ભારતમાં પહેલી વખત આ પ્રકારની કોમ્પિટિશન યોજાઈ હતીઃ ૧૫ દેશોના ૯૩ સ્પર્ધક હતા
પંખીની જેમ ઉડવાની ચાહ માનવીના મનમાં હંમેશાં રહી છે અને યૌવન એટલે અણદીઠેલી ભોમ પર આંખ માંડીને પાંખ વીંઝવાની તાકાત. આવી જ એક ઉડાન લઇ ચુકેલા જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના જ નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ટેહરીમાં ૧૯ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર સુધી યોજાયેલ ટેહરી ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ એક્રો એન્ડ એસઆઈવી કોમ્પિટિશનમાં ભાગ લઇ જામનગરનું નામ રોશન કર્યુ છે.
ભારતમાં પહેલી વખત આ પ્રકારની ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોથી તથા ૧૫થી વધારે દેશોના પેરાગ્લાઈડીંગ પાઈલોટ કુલ ૯૩એ ભાગ લીધો હતો .
આ કોમ્પિટિશનમાં પેરાગ્લાઈડીંગના અલગ અલગ એક્રોબેટ્સ જેવા કે સેટ રોટેશન, સ્પાઈરલ, સ્ટોલ ટુ બેક્ફ્લાઈ પોઝીસન વગેરે હવામાં કરી બતાવી પ્રતિભાગીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બોડી બેલેન્સ, પેરાગ્લાઈડરની દિશા, સ્પીડ અને પાઈલોટની કુશળતા જેવા ઘટકોને ધ્યાને લઇ અલગ અલગ એક્રોબેટ્સનું બારીક અવાલોકન નિર્ણાયકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની પ્રતિયોગીતા ખૂબજ જોખમી હોવાથી તેનું આયોજન ટેહરી ડેમ પર કરવામાં આવ્યું હતું જેથી જો કોઈ પ્રતિભાગી પડે તો પાણી માંથી તેને બચાવી શકાય. ભારતમાં ઘણા ઓછા પેરાગ્લાઈડીંગ પાઈલોટ એક્રોબેટ્સ કરે છે. આથી આ પ્રતિયોગીતા પેરા ગ્લાઈડીંગના એક્રોબેટીક્સને વેગવાન કરવાની દિશામાં મહત્વનો ફાળો આપે છે . ઉલ્લેખનીય છે કે તેઓએ પેરાગ્લાઈડીંગની ટ્રેનીંગ અરુણાચલ પ્રદેશના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મોનીટરીંગ એન્ડ એડવેન્ચર સ્પોર્ટસ તથા બીર હિમાચલ પ્રદેશની એન્ટીગ્રેવિટી સંસ્થાથી મેળવેલ છે.
નચિકેતા ગુપ્તા આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર ગુજરાતના એક માત્ર પેરાગ્લાઈડીંગ પાઈલોટ હતા. જેમણે ત્યાં પોતાની પેરાગ્લાઈડીંગની કુશળતા દર્શાવી સફળતાપૂર્વક બધા એક્રોબેટીક્સના ટાસ્ક પૂર્ણ કર્યા અને ઇવેન્ટમાં કવોલીફાઈ થયા હતા. જે રાજ્યોમાં બહુ ઊંચા પહાડો નથી તેવા રાજ્યોમાંથી ખૂબ જ ઓછા પ્રતિસ્પર્ધી આ કોમ્પિટિશનમાં ક્વોલીફાઈ થઇ શક્યા છે, પણ નચિકેતા ગુપ્તાએ આ સ્પર્ધામાં ખૂબજ સારૂ પ્રદર્શન કર્યું છે જે જામનગર માટે ગૌરવની વાત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial