એક આસામીનું બાઈક ઉપડી ગયું:
જામનગર તા.૨૦ : જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ પરથી એક આસામીનું બાઈક અડધી કલાકમાં ચોરાઈ ગયું છે. જ્યારે સોડા પીવા ગયેલા બે વિદ્યાર્થિનીના આયુર્વેદ યુનિવર્સિટી પાસેથી મોબાઈલ, ટેબ્લેટ ઉપડી ગયા છે. પોલીસે તપાસ આદરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં નાઘેરવાસ પાસે રહેતા રાહુલ મનજીભાઈ પરમાર નામના આસામીએ ગઈ તા.૧૧ની બપોરે જી.જી. હોસ્પિટલની સામે રોડ પર પોતાનું જીજે-૧૦-સીએમ ૫૪૪૯ નંબરનું હીરો મોટર સાયકલ મૂક્યું હતું. ત્યાંથી રૂ.૩૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે.
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં રહી અભ્યાસ કરતા મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામના ફોરમબેન અમૃતલાલ કનેરીયા શનિવારે સવારે યુનિ. નજીક આવેલી એક દુકાને પોતાની મિત્ર સાથે સોડા પીવા ગયા ત્યારે ફોરમબેનના પર્સમાં રાખવામાં આવેલો મોબાઈલ અને તેમની બહેનપણીનું ટેબ્લેટ કોઈ શખ્સ કાઢી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial