટે આ વિશિષ્ટ પ્રકારના કન્ઝપ્શન વાઉચરનું આ સૂચન વિચારવા જેવું ખરૃં...

'મનરેગા'ના શ્રમિકોનું ન્યુનત્તમ વેતન ર૬૭ રૂપિયા વધારીને ૩૭પ રૂપિયા કરવાની ભલામણ પણ કરી છે, અને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક ૬૦૦૦ ના બદલે આઠ હજાર ચૂકવવાની ભલામણોને કારણે સરકાર પર બન્ને મળીને ૬૦ હજાર કરોડથી વધુ રકમનો બોજ પડશે, પરંતુ આ કારણે લોકોની ખરીદશક્તિ વધતા તેની અસર હેઠળ વિવિધ પ્રોડક્શન સેક્ટરો તથા માર્કેટમાં તેજી આવશે, જે સામાન્ય જનતા માટે રાહતરૂપ નિવડશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

આજે હવાઈ અકસ્માતો, બજેટને લઈને સૂચનો, ફૂગાવો, મોંઘવારી, ઈંધણના ભાવો તથા પહેલી જાન્યુઆરીથી વિવિધ ક્ષેત્રે થનારા ફેરફારોની નેગેટીવ-પોઝિટિવ અસરોની ચર્ચા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડાની સંભાવનાએ આશાનું નવું કિરણ જગાવ્યું છે. જોઈએ હવે શું થાય છે તે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial