ઉડે જો આભમાં પતંગ તમારી, સંભાળજો એ આભમાં છે સવારી અમારી...
આપણે સૌ ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે. આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી 'કરુણા અભિયાન-૨૦૨૫' અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા વિનંતી છે. આપ સૌને આપના વિસ્તારમાં કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને નીચે દર્શાવેલા તમારા નજીકના કોઇપણ એક કેન્દ્ર ઉપર પહોચાડવા વિનંતી છે, અથવા નીચે દર્શાવેલ વિસ્તાર મુજબની મદદ માટેના સંપર્ક કેન્દ્રોને જાણ કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
ઉત્તરાયણ દરમિયાન આટલું કરીએ
ફક્ત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોચાડીયે, ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.
સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ
પક્ષીઓ સુરક્ષિત રહે તે માટે સવારે ૯.૦૦ વાગ્યા પહેલા કે સાંજના ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવીએ, ક્યારેય પણ તુક્કલ ન ચગાવીએ. ચાઇનીઝ, સીંથેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રિના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા, યોગ્ય સારવાર સ્થળ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ.
વન વિભાગનો હેલ્પ લાઇન નંબરઃ-૧૯૨૬ અને ૮૩૨૦૦૦૨૦૦૦ અથવા વોટસઅપમા 'દ્ભટ્ઠિેહટ્ઠ' ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.
તાલુકા વાઇઝ સંપર્ક નંબરની યાદી
જામનગર તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, જામનગર સંપર્ક નંબર ૭૯૮૪૩ ૬૦૩૦૦, ૯૦૯૯૩ ૨૪૭૪૨, ૮૨૦૦૭ ૫૬૧૧૮, ૮૭૮૦૨ ૧૬૯૨૪, અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી પ્રાથમિક સારવાર કેન્દ્ર, ઠેબા ૯૯૭૫૮ ૫૩૭૦૨, ૯૪૦૮૧ ૬૨૧૪૩, પક્ષી અભયારણ્ય ખીજડીયા માટે ૮૮૪૯૩ ૨૧૮૯૪, ૯૬૬૨૮ ૩૦૦૧૮, સાંઇધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ ૭૯૮૪૪ ૦૨૫૦૦, ૭૮૭૮૫ ૫૫૫૪૮, લાખોટા નેચર કલબ ૭૫૭૪૮ ૪૦૧૯૯, ૯૬૦૧૧ ૧૧૧૬૭, કુદરત ગૃપ, પટેલ કોલોની, જામનગર ૯૨૨૮૮ ૭૭૯૧૧, શિવદયા ટ્રુસ્ટ, લાલપુર ચોકડી પાસે ૯૮૭૯૯ ૯૯૫૬૭, નિસર્ગ નેચર એડવેન્ચર કલબ, રણજીતનગર ૮૩૨૦૮૫૦૩૭૧, ૮૨૦૦૭ ૯૭૬૫૬, ૯૦૩૩૫ ૫૦૩૪૧, ૯૮૯૮૭ ૦૦૬૫૭, જીવ સેવા ફાઉન્ડેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, ૭૨૦૩૦ ૩૦૨૦૮, ૯૬૩૮૭ ૬૮૪૯૮, ૯૯૦૪૯ ૪૯૩૨૮, પ્રકૃતિ મિત્ર, પવનચકી પાસે ૯૮૨૪૨ ૨૪૬૦૧, ૮૪૦૧૨ ૮૮૨૮૮, ૯૭૨૫૩ ૨૧૭૨૦, જોડીયા વિસ્તાર માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૦૧૬૦૨ ૧૦૦૫, ૭૩૮૩૮ ૫૯૪૪૪, ધ્રોલ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૨૬૫૫ ૫૭૮૨૯, ૯૭૨૭૯ ૩૨૩૦૫, રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૬૦૧૯૦૧૩૪૨, ૯૮૯૮૩૨૭૩૦૬, જામજોધપુર માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૭૭૩૨ ૩૪૫૮૬, ૯૫૫૮૦ ૨૪૩૭૩, ૭૬૯૮૧ ૮૧૫૧૧, લાલપુર માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૬૩૫૪૬ ૮૩૨૦૬, ૮૩૪૭૭ ૦૧૪૭૭, ૯૭૬૯૩૫૧૧૧૧, ૭૯૮૪૪૦૬૬૧૬, કાલાવડ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૪૨૯૫૧૯૪૯૨, ૯૦૩૩૦૭૭૯૫૨, સિક્કા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ૯૭૧૪૧ ૭૭૯૭૨, ૯૭૭૩૨૨૬૮૨૩, અલીયાબાડા માટે ૯૫૫૮૮૮૮૬૬૦, ૯૯૨૪૧૨૫૫૭૫ પર ઘાયલ પક્ષીઓની મદદ કરવા સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial