Sensex

વિગતવાર સમાચાર

બારાડી લોહાણા મહાજન પ્રમુખે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્નમાં આઠ જેટલા સુધારાનો કર્યો અમલ

'મોટાભાઈ'નું કદમ ચૂસ્ત સમયપાલનની અમલવારીઃ ફટાકડા ફોડવા, રૂપિયા ઊડાડવા, પ્રિવેડીંગની પ્રથા બંધઃ અનુકરણીય-પ્રશંસનિય

ભાટિયા તા. ૯ (નિલેશ કાનાણી દ્વારા): હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે રહેતા અને સમગ્ર હાલાર-સૌરાષ્ટ્ર પંથકમાં 'મોટાભાઈ'ના નામે જાણીતા થયેલા લોહાણા સમાજના શિરમોર અને વર્ષોથી બારાડી લોહાણા મહાજનના પ્રમુખ તરીકે સેવા આપતા શ્રી દ્વારકાદાસભાઈ કેશુભાઈ રાયચુરાએ તાજેતરમાં પોતાના પૌત્ર મંથન અને પૌત્રી જીસાના લગ્ન પ્રસંગમાં લોહાણા સમાજને નવો રાહ ચિંધ્યો હતો. આઠ જેટલા સુધારાનો પોતાના પરિવારના લગ્ન પ્રસંગમાં ફેરફાર કરી દાખલ બેસાડેલ છે.

તેઓએ દીકરા-દીકરીઓને લગ્ન પ્રસંગમાં પ્રિવેઈડીંગ ફોટા માટે બહાર મોકલવાનું બંધ કરેલ, સગાઈ વખતે તથા જાન આગમન વખતે એકદમ જાન સમયસર આવેલ અને સમયસર ગયેલ. સામૈય સમયે છોકરાઓએ અને બહેનોએ ડાન્સ મર્યાદામાં અને પ્રસંગ માટેના ઉતારાની હદમાં જ કરેલ. સામૈયા વખતે રૂપિયા ઊડાડવાની પ્રથા બંધ કરેલ. ફટાકડા ફોડવાની પ્રથા બંધ કરેલ. જાન આગમન પછી દીકરી-દીકરા બ્યુટી પાર્લર માટે જઈ અમય બાગડતા તે પ્રથા બંધ કરેલ હતી.

સામૈયા પછી વરરાજા માંડવે આવે ત્યારે કન્યા તથા વરરાજાને ઊંચકવાની પ્રથા હતી તે બંધ કરી. અરસ-પરસ ફૂલ-માળા આરોપણ કરેલ. આમ અલગ-અલગ આઠ જેટલા ફેરફારો કરી અને પ્રથમ શરૂઆત લાંબા બંદર લહાણા સમાજમાં અમલ કરાવી અને અન્ય ગામોના લોહાણા સમાજ પણ આ ફેરફારો-સુધારાઓ કરે તેવી શીખ પણ પોતે આપી અને આ ઉમદા અને અનુકરણીય પગલું ભરતા બારાડી પંથકના ભાટિયા, રાવલ, કલ્યાણપુર, લાંબા બંદર, નંદાણા, બાંકોડી, રાણ, દેવળિયા, ભોગાત સહિત તાલુકાના લોહાણા મહાજનોએ આ નવું પગલુ ભરવાની પહેલ કરવા બદલ અને સમાજમાં આનો અમલ કરાવવા પર ભાર મૂકતા જ્ઞાતિના ભીષ્મપિતા સમાન મોટાભાઈની પહેલને વધાવી લઈ અને આગામી દિવસોમાં સમાજને આ આઠેય સુધારાઓનો અનુકૂળતા પ્રમાણે અમલ કરાવવા ભાર મૂકવા ખાતરી આપી છે.

આ રીતે લાંબા બંદરના મહિલા મંડળે મહાજન વાડીમાં એક મિટિંગ યોજી. આ આઠે આઠ સુધારાઓનો અમલ કરવા ખાતરી આપી હતી અને આગામી દિવસોમાં મહિલા મંડળ દ્વારા ભાટિયા, રાવલ, કલ્યાણપુર, નંદાણા સહિત તાલુકાના ગામોના મહિલા મંડળોના પ્રમુખો-મહિલા આગવાનો સાથે મિટિંગો યોજી આ સુધારાઓ કરાવવા પર ભાર મૂકવામાં આવશે.

આ આઠેય સુધારાઓનો લગ્ન પ્રસંગ-સગાઈમાં દીકરા-દીકરીઓના માતા-પિતા અમલ કરવાનું નક્કી કરી લે તો સમય અને ખર્ચ બન્નેનો બચાવ થાશે અને આવનાર સગા-સંબંધીઓ-સ્નેહીઓને પણ આનાથી ઘણી રાહત મળશે અને પ્રસંગનો આનંદ માણી શકશે.

આવા સમાજ ઉપયોગી અનુકરણીય પગલા ભરવાની પહેલ સમાજના મોભીથી શરૂઆત થાય એટલે સમાજના અન્ય લોકો આ માર્ગ સરળતાથી આગળ વધી સમાજ-સુધારકમાં સહભાગી થવામાં કોઈ જાતનો સંકોચ નહીં રહે.

મોટાભાઈ સાથેની વાતમાં તેઓએ એમ પણ જણાવ્યું છે કે આ સુધારાઓ માત્ર બારાડી પંથકના લોહાણા સમાજ પૂરતા જ સીમિત ન રહે અને ગામે-ગામના લોહાણા મહાજનો-સમાજે અમલ કરવા માટે આગળ આવવા અને સમાજને નવો રાહ ચિંધી આ યજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.

પ્રથમ અમલ લાંબા બંદર લોહાણા મહાજન અને લાંબા બંદર મહિલા મંડળ ગ્રુપ દ્વારા શરૂ કરાતા તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial