હિમાલયન સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા
જામનગર તા. ૨૦: હિમાલયન સમર્પણ ધ્યાન યોગ પરિવાર- જામનગર દ્વારા લોક આત્માઓની જાગૃતિ માટે પૂ. ગુરૂદેવ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની પ્રેરણાથી મેગા વિડિયો શિબિરનું તા. ૬ થી ૧૩ સુધી આયોજન થયું હતું. જેમાં સફળતા સાંપડી છે. સેંકડો પુણ્યશાળી આત્માઓ પૂ. ગુરૂદેવજીના ચૈતન્ય આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. સેંકડો નવા સાધકો પણ જોડાયા હતાં.
શિબિર દ્વારા આધ્યાત્મિક પ્રગતિના વણાયેલા બીજને વટવૃક્ષ બનાવવા અને મહત્ત્વની ઈચ્છાને ગુરૂકૃપાથી સાકાર કરવા ૪૫ દિવસનું સામુહિક ગહન ધ્યાન અનુષ્ઠાન કરવા તથા પરમ તત્વને પામવા દરરોજ ઓછામાં ઓછુ ૩૦ મિનિટનું ધ્યાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ આઠ દિવસીય શિબિરમાં રાજકીય, આગેવાનો વિવિધ ધર્મના સંતો, સાધ્વીઓ, ધર્મ સંસ્થાના આગેવાનો, પોલીસ સહિતના અન્ય વ્યવસાયના શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial