૧૫ યુગલો પ્રભુતામાં માંડશે પગલાઃ
જામનગર તા. ૨૦: સિધ્ધાર્થ મીત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ મેઘવાર સમાજના યુવક-યુવતિઓ માટે પ્રથમ સમૂહ લગ્નોત્સવ તા. ૨૧-૧ને મંગળવારે પદમ હોટલ પાસે, નવી આર.ટી.ઓ. ઓફિસ રોડ, નાઘેડી, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં ૧૫ યુગલ પ્રભૂતામાં પગલા માંડશે. જેના અનુસંધાને તા. ૨૦-૧ને સોમવારે રાત્રે ૮ વાગ્યે કસુંબલ લોક ડાયરો યોજવામાં આવ્યો છે. કિસ્મતભાઈ ચૌહાણ, નિલય રાજ, જયદિપ બોરીયા, જીજ્ઞાબેન આહિર સહિતના કલાકારો દુહા-છંદ અને ભજનની રમઝટ બોલાવશે.
સમૂહ લગ્નની જગ્યાના દાતા સ્વ. મેરામણભાઈ પરમાર છે. લગ્નવિધિના મુખ્ય આચાર્ય બચુ મારાજ ત્રિભોવનદાસ શ્રીમાળી છે.
૧૦૮ મહંત શ્રી નાનકદાસજી મહારાજ (કબીર મંદિર- જામનગર), ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ગોવિંદેશ્વર-બાપુ (જુનાગઢ), મહંતશ્રી ગુલાબદાસ બાપુ (આમરણ), મહંતશ્રી મુળદાસ બાપુ (ખીલોસ) અને મહંતશ્રી પ્રવિણ બાપુ (જામદુધઈ) ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપશે.
આ સમૂહ લગ્નમાં રાજભા જાડેજા તરફથી સ્ટિલના ૧૫ કબાટ, દેવજીભાઈ વાઘેલા તરફથી રૂ. ૨૫૦૦૦, કૈલાશભાઈ ગોહિલ તરફથી રૂ. ૨૧૦૦૦, રતનબેન ડી. ગોહિલ અને મંજુલાબેન કેશુભાઈ ચાવડા (હસ્તે ચાવડા સાહેબ-જેએમસી) તથા સંજયભાઈ બગડા તરફથી રૂ. ૧૫-૧૫ હજાર, સ્વ. ખીમજીભાઈ કવાડ (હસ્તે ભરતભાઈ કવાડ), યોગેશ બગડા, જુસબભાઈ કોટાઈ, કેશુભાઈ ચાવડા તરફથી રૂ. ૧૧-૧૧ હજારનો આર્થિક સહયોગ મળ્યો છે..
આ ઉપરાંત પણ અનેક દાતાઓ દ્વારા આર્થિક સહયોગ તથા કરિયાવરમાં વિવિધ વસ્તુઓ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial