Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

સિક્કાના વિપ્ર યુવાન ગુમ થતાં પિતાએ પોલીસને જાણ કરીઃ તપાસ શરૂ કરાઈ

પત્ની સાથે કામ માટે સુરત જવાની વાત કર્યા પછી

જામનગર તા.૨૦ : જામનગરના સિક્કાના એક વિપ્ર યુવાન દસેક દિવસ પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસમાં પિતાએ જાણ કરી છે. આ યુવાન કામ ધંધા માટે સુરત જવા પત્ની સાથે વાત કરતા હતા. તે પછી લાપત્તા બન્યા છે.

જામનગર તાલુકાના સિક્કા સ્થિત ભગવતી સોસાયટીમાં વસવાટ કરતા ચેતનભાઈ પરસોત્તમભાઈ ઓડીચ નામના પાંત્રીસ વર્ષના યુવાન ગઈ તા.૮ની સવારે કામ પર ગયા પછી રાત્રે પરત નહીં ફરતા તેમના પિતા પરસોત્તમભાઈ કારાભાઈ ઓડીચ સહિતના વ્યક્તિઓએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં ચેતનભાઈના પત્નીએ જણાવ્યું હતું કે આ યુવાન અહીં કામ મળતું ન હોવાથી સુરત જવાની વાત કરતા હતા.

આ યુવાન ગઈકાલ સુધી ઘેર પરત નહી આવતા આખરે પિતાએ પોલીસને જાણ કરી છે. સાડા પાંચેક ફૂટની ઉંચાઈ, મધ્યમ બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવતા ઉપરોક્ત તસ્વીરવાળા યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિક્કા પોલીસ સ્ટેશન-૬૩૫૯૬ ૨૭૮૪૪નો સંપર્ક સાધવો. આ યુવાને છેલ્લે સફેદ તથા ચોકલેટી રંગનો શર્ટ બ્લુ જીન્સ ધારણ કરેલુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial