જામનગર તા.૨૦ : જામનગરના એક પ્રૌઢ તથા તેમના પુત્ર પર શનિવારે રાત્રે મુસાફરની બાબતે જાંબુડા પાટીયા પાસે ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે એક પરિણીતાએ લગ્નના ત્રણ મહિના પછી પતિ, સાસુ, સસરા, જેઠ-જેઠાણીએ ત્રાસ આપી મારકૂટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગાંધીનગર ૫ાસે આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા યોગેન્દ્રસિંહ દોલતસિંહ જેઠવા શનિવારે રાત્રે રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડાના પાટીયા પાસે પોતાના વાહન સાથે પહોંચ્યા ત્યારે ગુલાબનગરમાં રહેતો બ્રિજરાજસિંહ જાડેજા, રામેશ્વરનગરવાળો સિદ્ધરાજ સિંહ ઝાલા, ઈરફાન નામના ત્રણ શખ્સ આવ્યા હતા.
આ શખ્સોને પેસેન્જર બાબતે અગાઉ યોગેન્દ્રસિંહ સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી યોગેન્દ્રસિંહ તથા તેના પુત્ર પર હુમલો કરી ઢીકાપાટુ તથા ધોકાથી માર મારવામાં આવ્યો હતો. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર વસંત વાટીકામાં રહેતા તમન્ના ચંદ્રકાંતભાઈ નારોલા (ઉ.વ.ર૪)ના લગ્ન એકાદ વર્ષ પહેલા મહાવીર નગરમાં રહેતા અંકિત અતુલભાઈ ઢાકેચા સાથે થયા પછી આ પરિણીતાને પતિ સહિત સાસુ મીનાબેન, સસરા અતુલભાઈ દામજીભાઈ ઢાકેચા, જેઠ મેહુલ, જેઠાણી આશાબેને ત્રાસ આપી ગાળો ભાંડી મારકૂટ કર્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial