ખંભાળિયા તા. ૨૦: દ્વારકા જિલ્લાના ભા બરડા ડુંગર વિસ્તારના સંત પૂ. ત્રિકમાચાર્ય બાપુના ૧૬૧ મા જન્મ દિનની ઉજવણી ભાણવડ બાપુની વાવમાં કરવામાં આવી હતી.
શ્રીમતી તરૂણાબેન વલ્લભભાઈ થાનકી (હાલ અમેરિકા) તથા આશાપુરા સામુદ્રી માતાજી ઘુમલીના પૂજારી સંજયભાઈ શાંતિલાલ થાનકી પરિવારે દ્વારા નૂતન ધ્વજારોહણ, ગાયત્રીયજ્ઞ તથા ત્રિકમાચાર્યની જગ્યામાં પ્રથમ વખત અન્નકૂટ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. બરડા ડુંગરના આશાપુરાથી મંગળ જ્યોતિ બાપુની વાવે લાવવામાં આવી હતી. તેજસ પુરોહિત, મનોજ થાનકી, દિક્ષીત થાનકી, જયદીપ થાનકી, ઉમેશ મોઢા, મનોજ જોષી, કાર્તિક, મીત સાણથલા, હરિશ થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial