રૂ.૧૦ લાખનો દંડઃ
જામનગર તા.૨૦ : જામનગરના એક આસામીને રૂ.૧૦ લાખના ચેક પરતના કેસમાં અદાલતે છ મહિનાની કેદની સજા ફટકારી છે.
જામનગરમાં રાજ૫ાર્ક પાછળ આવેલી રંગમતી પાર્ક ૪માં રહેતા ભરત વસરામભાઈ પરમારે ધંધા માટે કુલદીપસિંહ જાડેજા પાસેથી સંબંધદાવે રૂ.૧૦ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ભરતભાઈએ ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફરતા કુલદીપસિંહે અદાલતમાં ફરિયાદ નોંેંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial